Home> World
Advertisement
Prev
Next

વિશ્વની આ કંપનીઓમાં સૌથી વધુ કામ કરે છે કર્મચારી, ટોપ-10માં ભારતની એક કંપની સામેલ

કર્મચારીઓની સંખ્યા પ્રમાણે વોલમાર્ટ દુનિયાની સૌથી મોટી કંપની છે. ભારતમાં સૌથી વધુ કર્મચારી ટીસીએસમાં કામ કરે છે. 

વિશ્વની આ કંપનીઓમાં સૌથી વધુ કામ કરે છે કર્મચારી, ટોપ-10માં ભારતની એક કંપની સામેલ

નવી દિલ્હીઃ અમેરિકાની દિગ્ગજ રિટેલ (Walmart)માં 21 લાખ કર્મચારી કામ કરે છે. આ દુનિયાના ઘણા દેશોની વસ્તી કરતા પણ વધારે છે. વર્લ્ડ ઓફ સ્ટેટેસ્ટિક્સ (World of Statistics)ના લિસ્ટ પ્રમાણે, દુનિયામાં સૌથી વધુ કર્મચારી વોલમાર્ટમાં કામ કરે છે. આ સંખ્યા ચીની સેનામાં કામ કરતા જવાનોથી પણ વધુ છે. ચીની સેનામાં 20 લાખ જવાન કામ કરે છે.

fallbacks

તાજેતરમાં વર્લ્ડ ઓફ સ્ટેટેસ્ટિક્સ (World of Statistics)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર દુનિયામાં સૌથી વધુ કર્મચારીઓવાળી કંપનીઓનું એક લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં વોલમાર્ટ, એમેઝોન, ફોક્સકોન, એક્સેન્ચર, ફોક્સવેગન, ટાટા કન્સ્ટન્સી, ડોયચે પોસ્ટ, વીઆઈડી, ફેડએક્સ અને યુનાઇટેડ પાર્સલ સર્વિસ  સામેલ છે. 

એમેઝોનમાં કામ કરે છે 15.41 લાખ કર્મચારી
સૌથી વધુ કર્મચારીઓના લિસ્ટમાં બીજા નંબર પર અમેરિકાની દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોનનું નામ છે. આ કંપનીમાં 15,41,000 કર્મચારી કામ કરે છે. વર્લ્ડ ઓફ સ્ટેટેસ્ટિક્સ પ્રમાણે તાઇવાનની કંપની ફોક્સકોનમાં 8,26,608, આયર્લેન્ડની કંપની એક્સેંચરમાં 7,32,000 અને જર્મનીની ઓટો કંપની ફોક્સવેગનમાં 6,76,915 કર્મચારી કામ કરે છે. 

આ પણ વાંચોઃ પહેલી પત્નીની Reels જોઈ રહ્યો હતો પતિ, બીજી પત્નીએ કાપી નાખ્યો પ્રાઇવેટ પાર્ટ

ભારતમાં સૌથી વધુ કર્મચારી ટીસીએસમાં કામ કરે છે
આ લિસ્ટમાં ભારતની સૌથી મોટી આઈડી કંપની ટાટા કન્સલ્ટેન્સી સર્વિસિઝ (TCS) છઠ્ઠા સ્થાને છે. ટીસીએસમાં વિશ્વભરમાં 6,16,171 કર્મચારી કામ કરે છે. ભારતની બીજી સૌથી મોટી આઈટી કંપની ઈન્ફોસિસમાં 3 લાખ કર્મચારી કામ કરે છે અને તે લિસ્ટમાં 54માં સ્થાને છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More