Home> World
Advertisement
Prev
Next

ડોનાલ્ડ ટ્રમ્પે માર્ક એસ્પરને ડિફેન્સ સેક્રેટરી પદેથી હટાવ્યા, ક્રિસ્ટોફર મિલરને સોંપી કમાન


સૂત્રો પ્રમાણે અમેરિકીમાં રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને એસ્પર પહેલાથી જ રાજીનામુ આપવા કે પછી બરતરફ થવા માટે તૈયાર હતા. ખાસ કરીને જો ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીતી ગયા હોત તો.
 

ડોનાલ્ડ ટ્રમ્પે માર્ક એસ્પરને ડિફેન્સ સેક્રેટરી પદેથી હટાવ્યા, ક્રિસ્ટોફર મિલરને સોંપી કમાન

વોશિંગટનઃ ઘણા દિવસથી ચાલી આવતા મતભેદો બાદ અમરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશના ડિફેન્સ સેક્રેટરી માર્ક એસ્પરને બરતરફ કરી દીધા છે. તેમણે તેના સ્થાને ક્રિસ્ટોફર મિલરને આ પદની જવાબદારી આપી છે. ટ્રમ્પે એક ટ્વીટ દ્વારા તેની સત્તાવાર જાહેરાત કરી છે. 

fallbacks

ટ્રમ્પે ટ્વીટમા લખ્યુ છે, મને તે જાહેરાત કરતા ખુશી થઈ રહી છે કે ક્રિસ્ટોફર સી મિલર, રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી કેન્દ્રના ઉચ્ચ સન્માનિત ડાયરેક્ટરને તત્કાલ પ્રભાવથી અંતરિમ ડિફેન્સ સેક્રેટરી બનાવવામાં આવશે. ક્રિસ સારૂ કામ કરશે. માર્કનો તેની સેવાઓ આપવા માટે આભાર. 

સૂત્રો પ્રમાણે અમેરિકીમાં રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને એસ્પર પહેલાથી જ રાજીનામુ આપવા કે પછી બરતરફ થવા માટે તૈયાર હતા. ખાસ કરીને જો ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીતી ગયા હોત તો. પરંતુ પેન્ટાગને આ મામલામાં હાલ કોઈ ટિપ્પણી કરી નથી. 

જાણવા મળી રહ્યું છે કે ટ્રમ્પ એસ્પરથી નાખુશ હતા. એસ્ટર રાજીનામુ આપવાની તૈયારીમાં હતા. જૂનમાં લાફેટ પાર્કમાં પ્રદર્શનકારીઓને હટાવવા માટે ટીયર ગેસના સેલ અને અન્ય બળ પ્રયોગ કરીને આ વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો.એસ્રપે આ ઘટનાને લઈને ટ્રમ્પ સાથે અંતર જાળવવાનું શરૂ કરી દીધુ હતું. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More