Home> World
Advertisement
Prev
Next

Islam in Fifa World Cup : ફીફા વિશ્વકપ કે ઇસ્લામનો પ્રચાર-પ્રસાર? દોહામાં ફ્રાન્સનો નાસ્તિક બન્યો મુસલમાન, જુઓ ધર્માંતરણનો વીડિયો

Islam Conversion in Fifa World Cup : ફીફા વિશ્વકપની શરૂઆત પહેલા કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે કતારે મિશન દવાહ માટે ઝાકિર નાઇકે દેશ આવવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતના વિરોધ બાદ કતારે સ્પષ્ટતા કરતા આ સમાચારોને નકારી દીધા હતા. 

Islam in Fifa World Cup : ફીફા વિશ્વકપ કે ઇસ્લામનો પ્રચાર-પ્રસાર? દોહામાં ફ્રાન્સનો નાસ્તિક બન્યો મુસલમાન, જુઓ ધર્માંતરણનો વીડિયો

દોહાઃ  ફ્રેન્ચના પૂર્વ નાસ્તિક નિકોલસ પોલ જેગરે તાજેતરમાં કતારમાં ઇસ્લામ ધર્મ સ્વીકારી લીધો છે. છેલ્લા એક મહિનામાં દોહામાં મોટી સંખ્યામાં મહેમાનોએ આ પગલું ભર્યું છે. કુવૈતી ઉપદેશક મોહમ્મદ અલ અવદીએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં જેગર દોહાના સોક વકીફ માર્કેટમાં ભીડને ઈસ્લામિક શપથ 'શહાદા'નું પુનરાવર્તન કરતો જોવા મળે છે. તાજેતરમાં કતારમાં ફિફા વર્લ્ડ કપ 2022નું સમાપન થયું છે. આ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે વિશ્વભરમાંથી ચાહકો ખાડી દેશોમાં પહોંચ્યા હતા. કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે કતારે વિવાદાસ્પદ ઉપદેશક અને ભાગેડુ ઝાકિર નાઈકને ફીફાની આડમાં ઈસ્લામ ફેલાવવા આમંત્રણ આપ્યું હતું.

fallbacks

દોહા ન્યૂઝના સમાચાર અનુસાર નવા મુસ્લિમ બનેલા જૈગર તરફથી બોલતા અલ અવદીએ કહ્યુ કે, તેમણે (જૈગરે) ઇસ્લામ પર રિસર્ચ કરવામાં ઘણો સમય પસાર કર્યો છે અને ઇસ્લામમાં પરિવર્તિત થવા માટે મુસ્લિમ સ્કોલરની પાસે જવા ઈચ્છતો હતો. વીડિયોમાં જૈગરની બાજુમાં બેઠેલા અવદીએ કહ્યું- તેણે પોતાના ઇસ્લામની જાહેરાત કરી પોતાની કતારની યાત્રા પૂરી કરી છે. તમે શાંતિથિ રહો અને અમે સંપર્કમાં રહીશું. 

વિશ્વકપની આડમાં ધર્માંતરણનો ખેલ?
વીડિયોના છેલ્લા ભાગમાં, જેગરને કેટલાય લોકોને ગળે લગાવતા જોઈ શકાય છે જેઓ તેને ઈસ્લામમાં આવકારતા હતા. ફુટબોલ વર્લ્ડ કપની યજમાની કરનાર કતાર પહેલો આરબ અને મુસ્લિમ દેશ છે, જ્યાં વિશ્વભરમાંથી લાખો દર્શકો પહોંચ્યા હતા. કતાર પર ટૂર્નામેન્ટમાં આવતા પ્રશંસકોનો ઉપયોગ ઈસ્લામનો પ્રચાર કરવા માટે કરવાનો આરોપ હતો. કતારના કેટલાક મુસ્લિમ નેતાઓએ પણ ફુટબોલ ચાહકોને ઇસ્લામમાં પરિવર્તિત કરવાના પ્રયાસો કરવા હાકલ કરી હતી.

આ પણ વાંચોઃ માતાને ગર્ભવતી થવાની જરૂર નહી પડે, 'કૃત્રિમ ગર્ભ' દ્વારા બાળક થશે પેદા

કતારે કર્યું ઝાકિર નાઇકનું ભવ્ય સ્વાગત
ફીફા વિશ્વકપ દરમિયાન કતારે ભાગેડૂ ઇસ્લામિક ઉપદેશક ઝાકિર નાઇકનું પણ ભવ્ય સ્વાગત કર્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં ઝાકિર નાઇક અને તેના પુત્ર શેખ ફરિક નાઇકના ફોટાને કતારના લુસૈલ શહેર સ્થિત ટૂ ટાવર પર જોઈ શકાય છે. ભારતે વિરોધ વ્યક્ત કર્યો તો કતારે સ્પષ્ટતા કરી હતી કે ઝાકિરને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. મલેશિયામાં શરણ લીધેલ ઝાકિર બિન-મુસ્લિમો વિરુદ્ધ ઝેર ઓકવા અને લોકોનું બ્રેનવોશ કરવા માટે જાણીતો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More