Home> World
Advertisement
Prev
Next

શું ભારત પર બાઈડન લગાવશે આકરા પ્રતિબંધ? અમેરિકામાં વિદેશમંત્રી જયશંકરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે....

એસ. જયશંકરે બુધવારે સ્પષ્ટ રૂપથી જણાવ્યું છે કે, જો રશિયા પાસેથી મિસાઈલ સિસ્ટમ ખરીદવાને લઈને અમેરિકા ભારત પર CAATSA કાયદા હેઠળ પ્રતિબંધ લગાવવા માંગતું હોય તો લગાવી શકે છે, પરંતુ ભારતને પોતાની સુરક્ષાની પરવાહ છે.

શું ભારત પર બાઈડન લગાવશે આકરા પ્રતિબંધ? અમેરિકામાં વિદેશમંત્રી જયશંકરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે....

નવી દિલ્હી: રશિયા પર ભારતનe વલણને લઈને ઘણા મુદ્દા પર વધતા અમેરિકી દબાણની વચ્ચે પણ ભારત પીછેહટ કરવા તૈયાર નથી. રશિયા પાસેથી એસ-400 મિસાઈલ સિસ્ટમની ખરીદીને લઈને ભારત પર સતત અમેરિકી પ્રતિબંધોનો ખતરો મંડરાઈ રહ્યો છે પરંતુ ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે કોઈ પણ પ્રકારના પ્રતિબંધની પરવાહ કર્યા વિના પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરશે. વિદેશ મંત્રી એસ જયશંકરે આ મુદ્દે એક મોટું નિવેદન આપ્યું છે.

fallbacks

એસ. જયશંકરે બુધવારે સ્પષ્ટ રૂપથી જણાવ્યું છે કે, જો રશિયા પાસેથી મિસાઈલ સિસ્ટમ ખરીદવાને લઈને અમેરિકા ભારત પર CAATSA કાયદા હેઠળ પ્રતિબંધ લગાવવા માંગતું હોય તો લગાવી શકે છે, પરંતુ ભારતને પોતાની સુરક્ષાની પરવાહ છે. CAATSA અમેરિકાનો એક કાયદો છે જેના હેઠળ તે રશિયા પાસેથી મહત્વપૂર્ણ  સંરક્ષણ સોદા કરનાર દેશો પર પ્રતિબંધ લગાવે છે. ભારતે જ્યારે રશિયા પાસેથી એસ-400 મિસાઈલ સિસ્ટમનો સોદો કર્યો ત્યારે અમેરિકા તરફથી એવા સંકેત મળ્યા હતા કે અમેરિકા ભારત પર આ કાયદાનો ઉપયોગ કરી શકે છે પરંતુ અમેરિકાએ તે સમયે કોઈ પ્રતિબંધ લગાવ્યો નહોતો.

યુક્રેન પર રશિયન હુમલાઓ અને ભારત અમેરિકાનું માનતું ન હોવાની વાતોને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે અમેરિકા ભારત પર CAATSA હેઠળ પ્રતિબંધ લગાવી શકે છે. આ ચર્ચાને લઈને વિદેશ મંત્રીએ જણાવ્યું છે કે, આ તેમનો કાયદો છે અને તેમણે જે કરવાનું હશે, તે કરશે. જયશંકરના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ભારત અમેરિકી પ્રતિબંધોની પરવાહ કર્યા વિના પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દરેક જરૂરી કદમ ઉઠાવશે.

રશિયા પાસેથી તેલ ખરીદવા મુદ્દે પણ બોલ્યા જયશંકર
એસ. જયશંકર હાલ ભારત-અમેરિકા ટૂ-પ્લાસ ટૂ વાર્તાને લઈને અમેરિકામાં છે. અમેરિકામાં ઘણા મુદ્દા પર આપવામાં આવેલા તેમના નિવેદન હાલ ઘણા ચર્ચામાં છે. રશિયા પાસેથી ભારત તેલ ખરીદતું હોવાથી અમેરિકા સતત દબાણ વધારી રહ્યું છે, ત્યારે તેનો પણ આકરા શબ્દોમાં જવાબ આપ્યો છે. જોકે, ભારત રશિયા પર અમેરિકા અને તેના સહયોગિઓના પ્રતિબંધો લગાવ્યા હોવા છતાં પણ તેમની પાસેથી તેલની ખરીદી કરી રહ્યું છે, જેણે લઈને અમેરિકા સતત ભારત પર તેલ ના ખરીદવા માટે દબાણ બનાવી રહ્યું છે.

તેને લઈને એસ. જયશંકરે અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકન અને સંરક્ષણમંત્રી ઓસ્ટિન લોયડની સાથે સોમવારે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ભારત તરફ આંગળી ઉઠાવતા પહેલા યૂરોપ તરફ ધ્યાન આપવામાં આવે.

તેમણે વધુમાં જણાવ્યું કે, જો તમને રશિયા પાસેથી ભારતની ઉર્જા ખરીદવાની ચિંતા છે તો મારી સલાહ છે કે તમારે યૂરોપ પર ધ્યાન આપવું જોઈએ. અમે અમારી ઉર્જા સુરક્ષા માટે થોડી માત્રામાં રશિયા પાસેથી ઉર્જા આયાત કરીએ છીએ. પરંતુ તમે આંકડા જોવો, અમે જેટલું તેલ રશિયા પાસેથી એક મહિનામાં નથી ખરીદ્યું, તેનાથી અનેક ઘણું તેલ યુરોપ રશિયા પાસેથી એક દિવસમાં ખરીદે છે.

ભારતના માનવ અધિકાર પર અમેરિકાએ ઉઠાવ્યા સવાલ તો જયશંકર કર્યો પલટવાર
આજ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એન્ટની બ્લિંકનને ભારતના માનવ અધિકાર રેકોર્ડ પર સવાલ ઉઠાવ્યો હતો. તમણે જણાવ્યું કે અમેરિકા ભારતમાં માનવ અધિકાર ઉલ્લંઘન પર કડક નજર રાખી રહ્યું છે. અમે માનવ અધિકારના અમારા સહિયારા મૂલ્યો પર ભારત સાથે સતત સંપર્કમાં છીએ. ભારતમાં કેટલીક સરકારો, પોલીસ અને જેલ સત્તાવાળાઓ દ્વારા માનવ અધિકારોના ઉલ્લંઘન પર નજર રાખીએ છીએ.

અમેરિકી વિદેશ મંત્રીની આ ટિપ્પણી પર એસ જયશંકરે પણ મૂંહતોડ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે 2+2 વાર્તામાં માનવ અધિકાર મુદ્દા પર ચર્ચા નથી થઈ પરંતુ જો આ મુદ્દા પર ક્યારેય ચર્ચા થાય છે તો ભારત પોતાનો પક્ષ રાખવામાં પાછળ નહીં રહે. તેમણે જણાવ્યું કે, લોકો ભારત વિશે પોતાનો અભિપ્રાય રાખવા માટે સ્વતંત્ર છે. તેમણે અમેરિકા પર નિશાન સાંધતા જણાવ્યું કે ભારત પણ અમેરિકામાં માનવ અધિકારની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

જયશંકરે વધુમાં જણાવ્યું કે, લોકોનો અધિકાર છે કે તેઓ અમારા વિશે એક વિચાર રાખે. પરંતુ તેની જેમ અમને પણ તેમના વિશે પોતાનો અભિપ્રાય રાખવાનો અધિકાર છે. અમે તે હિતો સિવાય લોબિયો અને વોટ બેંક પર બોલવાનો અધિકાર છે, જે આ પ્રકારની વાતોને હવા આપે છે. અમે આ મામલે શાંત નહીં બેસીએ. બીજાના માનવ અધિકારોને લઈને પણ અમારો અભિપ્રાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More