Home> World
Advertisement
Prev
Next

US Presidential Debate: કોરોનાની રસી પર ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો એવો જવાબ, બધા સ્તબ્ધ થઈ ગયા

અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી પર આખી દુનિયાની નજર ટકેલી છે. ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે એ પહેલા યુએસ પ્રેસિડેન્શિયલ ડિબેટ(US President Election 2020) નો છેલ્લો રાઉન્ડ ચાલુ છે. રાષ્ટ્રપતિ તથા રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ (President Donald Trump)તથા ડેમોક્રેટિક હરિફ જો  બાઈડેન(Joe Biden) છેલ્લા રાઉન્ડમાં આમને સામને છે. 

US Presidential Debate: કોરોનાની રસી પર ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો એવો જવાબ, બધા સ્તબ્ધ થઈ ગયા

નૈશવિલ: અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી પર આખી દુનિયાની નજર ટકેલી છે. ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે એ પહેલા યુએસ પ્રેસિડેન્શિયલ ડિબેટ(US President Election 2020) નો છેલ્લો રાઉન્ડ ચાલુ છે. રાષ્ટ્રપતિ તથા રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ (President Donald Trump)તથા ડેમોક્રેટિક હરિફ જો  બાઈડેન(Joe Biden) છેલ્લા રાઉન્ડમાં આમને સામને છે. 

fallbacks

આ દરમિયાન બંને તરફથી એકબીજા પર આકરા પ્રહારો થઈ રહ્યા છે. જો બાઈડેન દર વખતની જેમ આ વખતે પણ કોરોના વાયરસ પર ઘેરી રહ્યા છે પરંતુ ટ્રમ્પ તો જાણે માનતા જ નથી, તેઓ આ વખતે પણ ડિબેટમાં માસ્ક વગર જ પહોંચ્યા.

ભારતનો પાકિસ્તાન પર આકરો પ્રહાર, આજે FATF માં બ્લેકલિસ્ટ કરાવવાની પૂરેપૂરી તૈયારી

ચીનથી આવ્યો વાયરસ-ટ્રમ્પ
બાઈડેન પર ટ્રમ્પે આકરો હુમલો કરતા કહ્યું કે આપણે કોરોના વાયરસથી મરી રહ્યા છીએ પરંતુ ટ્રમ્પ છે કે તેની કોઈ જવાબદારી લેતા નથી. જેના પર ટ્રમ્પે કહ્યું કે હું જવાબદારી લઉ છું પરંતુ આ વાયરસ ચીનથી આવ્યો છે. ટ્રમ્પે અમેરિકામાં સારી સ્વાસ્થ્ય સેવા ઉપલબ્ધ કરાવવા અંગે કહ્યું કે આપણા ત્યાં 99 ટકા યુવાઓ કોરોનાને માત આપી ચૂક્યા છે. 

ટ્રમ્પ પાસે કોઈ યોજના નથી-બાઈડેન
જો બાઈડેને ટ્રમ્પને તે નિવેદન ઉપર પણ ઘેર્યા જેમાં તેમણે કહ્યું હતું કે ઈસ્ટર પહેલા જ કોરોના સમાપ્ત થઈ જશે પરંતુ હજુ સુધી સરકાર પાસે કોઈ નક્કર યોજના નથી કે કોવિડ-19 રસી આગામી વર્ષની મધ્ય પહેલા પણ આવે. જેના પર ટ્રમ્પે કહ્યું કે આપણે તેના ડરના કારણે પોતાની જાતને બેઝમેન્ટમાં કેદ કરી શકીએ નહીં. 

નૂડલ્સના શોખીન હોવ તો ખાસ વાંચો....એક જ પરિવારના 9 લોકોના મૃત્યુથી હાહાકાર

રસી પર નિવેદન
ડિબેટમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કોરોના વાયરસની રસી પર આપવામાં આવેલા જવાબથી બધા ચોંકી ગયા. વાત જાણે એમ હતી કે મોડરેટરે પૂછ્યું કે શું ટ્રમ્પ ગેરંટી આપે છે કે જલદી રસી આવી જશે કે કોઈ સ્પષ્ટ ટાઈમલાઈન જણાવી શકે છે? જેના પર ટ્રમ્પે કહ્યું કે તેઓ કોઈ ગેરંટી ન આપી શકે કે વેક્સિન ક્યારે આવશે પરંતુ તેમને આશા છે કે વેક્સિન આગામી સમયમાં ઉપલબ્ધ થઈ જશે.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More