Home> World
Advertisement
Prev
Next

Ukraine Crisis: રાષ્ટ્રપતિ બાઇડેનની અમેરિકી નાગરિકોને ચેતવણી, કહ્યું- યુક્રેન છોડી દો

Russia-Ukraine Conflict: રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યુ કે, અમે એક આતંકવાદી સંગઠનનો સામનો કરી રહ્યાં નથી. અમે દુનિયાની સૌથી મોટી સેનાઓમાંથી એકનો સામનો કરી રહ્યાં છીએ. 

Ukraine Crisis: રાષ્ટ્રપતિ બાઇડેનની અમેરિકી નાગરિકોને ચેતવણી, કહ્યું- યુક્રેન છોડી દો

વોશિંગટનઃ યુક્રેનના મુદ્દા પર સંકટ વધુ મુશ્કેલ બની રહ્યું છે. રશિયા અને અમેરિકા વચ્ચે તણાવ સર્વોચ્ચ સ્થાને છે. આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને યુક્રેનમાં રહેતા અમેરિકી નાગરિકોને તત્કાલ દેશ છોડવાની અપીલ કરી છે. તેમણે લોકોને સાવચેત કરતા કહ્યું કે, વસ્તુ જલદી ખરાબ થઈ શકે છે અને ગમે તે થઈ શકે છે. રાષ્ટ્રપતિ બાઇડેને કહ્યુ કે, સ્થિતિ સારી નથી અને સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. તેવામાં અમેરિકી નાગરિકોએ યુક્રેન છોડી દેવું જોઈએ. મહત્વનું છે કે રશિયાના હજારો સૈનિક હથિયારોની સાથે યુક્રેનની સરહદ પર ભેગા થયા છે. 

fallbacks

બાઇડેને અમેરિકી નાગરિકોને દેશ છોડવાનું કહ્યું
રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યુ કે, રશિયાએ યુક્રેનની સાથે પોતાની સરહદ પર મોટી સંખ્યામાં સૈનિકોને ભેગા કર્યા છે. તેણમે કહ્યું કે, એવું નથી કે અમે એક આતંકવાદી સંગઠનનો સામનો કરી રહ્યાં છીએ. અમે દુનિયાની સૌથી મોટી સેનામાંથી એકનો સામનો કરી રહ્યાં છીએ. આ ખુબ અલગ સ્થિતિ છે અને વસ્તુ જલદી બગડી શકે છે. બાઇડેને કહ્યુ કે એવી સ્થિતિ નથી કે તેમને યુક્રેનથી બહાર નિકળવાનો પ્રયાસ કરી રહેલા અમેરિકી નાગરિકોને બચાવવા માટે સૈનિકો મોકલવા પ્રેરિત કરી શકે. અમેરિકા અને રશિયા જ્યારે એકબીજાની સામ-સામે હશે તો એક વિશ્વ યુદ્ધ જેવી સ્થિતિ હશે. પરંતુ તેમણે કહ્યું કે, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન એવું કંઈ નહીં કરે જે અમેરિકી નાગરિકો પર નેગેટિવ પ્રભાવ પાડી શકે. 

આ પણ વાંચોઃ 224 કરોડના ઘરમાં રહીને પરેશાન થઇ ગઇ ગયો આ વ્યક્તિ, 16 વર્ષ પહેલાં છોડ્યું, હવે 30 કરોડ કરોડ વેચ્યું

યુક્રેનની સરહદની પાસે સૈનિકોનો જમાવડો
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને હાલમાં રશિયાને એક નવી ચેતવણી આપતા કહ્યુ હતુ કે જો રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તો તેની મહત્વકાંક્ષી ગેસ પાઇપ લાઇન પરિયોજના નોર્ડ સ્ટ્રીમ 2ને શરૂ થવા દેશે નહીં. મહત્વનું છે કે અમેરિકી અધિકારીઓનું માનવુ છે કે રશિયાએ યુક્રેનની સાથે સરહદની પાસે 100,000 થી વધુ સૈનિકોને જમા કર્યા છે. રશિયા સતત ભાર આપીને કહી રહ્યું છે કે હુમલાની કોઈ યોજના નથી. નાટોના વિસ્તારની યોજનાથી રશિયા ગુસ્સામાં છે અને યુક્રેનની નાટો સભ્યપદનું વિરોધ કરી રહ્યું છે. રશિયા અમેરિકાની ગેરંટીની માંગ કરી રહ્યું છે કે યુક્રેનને નાટોનું સભ્ય બનાવવામાં આવે નહીં, પરંતુ અમેરિકા આ વાત માનવા તૈયાર નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More