Home> World
Advertisement
Prev
Next

હિજાબના વિરોધમાં અભિનેત્રીએ ઉતાર્યા કપડાં, સોશિયલ મીડિયામાં શેર કર્યો વીડિયો

Elnaaz Norouzi: ઈરાનમાં 22 વર્ષની મહસા અમીનીના મોત બાદ હિજાબ વિરોધનો વંટોળ ગામડે ગામડે અને શહેરોમાં પહોંચ્યો છે. હવે ઈરાની અભિનેત્રી પણ આ હિજાબ વિરોધી પ્રદર્શનમાં જોડાઈ છે. હિજાબનો વિરોધ જતાવવા માટે તેણે જે અંદાજમાં સોશિયલ મીડિયામાં વીડિયો શેર કર્યો છે તે ચર્ચાનો વિષય બન્યો છે. જાણો શું છે મામલો. 

હિજાબના વિરોધમાં અભિનેત્રીએ ઉતાર્યા કપડાં, સોશિયલ મીડિયામાં શેર કર્યો વીડિયો

Elnaaz Norouzi: ઈરાનમાં હિજાબ વિરોધી આંદોલન સોશિયલ મીડિયાના માધ્યમથી સમગ્ર દુનિયામાં પહોંચી ગયું છે. ખાસ વાત એ છે કે મહિલાઓ આ આંદોલનનું નેતૃત્વ કરી રહી છે જેમને દુનિયાની મોટી મોટી હસ્તીઓનું સમર્થન મળી રહ્યું છે. હિજાબ વિરોધી પ્રદર્શનના સમર્થનમાં પોતાનો અવાજ ઉઠાવનાર અભિનેત્રી એલનાઝ નોરોજી ફરીથી એકવાર આ આંદોલનમાં જોડાઈ છે. વિરોધ જતાવવા માટેના તેના અનોખા અંદાજને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનું પાત્ર પણ બની છે. એલનાઝ નોરોજીએ મંગળવારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં તે વિરોધ જતાવવા માટે પોતાના કપડાં ઉતારતી જોવા મળી. 

fallbacks

વીડિયોમાં ઈરાની અભિનેત્રી પોતાનો હિજાબ અને બુરખો ઉતારતી જોવા મળી રહી છે. ત્યારબાદ તે અન્ય કપડાં પણ એક પછી એક ઉતારે છે. તેણે વીડિયોના કેપ્શનમાં લખ્યું કે 'દરેક મહિલા, દુનિયામાં ક્યાંય પણ, એ વાતની પરવા કર્યા વગર કે તે ક્યાંથી છે, તેને એ અધિકાર હોવો જોઈએ કે તે જે ઈચ્છે, જ્યારે ઈચ્છે અને જ્યાં ઈચ્છે તે પહેરી શકે. કોઈ પણ પુરુષ કે કોઈ પણ મહિલાને એ અધિકાર નથી કે તે તેને જજ કરે કે પછી તેને બીજા કપડાં પહેરાવા માટે કહે.'

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Elnaaz Norouzi (@iamelnaaz)

એલનાઝ નોરોજીએ લખ્યું છે કે 'દરેકનો પોતાનો એક અલગ દ્રષ્ટિકોણ અને માન્યતા હોય છે અને તેનું સન્માન થવું જોઈએ. લોકતંત્રનો અર્થ હોય છે નિર્ણય લેવાની તાકાત. દરેક મહિલા પાસે પોતાના શરીર અંગે નિર્ણય લેવાની તાકાત હોવી જોઈએ. હું નગ્નતાને પ્રોત્સાહન નથી આપતી, હું 'મારી પસંદની સ્વતંત્રતા'નું સમર્થન કરી રહી છું. ' અત્રે જણાવવાનું કે સપ્ટેમ્બરથી ચાલુ થયેલા વિરોધ પ્રદર્શનમાં આ અગાઉ મહિલાઓ પોતાના વાળ કાપતી અને હિજાબને બાળતી જોવા મળી હતી. 

આ રસપ્રદ Video પણ જુઓ...

શું છે આ સમગ્ર મામલો?
ઈરાનમાં આ વિવાદની શરૂઆત સપ્ટેમ્બરમાં 22 વર્ષની મહસા અમીનીની ધરપકડથી શરૂ થઈ હતી. મોરિલિટી પોલીસે અમીનીને 'હિજાબ યોગ્ય રીતે ન પહેરવા'ના આરોપમાં અટકાયતમાં લીધી હતી. મહસા અમીની પોલીસ મથકમાં બેહોશ થઈ ગઈ હતી અને ત્યારબાદ ત્રણ દિવસ પછી તેનું મોત નિપજ્યું હતું. પોલીસે કહ્યું હતું કે અમીનીનું મોત હાર્ટ એટેકથી થયું હતું તેની સાથે કોઈ પણ પ્રકારની ગેરવર્તણૂંક થઈ નહતી. આ ઘટના બાદ ઈરાનના અનેક શહેરો, કસ્બાઓ, અને ગામડાઓમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More