Home> World
Advertisement
Prev
Next

29 વર્ષની યુવતીનો 63 વર્ષનો બોયફ્રેન્ડ, પાછા મોટી ઉંમરના પુરુષ જોડે સંબંધ રાખવાના ફાયદા પણ ગણાવ્યા

Viral News: રિપોર્ટ મુજબ એક યુવતીએ જણાવ્યું છે કે તે પોતાના કરતા 30 વર્ષ મોટા માણસ સાથે સંબંધમાં છે. ગ્લેમર વર્લ્ડ સાથે સંબંધ ધરાવી ચૂકેલી નોવાનું કહેવું છે કે તે પોતાના 63 વર્ષના બોયફ્રેન્ડ સાથે  ખુબ ખુશ છે. તેનો આ સંબંધ ફક્ત તેને ખુશી જ આપે છે એવું નથી પરંતુ તેમાં રહીને તે ઘણું બધુ શીખી  પણ રહી છે. 

29 વર્ષની યુવતીનો 63 વર્ષનો બોયફ્રેન્ડ, પાછા મોટી ઉંમરના પુરુષ જોડે સંબંધ રાખવાના ફાયદા પણ ગણાવ્યા

પ્રેમ આંધળો છે એવું કહેવાય છે. જ્યારે પ્રેમ થાય ત્યારે બીજુ કશું નજરે ચડતું નથી. તમને જે વ્યક્તિ પસંદ પડે તેની જાતિ, પંથ, ઉંમર, અમીરી ગરીબી, ધર્મ કશું જ ધ્યાનમાં આવતું નથી. એટલે જ ઘણીવાર છોકરા કે છોકરી પોતાના કરતા મોટી ઉંમરના લોકોના પ્રેમમાં પણ પડી જતા હોય છે. 

fallbacks

ધ સનના એક રિપોર્ટ મુજબ એક યુવતીએ જણાવ્યું છે કે તે પોતાના કરતા 30 વર્ષ મોટા માણસ સાથે સંબંધમાં છે. ગ્લેમર વર્લ્ડ સાથે સંબંધ ધરાવી ચૂકેલી નોવાનું કહેવું છે કે તે પોતાના 63 વર્ષના બોયફ્રેન્ડ સાથે  ખુબ ખુશ છે. તેનો આ સંબંધ ફક્ત તેને ખુશી જ આપે છે એવું નથી પરંતુ તેમાં રહીને તે ઘણું બધુ શીખી  પણ રહી છે. 

29 વર્ષની યુવતીનો 63 વર્ષનો પ્રેમી
29 વર્ષની યુવતી નોવા (Nova Hawthorne)  અને તેનો પ્રેમી જેમ્સ કે જેની ઉંમર 63 વર્ષની છે અને નોવા કરતા 34 વર્ષ મોટો છે તેમની મુલાકાત ઓનલાઈન થઈ હતી. છેલ્લા 5 વર્ષથી તેમનો સંબંધ ટકાટક ચાલે છે. ઓસ્ટ્રેલિયાના મેલબર્નની રહીશ નોવા મોડલ છે અને તેનું કહેવું છે કે તેને આ સંબંધ ખુબ સારો લાગે છે કારણ કે જેમ્સ તેની ઉપર ભેટોનો વરસાદ કરી નાખે છે અને  તેને ખુબ જ સ્પેશિયલ ફીલ કરાવે છે. બંનેની ઉંમરમાં ગેપ હોવાના કારણે તેમનામાં ઘણી  ચીજો અલગ છે કારણ કે બંને જીવનના અલગ અલગ પડાવ પર છે. 

ઘણું બધુ શીખી
નોવાનું કહેવું છે કે પોતાના કરતા મોટી ઉંમરના માણસને ડેટ કરવાના ઘણા ફાયદા છે. તે સરખે સરખી ઉંમરના યુવકોની જેમ પરેશાન થતા થી ઉલ્ટું ખુબ શાંત અને બુદ્ધિશાળી હોય છે. તેમની પાસે અનુભવ વધુ હોવાના કારણે તેઓ ચોખ્ખી ચટ વાત કરે છે અને સફળ વ્યવસાયી હોવાના કારણે તેમની પાસેથી બિઝનેસ સ્કીલ પણ શીખી શકાય છે. નોવાનું કહેવું છે કે તેમના સંબંધમાં જ્ઞાન એક મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. તે કરિયર બનાવવાના પડાવ પર છે જ્યારે જેમ્સ તેમની કરિયરમાં ઠરીઠામ થઈ ચૂક્યા છે. આવામાં તેમનો અનુભવ તેને બિઝનેસ સેટ કરવામાં મદદ કરે છે. નોવાનું કહેવું છે કે તેઓ એકબીજાની સાથે જીવન એન્જોય પણ કરે છે અને એકબીજાને સપોર્ટ પણ કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More