Home> World
Advertisement
Prev
Next

આખરે એલન મસ્કે એવું તે શું કરી નાખ્યું કે ટ્રમ્પે કડક શબ્દોમાં આપી ચેતવણી, 'તમને.....કોઈ હક નથી'

અમેરિકામાં નવા રાષ્ટ્રપતિ  તરીકે ચૂંટાઈ આવેલા ટ્રમ્પ અને બિલિયોનેર એલન મસ્કની જોડી હાલ ખુબ ચર્ચામાં છે. એવામાં ટ્રમ્પે મસ્કેને એવું તે શું કહી દીધુ અને કયા મુદ્દે તેમણે આ  ચેતવણી આપવી પડી....તમામ વિગતો જાણો. 

આખરે એલન મસ્કે એવું તે શું કરી નાખ્યું કે ટ્રમ્પે કડક શબ્દોમાં આપી ચેતવણી, 'તમને.....કોઈ હક નથી'

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની કેબિનેટને જણાવ્યું છે કે  તેમના બિલિયોનેર સલાહકાર એલન મસ્ક તેમના વિભાગોના 'અધ્યક્ષ' નથી અને તેમને ફેડરલ કર્મચારીઓને કાઢી મૂકવાનો કોઈ હક નથી. પોલીટિકોએ સૂત્રોના હવાલે આ રિપોર્ટ ગુરુવારે આપ્યો છે. રિપોર્ટ મુજબ રિપબ્લિકન નેતાએ એમ પણ કહ્યું કે ટેસ્લાના પ્રમુખ ફક્ત વિભાગોને સલાહ આપવા માટે સશક્ત છે પરંતુ તેઓ કર્મચારીઓ અને નીતિઓ પર એકતરફી નિર્ણય લેવા માટે અધિકૃત નથી. પોલિટિકોના રિપોર્ટ મુજબ એલન મસ્ક આ નિર્દેશ સાથે સહમત હતા અને બેઠકમાં ઉપસ્થિત હતા. 

fallbacks

રિપોર્ટ મુજબ એલન મસ્કે ટ્રમ્પની પહેલી કેબિનેટ બેઠકમાં ગત સપ્તાહે ઈબોલા રોકથામ ફંડિંગને ભૂલથી રદ કરવા ઉપર પણ પોતાની ભૂલોનો સ્વીકાર કર્યો. આ ઘટનાક્રમ મસ્ક અને તેમના નવા બનાવવામાં આવેલા ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી (DOGE) સાથે જોડાયેલો છે. જે ફેડરલ કર્મચારીઓની છટણી સહિત ખર્ચા ઘટાડવાના ઉપાયો પર કામ કરી રહ્યું છે. જો કે એલન મસ્કે પોતે સરકારી કર્મચારીઓને કાઢ્યા નથી. તેમને આમ કરવાનો કાનૂની હક નથી, પરંતુ DOGE ના પ્રયત્નોને કારણે મહત્વપૂર્ણ સંસ્થામાં છટણી અને રાજીનામા પડ્યા છે. 

રિપોર્ટ મુજબ 20,000 થી વધુ કર્મચારીઓને કાઢી મૂકાયા છે. જ્યારે 75,000 એ સ્વૈચ્છિક રીતે નીકળવાનો પ્રસ્તાવ સ્વીકાર્યો છે. આ છટણીઓની મુખ્ય રીતે અસર એવા કર્મચારીઓ પર પડી છે જે પ્રોબેશનરી સ્થિતિમાં હતા. તેમની પાસે નાગરિક સેવા સંરક્ષણ ઓછું હોય છે. જેનાથી તેમને હટાવવા સરળ હોય છે. આ છટણીઓની અસર અનેક એજન્સીઓ પર પડી છે. જેમાં આંતરિક રાજસ્વ સેવા (IRS), ઉર્જા મંત્રાલય, યુનાઈટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ વેટરન્સ અફેર્સ અને અન્ય સામેલ છે. 

પોલિટિકોએ લખ્યું છે કે  રાષ્ટ્રપતિનો આ સંદેશ એલન મસ્કના આદેશને મર્યાદિત કરવા તરફ પહેલું મહત્વપૂર્ણ પગલું છે. ટ્રમ્પના નવા આદેશ મુજબ DOGE અને તેના કર્મચારીઓ સલાહકારની ભૂમિકા ભજવશે પરંતુ અંતિમ નિર્ણય કેબિનેટ સચિવોએ લેવાનો રહેશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More