Home> World
Advertisement
Prev
Next

અમેરિકાએ ચીનને આપ્યો વધુ એક ઝટકો, ભારતની સાથે કર્યો આ મોટો સોદો

પૂર્વ લદાખમાં ચીન સાથે ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે અમેરિકાએ ભારતને એક મોટી મદદ કરવાની જાહેરાત કરી છે. અમેરિકા (America)એ ભારતીય વાયુસેનાના જાયન્ટ કાર્ગો વિમાન C-130J Super Herculesના સ્પેર પાર્ટ સપ્લાય કરવાની જાહેરાત કરી છે

અમેરિકાએ ચીનને આપ્યો વધુ એક ઝટકો, ભારતની સાથે કર્યો આ મોટો સોદો

વોશિંગ્ટન ડીસી: પૂર્વ લદાખમાં ચીન સાથે ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે અમેરિકાએ ભારતને એક મોટી મદદ કરવાની જાહેરાત કરી છે. અમેરિકા (America)એ ભારતીય વાયુસેનાના જાયન્ટ કાર્ગો વિમાન C-130J Super Herculesના સ્પેર પાર્ટ સપ્લાય કરવાની જાહેરાત કરી છે. તેના માટે બંને દેશો વચ્ચે 90 મિલિયન ડોલરની ડીલ થઇ છે.

fallbacks

અમેરિકાની ડિફેન્સ સિક્યોરિટી એજન્સીએ કહ્યું કે, આ ડીલથી ભારત-અમેરિકાના વ્યૂહાત્મક સંબંધ વધુ મજબૂત થશે. તેનાથી બંને દેશ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં વ્યૂહાત્મક સ્થિરતા, શાંતિ અને સમૃદ્ધિમાં આગળ વધશે.

આ પણ વાંચો:- US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પત્ની મેલેનિયાને થયો કોરોના, માસ્કને હંમેશા કરતા હતા ઈગ્નોર!

ડીલ અનુસાર અમેરિકા ભારતના C-130J Super Herculesની મરામત કરશે. સાથે જ તેના સ્પેર પાર્ટ સપ્લાય અને ગ્રાઉન્ડ સપોર્ટનું પણ કામ કરશે. ભારતે અમેરિકાને એક AN/ALR-56M એડવાન્સ રડાર વોર્નિંગ સિસ્ટમ, 10 લાઈટવેટ નાઈટ વિઝન બાઈનોક્યૂલર, 10 નાઈટ વિઝન ચશ્મા, જીપીએસ અને ઇલેક્ટ્રોનિક વોરફેરનો પણ ઓર્ડર આપ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર C-130J Super Herculeના સ્પેર પાર્ટ અને સર્વિસની સુવિધા મળ્યા બાદ ભારતીય વાયુસેનાના આ જહાજ દર સમયે ઓપરેશન માટે તૈયાર રહેશે અને તેનો કોઇપણ આકસ્મિક પરિસ્થિતિઓમાં ઉપયોગ કરી શકાશે.

આ પણ વાંચો:- USથી ભારતીયો માટે આવ્યા ખુબ રાહતના સમાચાર, કોર્ટે ટ્રમ્પના આદેશને 'કચરા ટોપલી'માં નાખ્યો

અમેરિકાન કાયદા અનુસાર અન્ય દેશો સાથે મુખ્ય સંરક્ષણ સોદાને આર્મ્સ એક્સપોર્ટ કંટ્રોલ એક્ટ અંતર્ગત રાખવામાં આવે છે અને સાંસદ 30 દિવસની અંદર કોઈપણ ડીલનો રિવ્યૂ કરી શકે છે. જાણકારી અનુસાર અમેરિકાની સાથે થયેલા આ સોદાના અંતર્ગત લોકહીડ માર્ટિન કંપની સેલ-સર્વિસની જવાબદારી સંભાળશે.

તમને જણાવી દઇએ કે, ભારત તે 17 દેશોમાં સામેલ છે, જ્યાં C-130J સુપર હરક્યૂલિસ વિમાનોનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતીય વાયુ સેનાના બેઝમાં આ પ્રકારના 5 વિમાન સામેલ છે. ભારત છઠ્ઠા C-130J-30s સુપર હરક્યૂલિસ વિમાનનો ઓર્ડર આપવા જઈ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More