લગ્ન એ આપણી સંસ્કૃતિમાં જનમો જનમનું બંધન ગણાય છે. જ્યારે અહીં તો ટૂંકાગાળા માટે લગ્ન થાય છે. 15 દિવસ માટે સરળતાથી પત્ની મળી જાય છે. નવાઈની વાત એ પણ છે કે મહિલાઓને પણ ખબર હોય છે કે આ લગ્ન કઈ બહું લાંબા ચાલવાના નથી. છતાં ખુશી ખુશીથી તેઓ આ લગ્ન કરે છે. લગ્ન તૂટી જાય તો પણ કઈ ફરક તેમને પડતો નથી.
હવે તમને પણ નવાઈ લાગશે કે આખરે આ છે શું. તો તમને જણાવી દઈએ કે આ કઈ આજકાલનું નથી. મીડિયા રિપોર્ટ્સ મુજબ એવું કહેવાય છે કે ઈસ્લામમાં આ પ્રકારે પ્રાચીન કાળથી શોર્ટટર્મ મેરેજને માન્યતા મળેલી છે. આવા લગ્નને મુતાહ નિકાહ કહે છે. મુતાહ નિકાહ એ એક પ્રકારની પ્રાચીન ઈસ્લામી પ્રથા છે. જેમાં મર્યાદિત સમય માટે લગ્ન થાય છે. બંને પક્ષની સહમતિથી એક મર્યાદિત સમય માટે લગ્ન થાય અને પછી તેનો અંત થાય. આ પ્રકારના નિકાહની ઉત્પતિ શિયા ઈસ્લામમાં થઈ હતી. પહેલા આવા વિવાહ સમગ્ર એશિયા અને મધ્ય પૂર્વ દેશોમાં પ્રચલિત હતા. જો કે હવે ઘણા ઓછા થઈ ચૂક્યા છે. બહુ નાના સ્તરે ઈરાન અને ઈરાક જેવા દેશોમાં મુતાહ વિવાહ હજુ પણ જોવા મળી જાય છે.
આ દેશમાં ખુબ થાય છે આવા લગ્ન
આવા પ્રકારના લગ્નો ઈન્ડોનેશિયામાં ખુબ જોવા મળતા હોય છે. ખાસ કરીને પુંકાક વિસ્તારમાં ચલણ વધુ છે. મીડિયામાં પણ થોડા સમય પહેલા ભારે ચર્ચા જોવા મળી હતી. અહીં ગરીબ પરિવારની યુવતીઓ પૈસાના બદલામાં વિદેશી (અન્ય દેશમાંથી ખાસ કરીને મધ્ય પૂર્વ દેશોમાંથી) પર્યટકો જોડે 1520 દિવસ માટે હંગામી લગ્ન કરે છે. આ દરમિયાન પર્યટકને ઘરેલુ અને શારીરિક સેવાઓ પણ આપે છે. બદલામાં સારી એવી રકમ મળી જાય છે. નિર્ધારિત સમય મર્યાદા પૂરી થાય એટલે લગ્ન પૂરા.
પ્લેઝર મેરેજ પણ કહે છે
ઈન્ડોનેશિયામાં તો એને હવે પ્લેઝર મેરેજ પણ કહે છે. એજન્ટ્સ અને દલાલોના માધ્યમથી ગરીબ મહિલાઓને હંગામી વિવાહ માટે ઉપલબ્ધ કરાવાય છે. જે સામાન્ય રીતે 5 દિવસથી લઈને 20 દિવસ જેટલા ચાલતા હોય છે. આ પ્રથા સ્થાનિક એજન્ટો અને કંપનીઓના માધ્યમથી હવે એક ઉદ્યોગમાં પણ ફેરવાઈ છે. જેનાથી પર્યટન અને સ્થાનિક અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન પણ મળી રહ્યું છે. તમને જણાવી દઈએ કે ઈન્ડોનેશિયામાં આ પ્રકારના મેરેજ પર આમ તો સંપૂર્ણ રીતે પ્રતિબંધ છે પરંતુ કોઈ કડક કાયદો ન હોવાના કારણે આ પ્રથા ફૂલી ફાલી રહી છે.
લોસ એન્જલસ ટાઈમ્સ મુજબ ઈસ્લામમાં મુતહ વિવાહની આ પ્રથા એક આકર્ષક ઉદ્યોગ સ્વરૂપમાં ફેરવાઈ છે. હવે તો આ કામ કેટલીક કંપનીઓએ સંભાળ્યું છે. એક હાઈલેન્ડ રિસોર્ટમાં એજન્સીઓ દ્વારા પર્યટકોને સ્થાનિક મહિલાઓ સાથે મેળવાય છે. બંનેની મંજૂરી બાદ નાના સમારંભમાં પુરુષ મહિલાને દુલ્હન તરીકે કિંમત ચૂકવે છે અને પછી લગ્ન થાય છે. લોસ એન્જલસ ટાઈમ્સ જોડે 28 વર્ષની ઈન્ડોનેશિયન મહિલાએ પોતાના આવા લગ્નના અનુભવને શેર કરતા કહ્યું કે તેણે 15થી વધુ વખત એશિયન પર્યટકો સાથે લગ્ન કર્યા છે. આ કામમાં અધિકારીઓ અને એજન્ટનો પણ ભાગ હોય છે. ત્યારબાદ મહિલાને અડધી રકમ મળે છે.
રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો છે કે મહિલાએ 13 વર્ષની ઉંમરે પહેલીવાર આ પ્રકારે લગ્ન કર્યા હતા. તેને તેના દાદા દાદીએ મજબૂર કરી હતી. ત્યારબાદ જ્યારે તેના નિકાહ તૂટી ગયા તો તેણે હવે પોતાની દીકરીને જાતે ઉછેરવી પડે છે. પહેલા તેણે બીજુ કોઈ કામ કરવાનું વિચાર્યું પરંતુ ત્યાં પગાર ખુબ ઓછો મળતો હતો.
કેટલી કમાણી
હવે આ પ્રકારે વિવાહ ક રીને 300થી 500 ડોલર (ભારતના ચલણમાં જોઈએ તો લગભગ 25 હજારથી 43 હજાર રૂપિયા) કમાય છે. જેનાથી ભાડું, બીમાર દાદા દાદીનો ખર્ચો નીકળી જાય છે. જો કે પરિવારને ખબર નથી કે તે આ કામ કરે છે. જો કે કેટલીક મહિલાઓ તો આ કામ કર્યા બાદ તેમાંથી બહાર નીકળીને વ્યવસ્થિત ગૃહસ્થ જીવન પણ જીવે છે.
હાલના સમયમાં એક બિઝનેસ તરીકે ખુબ વિસ્તાર થયો છે. વચ્ચે એજન્ટો પણ હોય છે. જો કે આ પ્રકારના વિવાહ પર હવે સવાલ પણ ઉઠવા લાગ્યા છે. કારણ કે મહિલાઓનું શોષણ થઈ રહ્યું છે અને સુરક્ષા પણ જોખમાય છે.
ઈરાન અને ઈરાક જેવા શિયા બહુમતીવાળા દેશોમાં પણ પરંપરાગત રીતે મુતાહ નિકાહની મંજૂરી છે. પરંતુ તે સામાન્ય રીતે સ્થાનિક સ્તરે પૂરતી મર્યાદિત રહે છે. પર્યટકો માટે નહીં. મુતાહ નિકાહની પરંપરા ઈસ્લામ પહેલા અરબી સભ્યતાથી શરૂ થઈ હોવાનું મનાય છે. પ્રાચીન અરબ સમાજમાં ખાસ કરીને પુરુષો લાંબી મુસાફરી પર જતા તો અસ્થાયી વિવાહ એટલે કે મુતાહ વિવાહનું ચલણ હતું જેથી કરીને મુસાફરી દરમિયાન મર્યાદિત સમય માટે કાયદેસર રીતે સંબંધ બનાવી શકાય. ભારતમાં મુઘલોના શાસન સમયે પણ મુતાહ નિકાહનું ખુબ ચલણ હતું. મુઘલ હરમમાં અસંખ્ય મહિલાઓને આ પ્રથા હેઠળ રખાતી હતી.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે