Putin rushes off stage to take Trump call: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનનો એક વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. જ્યાં તેઓ એક મોટી પબ્લિક ઈવેન્ટમાં બેઠા હતા અને ત્યારે અચાનક તેમના મોબાઈલ ફોનની ઘંટડી વાગે છે. જેવું તેમને ફોન કરનારાનું નામ ખબર પડે છે કે તેઓ ઈવેન્ટને અધવચ્ચે છોડીને વાત કરવા જતા રહે છે. ત્યારબાદથી તેમનો આ વીડિયો ખુબ વાયરલ છે. જુઓ પહેલા તો આ વીડિયો.
પુતિન પાસે શક્તિશાળી વ્યક્તિનો ફોન
ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા એક રિપોર્ટ મુજબ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને એક મોટી ઈવેન્ટને અધવચ્ચે છોડીને જેમનો ફોન ઉઠાવ્યો હતો તે બીજુ કોઈ નહીં પરંતુ દુનિયાના સૌથી શક્તિશાળી ગણાતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હતા. પુતિનને ડર તો કે ટ્રમ્પને રાહ જોવડાવવી યોગ્ય નહીં હોય. તેમના મનમાં એવું હતું કે જો અત્યારે વાત નહીં થાય અને ફોનને રાહ જોવડાવી તો ટ્રમ્પ નારાજ થઈ શકે છે.
Putin rushes to talk to Trump, lest he gets offended for being made to wait https://t.co/3X1RCI82eG pic.twitter.com/Vx0CZEeOye
— RT (@RT_com) July 3, 2025
ફોન પર શું વાત થઈ
ત્યારે પુતિને ઈવેન્ટ છોડતી વખતે કહ્યું કે, મને માફ કરો, ટ્રમ્પને રાહ જોવડાવવી યોગ્ય નથી. તેઓ નારાજ થઈ શકે છે. આ શબ્દો જ દર્શાવે છે કે પુતિન માટે ટ્રમ્પનો સંબંધ કેટલો જરૂરી છે. પુતિને એમ પણ કહ્યું કે તેઓ ટ્રમ્પ સાથે વધુ વાત કરવા માંગતા હતા. પરંતુ હાલાતે મજબૂર કર્યા. ક્રેમલિનના જણાવ્યાં મુજબ બંને નેતાઓની વાતચીતમાં રશિયાએ સ્પષ્ટ કર્યું કે તેઓ યુક્રેનમાં પોતાના લક્ષ્યોથી પાછળ નહીં હટે. ક્રેમલિના અધિકારી યુરી ઉશાકે કહ્યું કે, રશિયા પોતાના હેતુઓ પૂરા કરીને રહેશે. અમે યુક્રેનની હાલની સ્થિતિના મૂળિયા ખતમ કરવા માંગીએ છીએ.
ટ્રમ્પે શું કહ્યું
ટ્રમ્પે આ મામલે જણાવ્યું કે અમે લાંબી વાતચીત કરી. યુક્રેનના યુદ્ધ અને ઈરાન જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ. પરંતુ તેઓ એ વાતથી ખુશ નહતા કારણ કે યુક્રેનમાં શાંતિ સમજૂતિ પર કોઈ પ્રગતિ થઈ શકી નહીં. ટ્રમ્પે કહ્યું કે, "હું એ વાતથી નાખુશ છું. આજે પુતિનની સાથે કોઈ પરિણામ નીકળ્યું નહીં."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે