Home> World
Advertisement
Prev
Next

યૂક્રેન બાદ હવે યૂરોપ પર હાવી થવાનો પ્લાન! રશિયાએ ફિનલેન્ડ-સ્વીડનને આપી ધમકી

યુક્રેન પર હુમલો કર્યા બાદ હવે રશિયા યુરોપ પર વર્ચસ્વ જમાવવાની યોજના બનાવી રહ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફિનલેન્ડ અને સ્વીડનને ધમકી આપી છે. તમને જણાવી દઈએ કે જે રીતે યુક્રેનમાં રશિયાની આક્રમકતા વધી રહી છે, તે જ રીતે રશિયા અન્ય દેશો પર પોતાનો પગ જમાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

યૂક્રેન બાદ હવે યૂરોપ પર હાવી થવાનો પ્લાન! રશિયાએ ફિનલેન્ડ-સ્વીડનને આપી ધમકી

મોસ્કોઃ યુક્રેન પર હુમલો કર્યા બાદ હવે રશિયા યુરોપ પર વર્ચસ્વ જમાવવાની યોજના બનાવી રહ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફિનલેન્ડ અને સ્વીડનને ધમકી આપી છે. તમને જણાવી દઈએ કે જે રીતે યુક્રેનમાં રશિયાની આક્રમકતા વધી રહી છે, તે જ રીતે રશિયા અન્ય દેશો પર પોતાનો પગ જમાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. હવે રશિયાના વ્લાદિમીર પુતિને સ્વીડન અને ફિનલેન્ડને ધમકી આપતાં કહ્યું છે કે જો તે નાટોમાં જોડાશે તો તેને ખૂબ જ ભયાનક પરિણામ ચુકવવા પડશે.

fallbacks

યુક્રેનમાં આક્રમણ વધુ તીવ્ર થતાં મોકલી ધમકી
ધ મિરરના અહેવાલ મુજબ, રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવા કહે છે કે નાટોમાં જોડાવાના તેમના નજીકના આર્કટિક પડોશીઓ માટે ગંભીર પરિણામો આવશે. તમને જણાવી દઈએ કે યુક્રેન પર રશિયાનું આક્રમણ વધી રહ્યું છે ત્યારે રાષ્ટ્રપતિ પુતિને આ ચેતવણી આપી છે. આ બંને દેશોની સરહદ રશિયા સાથે મળે છે.

Russia-Ukraine War Live Updates: રશિયાના અલ્ટીમેટમ આગળ ઝૂક્યું યૂક્રેન, વાતચીત માટે થયું સહમત

ફિનલેન્ડ અને સ્વીડને ભોગવવા પડશે રાજકીય પરિણામો
ઝખારોવાએ કહ્યું "ફિનલેન્ડ અને સ્વીડન નાટોમાં જોડાવાના હાનિકારક પરિણામો આવી શકે છે. અને કેટલાક લશ્કરી અને રાજકીય પરિણામોનો સામનો કરવો પડી શકે છે."

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે ચોથો દિવસ
તમને જણાવી દઈએ કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે ચોથો દિવસ છે. રશિયન સૈનિકોએ યુક્રેનની રાજધાની કિવ પર હુમલો કર્યો છે. કિવમાં વિસ્ફોટ અને ગોળીબારની ઘણી ઘટનાઓ બની હતી. યુક્રેનની મદદ માટે અમેરિકા, બ્રિટન સહિત 28 દેશો આગળ આવ્યા છે. આ સિવાય જર્મનીએ યુક્રેનને એક હજાર એન્ટી ટેન્ક અને 500 સ્ટિંગર સરફેસ ટુ એર મિસાઈલ આપવાનો નિર્ણય કર્યો છે.

ઝેલેન્સકીએ ભારતના વડા પ્રધાન મોદી સાથે કરી વાત
શનિવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી. ભારતે શાંતિ સ્થાપવા માટે શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More