ભારત અને અમેરિકા વચ્ચે વેપારી સંબંધોમાં અચાનક ખટાશ આવી ગઈ છે. અમેરિકાએ 1 ઓગસ્ટ 2025થી ભારતથી આવતી તમામ પ્રોડક્ટ્સ પર 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. આ નિર્ણયની અસર ફક્ત ભારતીય કંપનીઓ પર જ નહીં પરંતુ અમેરિકી ગ્રાહકોના ખિસ્સા ઉપર પણ પડશે. આવું એટલા માટે કારણ કે જે પ્રોડક્ટ્સ ભારતથી અમેરિકા જશે તે હવે મોંઘી થશે.
ભારતથી અમેરિકા ઘણો બધો સામાન એક્સપોર્ટ કરવામાં આવે છે. જેમાં ટેક્સટાઈલ, જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્મા, મશીનરી, કેમિકલ્સ, ઓર્ગેનિક પ્રોડક્ટ્સ, ઓટો પાર્ટ્સ, સ્ટીલ અને પ્લાસ્ટિકનો સામાન સામેલ છે. તેનો વપરાશ અમેરિકામાં ઘણો વધુ છે અને ભારત આ માંગણી પૂરી કરનારો મોટો સપ્લાયર છે.
આ પ્રોડક્ટ્સ પર વધશે અસર
25 ટકા ટેરિફનો અર્થ એ છે કે જે સામાન પહેલા 100 રૂપિયામાં અમેરિકા પહોંચતો હતો તેના પર હવે 25 રૂપિયા વધુ ખર્ચ થશે. તેની સીધી અસર કિંમત પર પડશે. જેમ જેમ ખર્ચ વધશે તેમ તેમ કંપનીઓ આ વધતો ખર્ચ ગ્રાહકો પર નાખશે. તેનાથી અમેરિકી બજારમાં ભારતીય સામાન મોંઘો થશે. ભારતીય કંપનીઓના બિઝનેસ ઉપર પણ અસર પડી શકે છે. કારણ કે પ્રોડક્ટ્સ મોંઘી થવાથી ડિમાન્ડમાં ઘટાડો થઈ શકે છે.
કઈ કઈ વસ્તુઓની થાય છે નિકાસ
ભારતથી અમેરિકા જે વસ્તુઓ સૌથી વધુ નિકાસ થાય છે તેમાં સૌથી ઉપર હીરા, કિંમતી પથ્થર, ધાતુઓ અને સિક્કાઓ ત્યારબાદ ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણોનો નંબર આવે છે. જેનો ઉપયોગ અમેરિકાની ટેક્નોલોજી ઈન્ડસ્ટ્રીમાં મોટા પાયે થાય છે.
ત્રીજા નંબર પર છે ફાર્માસ્યુટિકલ્સ પ્રોડક્ટ્સ એટલે કે દવાઓ. જે ભારતની સૌથી મજબૂત ઈન્ડસ્ટ્રીમાંથી એક છે. આ ઉપરાંત મિનરલ ફ્યૂલ્સ, ઓઈલ અને ડિસ્ટિલેશન પ્રોડક્ટ્સ જેવા પેટ્રોલિયમ સંલગ્ન વસ્તુઓ પણ ભારતથી મોટા પાયે અમેરિકા જાય છે.
ભારત અમેરિકાને મશીનરી, ન્યૂક્લિયર રિએક્ટર્સ, અને બોઈલર્સ પણ એક્સપોર્ટ કરે છે. જે અમેરિકાના ઈન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં કામ આવે છે. આ ઉપરાંત લોઢાની અને સ્ટીલની વસ્તુઓ, જેમ કે પાઈપ, પ્લેટ્સ, કે સ્ટ્રક્ચરલ આઈટમ્સ પણ પ્રમુખ એક્સપોર્ટમાં સામેલ છે.
ભારતથી જૂના કે વોર્ન કપડાં, રેડીમેડ ગારમેન્ટ્સ અને અન્ય કપડા ઉત્પાદનો પણ અમેરિકા જાય છે. ઓટોમોબાઈલ સેક્ટરની વાત કરીએ તો ભારત અમેરિકાને રેલ અને ટ્રામ બાદ કરતા બાકી વાહનોનું પણ એક્સપોર્ટ કરે છે. આ ઉપરાંત ઓર્ગેનિક કેમિકલ્સ અને નો નિટેડ કે નોન ક્રોશેડ પરિધાન પણ મોટી સંખ્યામાં ભારતથી અમેરિકા જાય છે. આ તમામ પ્રોડક્ટ્સ ભારતની અર્થવ્યવસ્થા માટે ખુબ મહત્વની છે અને અમેરિકામાં તેની ભારે ડિમાન્ડ છે.
ભારતના પડકારો અને આશા
આ ટેરિફના પગલે ભારતીય એક્સપોર્ટ્સને ખુબ નુકસાન થઈ શકે છે. ખાસ કરીને એવી કંપનીઓ જે ફક્ત અમેરિકી બજાર પર નિર્ભર છે. પરંતુ સરકારની એવી કોશિશ છે કે અમેરિકા સાથે વાતચીત દ્વારા ઉકેલ લાવવામાં આવે. બંને દેશો વચ્ચે વેપાર સમજૂતિ (BTA) પર વાતચીત ચાલુ છે અને આશા છે કે આ ટેરિફ હંગામી હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે