જિનેવાઃ કોરોનાના સંક્રમણ કાળ વચ્ચે ભલે વિશ્વને તેની સારવારની વેક્સિનને લઈને સમાચાર સારા લાગ્યા હોય, પરંતુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એકવાર ફરી તેને લઈને ચેતવણી જાહેર કરી છે. WHOના ચીફ ટ્રેડ્રોસ એડહાનોમે પોતાની ચેતવણીમા કહ્યુ કે, ભલે કોરોનાની કોઈ વેક્સિન બનાવી લેવામાં આવે, પરંતુ તે માત્ર સંપૂર્ણ મહામારીને ખતમ કરી શકશે નહીં.
WHOના ચીફ ટેડ્રોસ એડહાનોમે કહ્યુ કે, ભલે વિશ્વમાં કોઈપણ વેક્સિન બનાવી લેવામાં આવે, પરંતુ તે એકમાત્ર કોરોનાની મહામારીને રોકી શકશે નહીં. ટેડ્રોસે કહ્યુ કે, આપણે વેક્સિન તે બધી રીતોની સાથે ઉપયોગમાં લાવવી પડશે, જેનો ઉપયોગ હાલ થઈ રહ્યો છે. પરંતુ એવું નથી કે વેક્સિનમાં આવ્યા બાદ બધી ટ્રીટમેન્ટ સિસ્ટમને રિપ્લેસ કરી દેવામાં આવે, જેનો અત્યારે ઉપયોગ થઈ રહ્યો છે.
પહેલા હેલ્થ વર્કર્સને આપવામાં આવશે કોવિડની વેક્સિન
ટ્રેડ્રોસ એડહાનોમે કોરોના વેક્સિની સપ્લાઈ ચેન વિશે પણ વાત કરી અને કહ્યુ કે, જો વેક્સિનનું નિર્માણ થાય છે તો શરૂઆતી તબક્કામાં તેને હેલ્થ વર્કર્સોને આપવામાં આવશે. ત્યારબાદ જનસંખ્યાના અન્ય લોકોની પ્રાથમિકતા નક્કી કરવામાં આવશે. તે જરૂર છે કે વેક્સિન આવ્યા બાદ આપણે દુનિયામાં કોરોનાથી થઈ રહેલા મોતના આંકડાને ઓછી કરી શકીશું અને આપણી હેલ્થ સિસ્ટમ સારી થઈ શકશે.
સતત રાખવી પડશે નજરઃ WHO
ટેડ્રોસ એડહાનોમે ચેતવણી આપતા કહ્યુ કે, વેક્સિન આવ્યા છતાં સંક્રમણ ફેલવાની સંભાવના રહેશે. WHO ચીફે કહ્યું કે વેક્સિન આવ્યા બાદ પણ લોકો પર નજર રખાશે, તેના ટેસ્ટ કરવા, લક્ષણ દેખાવા પર તેને આઇસોલેટ કરવાની જરૂર પડશે.
ખુશખબરઃ પ્રથમ સ્વદેશી કોરોના વેક્સિનની થર્ડ ફેઝની ટ્રાયલ શરૂ, હશે સૌથી સસ્તી!
ઘણી વેક્સિન સારવારમાં દેખાઈ રહી છે અસરકારક
મહત્વનું છે કે કોરોના કાળમાં આશરે 8 મહિના પસાર થયા બાદ હવે દુનિયાભરમાં વેક્સિન નિર્માણની દિશામાં સકારાત્મક સંકેત મળવા લાગ્યા છે. સોમવારે બાયોટેક કંપની મોડર્ના તરફથી કહેવામાં આવ્યું કે, કોરોના વિરુદ્ધ તૈયાર કરવામાં આવી રહેલી દવા બીમારીને રોકવામાં 94.5 ટકા અસરકારક છે. આ દાવો ક્લીનિકલ ટ્રાયલના વિશ્લેષણના આધાર પર કરવામાં આવી રહ્યો છે. આ પહેલા ફાઇઝરની વેક્સિને પણ આ મહામારી વિરુદ્ધ 90 ટકાથી વધુ પ્રભાવ દેખાડ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે અમેરિકા ડિસેમ્બર સુધી બે વેક્સિનને આપાતકાલીન મંજૂરી આપી શકે છે. આ સાથે આ વર્ષના અંત (2020ના અંત) સુધી વેક્સિનના 6 કરોડ ડોઝ ઉપલબ્ધ થઈ જશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે