જીનેવા: કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટ(Omicron Variant) નું જોખમ દિન પ્રતિદિન વધી રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) નું કહેવું છે કે આ વેરિએન્ટ ઓછામાં ઓછા 23 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે અને તે અન્ય દેશોમાં પણ પ્રસરે તેવી પૂરેપૂરી આશંકા છે. WHO પ્રમુખ ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયસસ (Tedros Adhanom Ghebreyesus) એ બુધવારે કહ્યું કે ઓમિક્રોન WHO ના છમાંથી પાંચ ક્ષેત્રોના ઓછામાં ઓછા 23 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. તેમણે આશંકા વ્યક્ત કરતા કહ્યું કે ઓમિક્રોન વેરિએન્ટ હજુ વધુ દેશોમાં ફેલાશે.
રસી પણ બિનઅસરકારક સાબિત થઈ રહી છે?
કોરોનાનો ઓમિક્રોન વેરિએન્ટ અચાનક દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. અનેક હેલ્થ એક્સપર્ટે ઓમિક્રોનને ડેલ્ટા વેરિએન્ટ કરતા પણ ઘાતક ગણાવ્યો છે. ઓમિક્રોનના કારણે દુનિયાના અનેક દેશોએ દક્ષિણ આફ્રિકા પ્રવાસને મર્યાદિત કરી દીધો છે. કોવિડનો આ વેરિએન્ટ રસી લગાવી ચૂકેલા લોકો વચ્ચે પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. WHO નું કહેવું છે કે તેનાથી સંક્રમઇ વધવાનું ઉચ્ચ જોખમ છે.
Omicron અંગે ઓછી જાણકારી
દક્ષિણ આફ્રિકાના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર કમ્યુનિકેબલ ડિસીઝ (NICD) ના કાર્યકારી દિગ્દર્શક એડ્રિયન પ્યોરને કહ્યું કે 'અમે વિચાર્યું નહતું કે આ ડેલ્ટા વેરિએન્ટને પાછળ છોડી દેશે. ટ્રાન્સમિશનના મામલે કદાચ તે સ્પેશિયલ વેરિએન્ટ છે.' અત્રે જણાવવાનું કે ઓમિક્રોન અંગે વધુ જાણકારી હાલ નથી જેમ કે તે કેટલો ચેપી છે, શું તે રસીને પણ ચકમો આપી શકે છે કે નહીં?
હાય હાય..પત્ની ભોજનમાં માસિક ધર્મનું લોહી ભેળવી પતિને ખવડાવતી હતી, પછી જે થયું જાણી હચમચી જશો
સાઉદી અરબમાં પણ મળ્યો કેસ
ઓમિક્રોન વેરિએન્ટ સાઉદી અરબમાં પણ પગપેસારો કરી ચૂક્યો છે. ગલ્ફ દેશમાં આ પોતાની રીતે પહેલો કેસ છે. કહેવાય છે કે જે વ્યક્તિમાં ઓમિક્રોનના લક્ષણો જોવા મળ્યા છે તે થોડા દિવસ પહેલા ઉત્તર આફ્રિકાથી પાછો ફર્યો હતો. સંક્રમિત વ્યક્તિને કડક નિગરાણીમાં રાખવામાં આવ્યો છે. તેના સંપર્કમાં આવેલા લોકોને પણ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે