નવી દિલ્હી: પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવભર્યા હાલાત જોવા મળી રહ્યાં છે તેના પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચિંતા વ્યક્ત કરી છે. ટ્રમ્પે કહ્યું કે પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ખુબ ખતરનાક હાલાત ઊભા થયા છે. આ ખુબ જ ખરાબ સ્થિતિ છે. અમે ઈચ્છીએ છીએ કે આ તણાવ ખતમ થાય.
શું છે આ '1267'? જેણે પાકિસ્તાન, ચીન અને સાઉદી અરબને અકળાવી નાખ્યા છે
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારતે લગભગ 50 જવાનો ગુમાવ્યાં છે. હું તે સમજી શકું છું. મોટી સંખ્યામાં લોકો આ અંગે વાતચીત કરી રહ્યાં છે. તેમણે આતંકવાદ પર નિશાન સાધતા કહ્યું કે ભારત આ મુદ્દે કઈંક મોટું અને શક્તિશાળી પગલું ભરવાનું વિચારી રહ્યું છે. ભારત પાકિસ્તાનના આતંકીઓ પર કાર્યવાહી કરવા માંગે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સમસ્યાઓ વધી છે.
અમેરિકી રાષ્ટ્રપતિએ સ્પષ્ટરીતે કહ્યું કે અમે પાકિસ્તાનને અપાનારી 1.3 અબજ ડોલરની આર્થિક મદદ બંધ કરી છે. અમે કદાચ પાકિસ્તાન સાથે કેટલીક બેઠકો કરીએ. પાકિસ્તાને અમેરિકાનો ફાયદો ઉઠાવ્યો છે.
#WATCH US President Donald Trump says "There’s a terrible thing going on right now between Pakistan and India. It's a very very bad situation and it is a dangerous situation between the two countries. We would like to see it stop. Lot of people were just killed." #PulwamaAttack pic.twitter.com/oZAi4pRVsU
— ANI (@ANI) February 23, 2019
PAKને તમાચો, ચીન જેનો સભ્ય છે તે UNSCએ પુલવામા એટેક પર આપ્યું મહત્વપૂર્ણ નિવેદન
અત્રે જણાવવાનું કે 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં પાકિસ્તાન સમર્થિક આતંકી સંગઠને જૈશ એ મોહમ્મદે સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો હતો. જેમાં 40 સીઆરપીએફના જવાનો શહીદ થયા હતાં. પુલવામા આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાનને વૈશ્વિક સ્તરે અલગ થલગ કરવાની કોશિશ કરી રહ્યું છે. પુલવામા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને આપવામાં આવેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પણ છીનવી લીધો છે. તથા પાકિસ્તાનની વસ્તુઓ પર 200 ટકા ટેક્સ પણ લગાવી દીધો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે