Home> World
Advertisement
Prev
Next

ભારતના આ 3 'ખાસ મિત્રો'ની જબરદસ્ત ધાક ધમકી...અને મસૂદ મુદ્દે ચીન ઘૂંટણિયે પડ્યું

મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના આંતરરાષ્ટ્રીય દબાણને જોતા ફ્રાન્સ, અને બ્રિટનના સમર્થનમાં અમેરિકાએ સુરક્ષા પરિષદમાં એક ડ્રાફ્ટ પ્રસ્તાવ રજુ કર્યો હતો. હકીકતમાં ચીન પર આ અંગે ખુબ જ આંતરરાષ્ટ્રીય દબાણ હતું અને ખાસ કરીને અમેરિકાનું અસહ્ય દબાણ હતું. સંયુક્ત રાષ્ટ્રની પ્રમુખ શાખામાં રાજનયિકોની એવી ચેતવણી હતી કે જો ચીને અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં અડિંગો જમાવવાનું ચાલુ રાખ્યું તો સુરક્ષા પરિષદના જવાબદાર સભ્ય દેશો અન્ય કાર્યવાહી કરવા માટે મજબુર થશે.

ભારતના આ 3 'ખાસ મિત્રો'ની જબરદસ્ત ધાક ધમકી...અને મસૂદ મુદ્દે ચીન ઘૂંટણિયે પડ્યું

નવી દિલ્હી: મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના આંતરરાષ્ટ્રીય દબાણને જોતા ફ્રાન્સ, અને બ્રિટનના સમર્થનમાં અમેરિકાએ સુરક્ષા પરિષદમાં એક ડ્રાફ્ટ પ્રસ્તાવ રજુ કર્યો હતો. હકીકતમાં ચીન પર આ અંગે ખુબ જ આંતરરાષ્ટ્રીય દબાણ હતું અને ખાસ કરીને અમેરિકાનું અસહ્ય દબાણ હતું. સંયુક્ત રાષ્ટ્રની પ્રમુખ શાખામાં રાજનયિકોની એવી ચેતવણી હતી કે જો ચીને અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં અડિંગો જમાવવાનું ચાલુ રાખ્યું તો સુરક્ષા પરિષદના જવાબદાર સભ્ય દેશો અન્ય કાર્યવાહી કરવા માટે મજબુર થશે.

fallbacks

ચીને આ પ્રસ્તાવ પરથી પોતાની ટેક્નિકલ રોક હટાવી તે ભારત માટે મોટી કૂટનીતિક જીત ગણાઈ રહી છે. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં લેવાયેલા આ નિર્ણયની જાણ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત અને કાયમી પ્રતિનિધી સૈયદ અકબરુદ્દીને કહી હતી. તેમણે જણાવ્યું કે, "આજે અત્યંત મહત્વની સફળતા મળી છે. આપણે છેલ્લા ઘણા વર્ષોથી આ માટે પ્રયાસ કરી રહ્યા હતા. આજે એ ધ્યેયમાં સફળતા મળી છે."

વૈશ્વિક સ્તરે ભારતની કૂટનીતિક જીતથી પાકિસ્તાનના હોશ ઉડ્યા, મસૂદ પર આપ્યું મોટું નિવેદન

જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કારાયાની સાથે જ હવે તે દુનિયાના એક પણ દેશની યાત્રા કરી શકશે નહીં, તેની તમામ સંપત્તિ જપ્ત થઈ જશે અને હથિયારો સુધી પણ તેની પહોંચ સમાપ્ત થઈ જશે. આ સાથે જ સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્ય દેશોએ પોતાના હથિયાર, તેના નિર્માણનું પદ્ધતિ, સ્પેર પાર્ટ્સ સહિત હથિયારો સાથે સંકળાયેલી એક પણ વસ્તુનું વેચાણ કે તેના સુધીની પહોંચ પર પ્રતિબંધ મુકવાનો રહેશે.

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં ભારતીય સુરક્ષા દળો પર 14 ફેબ્રુઆરીના રોજ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ દ્વારા થયેલા ઘાતક હુમલાના થોડા દિવસ બાદ જ આ નવો પ્રસ્તાવ યુએનમાં રજુ કરાયો હતો. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતાં. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં વીટો પાવર ધરાવતા દેશોમાં સામેલ ચીને અઝહરને આ સૂચિમાં નાખવાની કોશિશોમાં ટેક્નિકલ રોક લગાવી રાખી હતી અને પ્રસ્તાવ પર વિચાર કરવા માટે વધુ સમય માગ્યો હતો. 

જુઓ LIVE TV

અંગ્રેજી અખબાર ઈકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ મુજબ ચીન હજુ પણ આ રોક ભારતની લોકસભા ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી રાખવા માંગતુ હતું. ચીને ખુબ કોશિશ કરી હતી કે કોઈ પણ પ્રકારે આ પ્રક્રિયા 15મી મે  બાદ થાય પરંતુ અમેરિકાના દબાણ આગળ તેણે નમતું જોખવું પડ્યું. અમેરિકાએ 30 એપ્રિલ ડેડલાઈન નક્કી કરી નાખી હતી અને આખરે ચીને આ પગલું ભરવું જ પડ્યું. 

દુનિયાના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More