Home> World
Advertisement
Prev
Next

ઇરાન વિરૂદ્ધ યુદ્ધ નહી કરી શકે ડોનાલ્ડ ટ્રંપ, અમેરિકન સદનમાં ઉઠાવ્યું આ પગલું

ઇરાન (Iran)ના જનરલ કમાન્ડર કાસિમ સુલેમાની (Qasem Soleimani)ની અમેરિકી એર સ્ટ્રાઇકમાં મોત બાદ અમેરિકા (US) અને ઇરાનના સંબંધ તણાવપૂર્ણ છે અને બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (Donald Trump) તરફથી ઇરાન સાથે યુદ્ધ કરવાની સંભાવના ખૂબ ઓછી છે.

ઇરાન વિરૂદ્ધ યુદ્ધ નહી કરી શકે ડોનાલ્ડ ટ્રંપ, અમેરિકન સદનમાં ઉઠાવ્યું આ પગલું

વોશિંગ્ટન: ઇરાન (Iran)ના જનરલ કમાન્ડર કાસિમ સુલેમાની (Qasem Soleimani)ની અમેરિકી એર સ્ટ્રાઇકમાં મોત બાદ અમેરિકા (US) અને ઇરાનના સંબંધ તણાવપૂર્ણ છે અને બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (Donald Trump) તરફથી ઇરાન સાથે યુદ્ધ કરવાની સંભાવના ખૂબ ઓછી છે. એવામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને આ સંભાવિત કાર્યવાહીથી રોકવા માટે અમેરિકી સંસદે એક પ્રસ્તાવ પારિત કરી દીધો છે.  

fallbacks

ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર અમેરિકી સંસદના નિચલા સદને ઇરાન વિરૂદ્ધ સૈન્ય કાર્યવાહે માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના અધિકાર સીમિત કરવાનું યુદ્ધ શક્તિ પ્રસ્તાવ મંજૂર કરી દીધો છે. ડેમોક્રેટિક પાર્ટી નીત અમેરિકીની પ્રતિનિધિસભામાં ગુરૂવારે વોટિંગ દરમિયાન મતદાન થયું. આ પ્રસ્તાવના પક્ષમાં 194 વોટ પડ્યા. 

આ પ્રસ્તાવનો હેતું છે કે હવે ડોનાલ્ડ ટ્રંપને ઇરાન વિરૂદ્ધ યુદ્ધની જાહેરાત કરતાં પહેલાં કોંગ્રેસની મંજૂરી લેવી પડશે. જોકે અત્યાર આ પ્રસ્તાવને ઉપરી સદનમાં પાસ થવાનો બાકી છે. 

જોકે સદનમાં આ પ્રસ્તાવને કોંગ્રેસ લીડર એલિસા સ્લોટકિન દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. તે આ પહેલાં CIA એનાલિસ્ટ એક્સપર્ટના રૂપમાં કામ કરી ચૂકી છે. આ સાથે જ એલિસા અમેરિકી રક્ષા વિભાગના આંતરરાષ્ટ્રીય સુરક્ષા મામલે કાર્યવાહક સહાયક સચિવના રૂપમાં સેવા આપી ચૂકી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More