Home> World
Advertisement
Prev
Next

હવે જાગી WHOની ટીમ, એક વર્ષ બાદ વુહાનમાં જઈ કોરોના ઉત્પત્તિની કરશે તપાસ

વિશ્વભરમાં 7 કરોડથી વધુ લોકોને પોતાનો શિકાર બનાવનાર કોરોના વાયરસની ઉત્પત્તિ સંબંધિત તપાસ માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ની ટીમ જાન્યુઆરીમાં ચીનના વુહાન શહેરનો પ્રવાસ કરશે.

હવે જાગી WHOની ટીમ, એક વર્ષ બાદ વુહાનમાં જઈ કોરોના ઉત્પત્તિની કરશે તપાસ

વુહાનઃ વિશ્વભરમાં 7 કરોડથી વધુ લોકોને પોતાનો શિકાર બનાવનાર કોરોના વાયરસની ઉત્પત્તિ સંબંધિત તપાસ માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ની ટીમ જાન્યુઆરીમાં ચીનના વુહાન શહેરનો પ્રવાસ કરશે. 1 વર્ષ બાદ આ વૈશ્વિક મહામારીની તપાસ માટે ડબ્લ્યૂએચઓની ટીમ વુહાન જવા પર અનેક લોકોએ સવાલ ઉઠાવ્યા છે. લોકોને શંકા છે કે આ પ્રવાસથી કોઈ સાર્થક પરિણામ આવશે નહીં. તો ચીને શરૂઆતથી વુહાનથી કોરોનાની ઉત્પત્તિની આશંકાઓને નિરાધાર ગણાવી છે. 

fallbacks

16 લાખ મોત બાદ પણ કોરોનાની ઉત્પત્તિ છે રહસ્ય
ડબ્લ્યૂએચઓના પ્રવક્તા હેડિન હૈલ્ડર્સને જણાવ્યુ કે, આ આંતરરાષ્ટ્રીય મિશનના જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ચીન જવાની આશા છે. અત્યાર સુધી આ ઘાતક વાયરસથી વિશ્વમાં 1,657,062 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે સંક્રમિતોની સંખ્યા 74,613,745 પર પહોંચી ગઈ છે. તેમ છતાં લોકોને ખાતરીપૂર્વક ખ્યાલ નથી કે કોરોના વાયરસનું સંક્રમણ ક્યાંથી ફેલાયું છે. 

ચીનની પસંદના નિષ્ણાંત તપાસમાં થશે સામેલ
ડબ્લ્યૂએચઓ પર આરોપ લાગતા રહ્યા છે કે તે ચીનના ખોળામાં રમી રહ્યું છે. જાણવા મળી રહ્યું છે કે જે ટીમ વુહાનનો પ્રવાસ કરશે, તેની પસંદગી પણ ચીન કરી રહ્યું છે. તે માટે ડબ્લ્યૂએચઓએ નિષ્ણાંતોની એક યાદી ચીનને સોંપી હતી, જેમાં તે લોકોના નામ સામેલ હતા જે આ મામલાની તપાસ કરશે. સંયુક્ત રાષ્ટ્રના આ સંગઠનને હવે ચીનની મંજૂરી મળી ચુકી છે. 

આ પણ વાંચોઃ ફ્રાન્સના રાષ્ટ્રપતિ Emmanuel Macron કોરોનાથી સંક્રમિત, આગામી યાત્રાઓને કરાશે રદ્દ

બે સભ્યોનું દળ પહેલા કરી ચુક્યું છે  પ્રવાસ
ડબ્લ્યૂએચઓના નિર્ણય લેનાર એકમ વર્લ્ડ હેલ્થ એસેમ્બલીએ મેમાં પોતાના વાર્ષિક સંમેલનમાં વાયરસની ઉત્પત્તિની તપાસ કરવાના પ્રસ્તાવને સર્વસંમત્તિથી પસાર કર્યો હતો. ચીને પણ આ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. આ એકમનું અધ્યક્ષ વર્તમાનમાં ભારત છે. ડબ્લ્યૂએચઓના બે સભ્યોએ ઓગસ્ટમાં ચીનનો પ્રવાસ કર્યો હતો અને કોવિડ-19ના સ્ત્રોતની જાણકારી મેળવવા સંબંધિત પાયાનું કાર્ય પૂરુ કર્યું હતું. 

WHO પર તપાસ માટે વધ્યો દબાવ
રિપોર્ટ પ્રમાણે સોમવારની બેઠકમાં અમેરિકા, યૂરોપિય સંઘ, ઓસ્ટ્રેલિયાના પ્રતિનિધિઓએ WHOને આહ્વાન કર્યું કે, ટીમને મોકલવામાં આવે અને મિશન વિશે વધુ જાણકારી આપવામાં આવે. માહિતીમાં તે પણ કહેવામાં આવ્યું કે WHO સભ્ય દેશની મંજૂરી વગર કોઈ દળને તેને ત્યાં ન મોકલી શકે. 

આ પણ વાંચોઃ ભારત પર વારંવાર પરમાણુ બોમ્બ ઝીંકવાની ધમકી આપતા પાકિસ્તાનના મંત્રી પર ફૂટ્યો 'સેક્સ બોમ્બ'

તપાસ પહેલા ચીને વુહાન થિયરીને નકારી
WHOની તપાસ પહેલા ચીને દાવો કર્યો કે, વુહાનમાં કોવિડ-19નો પ્રથમ મામલો આવવાનો તે અર્થ નથઈ કે સંક્રમણની શરૂઆત ચીનના આ શહેરથી થઈ છે. હાલમાં ચીન સરકારના નિયંત્રણ વાળી ઘણીમીડિયા સંસ્થાઓએ આવા સમાચારો પ્રસારિત કર્યા જેમાં કહેવામાં આવ્યું કે વિદેશથી આયાત ખાદ્ય સામગ્રીના પેકેટ પર કોરના વાયરસ મળ્યો. ચીને દાવો કર્યો હતો કે ભારતથી આવેલ સમુદ્રી માછલીના પેકેટ પર કોરોના વાયરસ મળ્યો.  આરોપ લગાવવામાં આવ્યો કે, વિદેશથી આવેલા આ પેકેટો દ્વારા લગભગ વાયરસ ચીન આવ્યો હતો. 

ચીને જણાવ્યો જટિલ વૈજ્ઞાનિક મુદ્દો
ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને કહ્યુ કે, ચીનમાં સંક્રમણનો પ્રથમ મામલો આવ્યો પરંતુ તેનો તે મતલબ નથી કે કોરોના વાયરસની શરૂઆત ચીનથી થઈ છે. તેથી અમારૂ માનવું છે કે વાયરનસી શરૂઆત ક્યાંથી થઈ, તે એક જટિલ વૈજ્ઞાનિક મુદ્દો છે, જેના માટે વિશ્વભરના વૈજ્ઞાનિક સમૂહે સહયોગ કરવો જોઈએ. આમ કરીને આપણે ભવિષ્યના જોખમોને ઘટાડી શકીએ, કારણ કે સંક્રમણના પ્રારંભની જાણકારી મેળવવી જટિલ પ્રક્રિયા છે અને તેમાં ઘણા દેશોએ સામેલ થવું પડશે. 
 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More