નવી દિલ્હી: સોશિયલ મીડિયા (Social Media) પર નાના બાળકોના વીડિયો (Kids Video) ઘણાં વાયરલ થઈ રહ્યા છે. તેમની ક્યૂટ હરકતો દરેકના દિલ જીતી લે છે. સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર (Twitter) પર આવો જ એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેમાં એક નાની બાળખી જીવનનો સૌથી મોટો મંત્ર (Life Mantra) શેર કરી રહી છે.
હેલ્થ ફિટ તો લાઈફ ફિટ
આપણા ઘરના વડીલો અને ડોક્ટર હંમેશા કહેતા હોય છે કે, સ્વાસ્થ્ય જ દુનિયાનો સૌથી મોટો ખજાનો (Health Is Wealth) છે. એક નાની બાળખીએ તેને પોતાનો જીવન મંત્ર (Life Mantra) બનાવી લીધો છે. એક વીડિયામાં તેણે જીવનની સૌથી મોટી સલાહ આપી છે. આ વીડિયોને આઇપીએસ અધિકારી દીપાંશુ કાબરાએ (IPS Officer Dipanshu Kabra) સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર (Twitter) પર શરે કર્યો છે.
#NoteToSelf.
बच्ची के साथ ज़रूर दोहराएं. साथ ही हर रोज़ सुबह और रात में खुद से ये बात जरूर कहें. pic.twitter.com/HUQPb8hCKm— Dipanshu Kabra (@ipskabra) March 4, 2021
દીપાંશુ કાબરાએ કેપ્શનમાં લખ્યું- બાળખી સાથે જરૂરથી પુનરાવર્તન કરો. સાથે જ દરરોજ સવારે અને રાત્રે પોતાને આ વાત જરૂરથી કહો.
આ પણ વાંચો:- આયશાનો અંતિમ પત્ર: My Love Aruu, મેં તને ક્યારેય દગો આપ્યો નથી...
બાળકીએ સમજાવ્યો જીવનનો મંત્ર
માત્ર 24 સેકન્ડના આ વાયરલ વીડિયોમાં (Viral Video) બાળકી હેલ્ધી રહેવા માટે પોતાને કેટલા વચનો (Note To Self) કરી રહી છે. સ્વસ્થ રહેવા માટે આપણે બધાએ સવારે સાંજે પોતાને આ શીખ જરૂર આપવી જોઇએ. બાળકીએ માથું ઝુકાવી પોતાને વચન આપ્યું કે, હું સકારાત્મક રીતે પોતાનો વિકાસ કરીશ (Positive Development). હું દરેક એવી વસ્તુને નજર અંદાજ કરીશ, જેનાથી મારી મેન્ટલ ગ્રોથ (Mental Growth) અથવા ફિઝિકલ હેલ્થ (Physical Health) પર અસર પડી શકે છે. રેડી, સ્ટેન્ડ, ગો.
આ પણ વાંચો:- રંગીલું રાજકોટ ફરી એક વખત બન્યું રક્તરંજિત, બે દિવસમાં બે હત્યા; બંનેનો પ્રકાર એક સરખો જ
યૂઝર્સને પંસદ આવ્યો બાળકીનો સંકલ્પ
સોશિયલ મીડિયા પર આ વીડિયોને લગભગ 3 હજાર લોકો જોઈ ચૂક્યા છે. તમામ લોકો બાળકીના આ સંકલ્પ અને જીવન પ્રત્યેનું વલણ ખૂબ ગમ્યું છે. આપણે બધાએ બાળકી પાસેથી શીખ લેતા પોતાના જીવનમાં આ ગાઢ મંત્રને જરૂરથી ઉતારવો જોઇએ। તેનાથી જીવન ખુબજ સરળ થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે