Home> World
Advertisement
Prev
Next

રશિયાથી આવ્યા મહત્વના સમાચાર, વ્લાદિમિર પુતિન છોડી શકે છે રાષ્ટ્રપતિ પદ, જાણો કારણ

સમગ્ર દુનિયાની નજર હાલ અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી પર છે. જો બાઈડેનની જીત ભલે નક્કી લાગતી હોય પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ હજુ પણ દાવા કરી રહ્યા છે કે અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ તેઓ હશે. આ બધા વચ્ચે રશિયાથી મોટા સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન ( Vladimeer putin) પદ છોડવાનું મન બનાવી રહ્યા છે. પુતિન આગામી વર્ષની શરૂઆતમાં રાષ્ટ્રપતિ પદની ખુરશી છોડી શકે છે. 

રશિયાથી આવ્યા મહત્વના સમાચાર, વ્લાદિમિર પુતિન છોડી શકે છે રાષ્ટ્રપતિ પદ, જાણો કારણ

નવી દિલ્હી: સમગ્ર દુનિયાની નજર હાલ અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી પર છે. જો બાઈડેનની જીત ભલે નક્કી લાગતી હોય પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ હજુ પણ દાવા કરી રહ્યા છે કે અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ તેઓ હશે. આ બધા વચ્ચે રશિયાથી મોટા સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન ( Vladimeer putin) પદ છોડવાનું મન બનાવી રહ્યા છે. પુતિન આગામી વર્ષની શરૂઆતમાં રાષ્ટ્રપતિ પદની ખુરશી છોડી શકે છે. 

fallbacks

બીમારીના કારણે રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપે તેવી અટકળો
અત્રે જણાવવાનું કે છેલ્લા લગભગ 20 વર્ષથી રશિયાની સત્તા ભોગવી રહેલા રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન આગામી વર્ષની શરૂઆતમાં પોતાના પદેથી રાજીનામું આપી શકે છે. સૂત્રોએ દાવો કર્યો છે કે પુતિનને રાજીનામું આપવાની અપીલ તેમની ગર્લફ્રેન્ડ જિમનાસ્ટ અલીના કબાઈવા અને તેમની બે પુત્રીઓએ કરી છે. રિપોર્ટ્સ મુજબ પુતિન Parkinson's Disease થી પીડાય છે અને હાલમાં આવેલી તસવીરો બાદ પુતિનની બીમારીની અટકળો વધુ તેજ થઈ છે. 

US Elections Result: ટ્રમ્પે ફરી જીતનો કર્યો દાવો, કહ્યું- illegal votes થી જીત ચોરી કરવાની કોશિશ

વ્લાદિમિર પુતિનની રાજકીય કારકિર્દી
અત્રે જણાવવાનું કે વ્લાદિમિર પુતિન 7 મે 2012થી રશિયાના રાષ્ટ્રપતિ છે અને 2018માં થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 75 ટકામ મેળવ્યા બાદ આગામી કાર્યકાળ માટે ચૂંટાઈ આવ્યા છે. આ અગાઉ પુતિન વર્ષ 2000થી 2008 સુધી રશિયાના રાષ્ટ્રપતિ તથા 1999થી 2000 અને 2008થી 2012 સુધી રશિયાના પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે. પોતાના પ્રધાનમંત્રી કાર્યકાળ દરમિયાન પુતિન રશિયાની સંયુક્ત રશિયા પાર્ટીના અધ્યક્ષ પણ હતા. 

આ અમેરિકી શહેરના મેયર ખુબ ચર્ચામાં, તેમના વિશે જાણીને બાઈડેન-ટ્રમ્પને પણ ભૂલી જશો

Parkinson's Disease થી પીડાય છે પુતિન
અત્રે જણાવવાનું કે રશિયાના રાષ્ટ્રપતિ પાર્કિન્સન્સ બીમારીથી પીડાય છે. તેમને ખુબ શારીરિક યાતનાઓ સહન કરવી પડે છે. પાર્કિન્સન્સ બીમારી એક એવો રોગ છે જેમાં માનવ શરીરમાં ધ્રુજારી, કઠોરતા, ચાલવામાં મુશ્કેલી, સંતુલન અને તાલમેળ વગેરેની સમસ્યાઓ થાય છે. પાર્કિન્સન્સ રોગની શરૂઆત સામાન્ય બીમારીની જેમ જ થાય છે, જે થોડા સમય બાદ ગંભીર રૂપ ધારણ કરી લે છે. તેના લક્ષણો કે સંકેત અલગ અલગ લોકોમાં અલગ અલગ હોઈ શકે છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More