Home> World
Advertisement
Prev
Next

અમેરિકામાં કેવી રીતે બેકાબૂ થયો જીવલેણ કોરોના વાયરસ? રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપ્યો જવાબ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ના કેસમાં વધારા માટે 'બ્લેક લાઈવ્સ મેટર' પ્રદર્શનને જવાબદાર ઠેરવ્યું છે. 25મી મેના રોજ એક અશ્વેત વ્યક્તિ જ્યોર્જ ફ્લોયડનું પોલીસ કસ્ટડીમાં મોત થયા બાદ સમગ્ર અમેરિકામાં 'બ્લેક લાઈવ્સ મેટર' હેઠળ વિરોધ પ્રદર્શન થયા. 

અમેરિકામાં કેવી રીતે બેકાબૂ થયો જીવલેણ કોરોના વાયરસ? રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપ્યો જવાબ

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ના કેસમાં વધારા માટે 'બ્લેક લાઈવ્સ મેટર' પ્રદર્શનને જવાબદાર ઠેરવ્યું છે. 25મી મેના રોજ એક અશ્વેત વ્યક્તિ જ્યોર્જ ફ્લોયડનું પોલીસ કસ્ટડીમાં મોત થયા બાદ સમગ્ર અમેરિકામાં 'બ્લેક લાઈવ્સ મેટર' હેઠળ વિરોધ પ્રદર્શન થયા. 

fallbacks

સમાચાર પત્ર મેટ્રોના જણાવ્યાં મુજબ ટ્રમ્પે બુધવારે મીડિયાને સંબોધન કરતા કહ્યું કે પોલીસની બર્બરતા અને રંગભેદ વિરુદ્ધ પ્રદર્શન કરનારા યુવાઓ કોરોના કેસમાં વૃદ્ધિનું કારણ છે. જે હાલના અઠવાડિયાઓમાં દેશભરના લગભગ 30 રાજ્યોમાં જોવા મળ્યું. 

તેમણે કહ્યું કે 'સંક્રમણના કેસમાં વૃદ્ધિના કદાચ અનેક કારણ છે. પ્રદર્શનો બાદ તરત યુવા અમેરિકનો વચ્ચે સંક્રમણ કેસોમાં વૃદ્ધિ શરૂ થઈ. જેના અંગે તમે સારી પેઠે જાણો છો કે આ કોના વિશે હતું.'

તેમણે કહ્યું કે મેમોરિયલ ડે જેવી રજાઓ પર ભીડ ભેગી થવી, અને સાથે જ યુવાઓનું વારંવાર બીચ અને ચાર-પાંચ સૂચિબદ્ધ જગ્યાઓ પર જવું એ પણ કોરોના કેસમાં વધારાના કારણ રહ્યાં છે.

સમાચાર પત્ર મેટ્રોના જણાવ્યાં મુજબ રાષ્ટ્રપતિએ હાલમાં કેસમાં વધારા માટે મેક્સિકોને પણ જવાબદાર ઠેરવ્યું. તેમણે કહ્યું કે 'અમે મેક્સિકો સાથે 2000 માઈલની સરહદ શેર કરીએ છીએ. જેમ કે આપણે બધા જાણીએ છીએ, દુર્ભાગ્યથી મેક્સિકોમાં કેસ વધી રહ્યાં છે. જે મેક્સિકો માટે પણ મોટી સમસ્યા છે.'

જુઓ LIVE TV

ટ્રમ્પે વધુમાં કહ્યું કે તેઓ શાળાઓને ફરીથી ખોલવાને લઈને સહજ છે અને દાવો કર્યો કે બાળકો વાયરસ ફેલાવતા નથી. અમેરિકામાં કોરોનાના 39,67,917 કેસ સામે આવી ચૂક્યા છે અને આ બીમારીથી 1, 43,147 લોકોએ અત્યાર સુધી જીવ ગુમાવ્યાં છે.  

લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More