Home> World
Advertisement
Prev
Next

Coronavirus: 10 દેશોએ કડકાઈ વધારી તો WHO આવ્યું એક્શનમાં!, ચીનને ખખડાવીને આપ્યા આ કડક નિર્દેશ

બીજી બાજુ  ચીનનો તો દાવો છે કે તેમનો કોરોના ડેટા પારદર્શક છે. જો કે ભારત-અમેરિકા સહિત અનેક દેશો દ્વારા ચીનથી આવતા મુસાફરો માટે કોરોના તપાસને અનિવાર્ય કરાયા બાદ WHO હરકતમાં આવ્યું. ઓછા પરીક્ષણના કારણે ચીનના અધિકૃત આંકડા અવિશ્વનિય જોવા મળી રહ્યા છે. કોરોનાના દૈનિક કેસોની ગણતરીને લઈને ટીકા થઈ રહી છે.

Coronavirus: 10 દેશોએ કડકાઈ વધારી તો WHO આવ્યું એક્શનમાં!, ચીનને ખખડાવીને આપ્યા આ કડક નિર્દેશ

કોરોના મહામારીના કારણે કથળી રહેલી સ્થિતિ અંગે WHO એ ચીનને આકરા નિર્દેશ આપ્યા છે. WHO એ ચીનને દેશમાં રસીકરણ પર ભાર મૂકવા જણાવ્યું છે. આ સાથે જ ચીની સરકારને કોરોનાના દર્દીઓનો રિયલ ટાઈમ ડેટા પણ શેર કરવાનું કહ્યું છે. વાત જાણે એમ છે કે વિશ્વ આરોગ્ય સંગઠનના અધિકારીઓએ કોરોનાના વધતા કેસ જોતા ચીનનો પ્રવાસ કર્યો અને ત્યાં નેશનલ હેલ્થ કમિશનના અધિકારીઓ સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે ચીનના નેશનલ ડિસિઝ કંટ્રોલ ટીમ સાથે પણ વાતચીત કરી. 

fallbacks

30 ડિસેમ્બરે WHO અને ચીન વચ્ચે કોવિડ 19 કેસમાં હાલ ઉછાળા અંગે એક હાઈ લેવલ મીટિંગ થઈ. જેથી કરીને ચીનમાં કોરોનાની વર્તમાન સ્થિતિ અંગે વધુ જાણકારી મેળવી શકાય અને WHO એક્સપર્ટ્સ તેમને મદદ કરી શકે. આ બેઠકમાં ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ અને રાષ્ટ્રીય રોગ નિયંત્રણ તથા રોકથામ પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓએ WHO ને ચીનની રણનીતિ અને કોવિડ-19 મહામારી માટે લીધેલા પગલાં, વેરિએન્ટની નિગરાણી, રસીકરણ, દેખભાળ, કમ્યુનિકેશન અને અનુસંધાન તથા વિકાસ અંગે જાણકારી આપી.

શું અકસ્માત બાદ લૂંટાઈ ગયો હતો પંતનો સામાન? પોલીસે શું કહ્યું તે ખાસ જાણો

મોદી તો મોદી છે!...માતા હીરાબાના અંતિમ સંસ્કાર થયાની ગણતરીની પળો બાદ કર્યું આ કામ

BY-BY 2022: દેશમાં બનેલી આ પાંચ ઘટનાઓ માટે યાદ રહેશે વર્ષ 2022, તમે પણ જાણો 

WHO એ કહ્યું કે ચીન જેમ બને તેમ જલદી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓના રિયલ ટાઈમ ડેટા નિયમિત રીતે શેર કરે. જેનેટિક સીક્વેન્સિંગ પર ધ્યાન આપે અને રસીકરણ વધારે. આ સાથે જ WHO એ હોસ્પિટલોમાં દાખલ સાધારણ દર્દીઓ, આઈસીયુમાં રહેલા દર્દીઓ અને આ બીમારીથી થતા મોતનો ડેટા શેર કરવાના નિર્દેશ આપ્યા છે. આ ઉપરાંત ખાસ કરીને નબળા લોકો અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોના રસીકરણ ડેટા અને રસીકરણની સ્થિતિ પણ જણાવે. WHO એ હાઈ રિસ્કવાળા લોકો માટે, ગંભીર બીમારીવાળા લોકો અને સતત થઈ રહેલા મોતથી બચવા માટે રસીકરણ અને બુસ્ટર ડોઝના મહત્વને દોહરાવ્યું. 

ચીનનો દાવો તેમનો ડેટા પારદર્શક
બીજી બાજુ  ચીનનો તો દાવો છે કે તેમનો કોરોના ડેટા પારદર્શક છે. જો કે ભારત-અમેરિકા સહિત અનેક દેશો દ્વારા ચીનથી આવતા મુસાફરો માટે કોરોના તપાસને અનિવાર્ય કરાયા બાદ WHO હરકતમાં આવ્યું. ઓછા પરીક્ષણના કારણે ચીનના અધિકૃત આંકડા અવિશ્વનિય જોવા મળી રહ્યા છે. કોરોનાના દૈનિક કેસોની ગણતરીને લઈને ટીકા થઈ રહી છે. બ્રિટન, ફ્રાન્સ, ભારત અને USA સહિત 10 દેશોએ ચીનથી આવતા મુસાફરો માટે કોરોના ટેસ્ટ ફરજિયાત કર્યા છે. અનેક દેશોએ આકરા પગલા લીધા બાદ WHO એચીનને ઝીરો કોવિડ પોલીસી ખતમ થયા બાદ ખતરનાક રીતે વધી રહેલા કોરોના વાયરસના કેસો પર વધુ ડેટા આપવા કહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More