Home> World
Advertisement
Prev
Next

વાયરલ VIDEO: પુત્રીએ કર્યો એવો ડાન્સ, જોઈને માતા સ્તબ્ધ, ચપ્પલથી અધમૂઈ કરી નાખી

વાયરલ VIDEO: પુત્રીએ કર્યો એવો ડાન્સ, જોઈને માતા સ્તબ્ધ, ચપ્પલથી અધમૂઈ કરી નાખી

સોશિયલ મીડિયા આજકાલ એક એવું માધ્યમ બની ગયું છે કે લોકો તેના ઉપર પોતાની ટેલેન્ટ બતાવવા માટે વીડિયો અપલોડ કરી નાખે છે. આમ તો સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના ડાન્સ વીડિયો અપલોડ કરેલા જોવા મળશે. પરંતુ હાલ એક એવો વીડિયો વાઈરલ થયો છે જેમાં બે છોકરીઓ ડાન્સ કરે છે પરંતુ અચાનક છોકરીઓની  માતા બારણું ખોલીને આવી જાય છે અને છોકરીને ઢોર માર મારે છે. કમરામાં બે છોકરીઓ ડાન્સ કરે છે અને અન્ય એક છોકરી તેને રેકોર્ડ કરી રહી છે. 

fallbacks

પુત્રીઓના  ડાન્સ સ્ટેપ્સથી માતા ખુબ નારાજ થાય છે અને ચપ્પલોથી પીટાઈનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થયો છે. કહેવાય છે કે આ વાઈરલ વીડિયો સ્પેનનો છે. હાથમાં બાસ્કેટ લઈને મા જેવી રૂમમાં દાખલ થાય છે કે પુત્રીઓની પિટાઈ શરૂ કરી દે છે. 

સોશિયલ મીડિયા પર આ વીડિયો કોણે વાઈરલ કર્યો છે તે જાણવા મળ્યું નથી. એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આ છોકરીઓએ જ વીડિયો અપલોડ કર્યો છે અને ત્યારબાદ વાઈરલ થઈ ગયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More