નવી દિલ્હી: પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મહાબલીપુરમમાં થયેલી અનૌપચારિક શિખર વાર્તાને ખુબ સફળ માનવામાં આવી રહી છે. તેનો અંદાજો એ વાતથી લગાવવામાં આવી શકે છે કે શિખર વાર્તાના થોડા દિવસ બાદ જ ચીન તરફથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને લઈને મોટું નિવેદન આવ્યું છે. ચીને કહ્યું છે કે તે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં 'રચનાત્મક ભૂમિકા' ભજવશે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ 13 ઓક્ટોબરના રોજ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ભારત, પાકિસ્તાન અને અન્ય દક્ષિણ એશિયાઈ દેશોની સાથે ચીનના સંબંધ સમાન્તર અને એક સાથે વિક્સિત થઈ શકે છે.
ચીનના વિદેશ મંત્રાલયે તેને વધુ સ્પષ્ટ કરતા કહ્યું કે ચીનને પૂરી આશા છે કે ભારત અને પાકિસ્તાન પરસ્પર સંબંધોમાં સુધાર કરશે. સરકારી સમાચાર એજન્સીએ વાંગના હવાલે કહ્યું કે ભારત, પાકિસ્તાન અને અન્ય દક્ષિણ એશિયાઈ દેશોની સાથે ચીનના સંબંધ કોઈ ત્રીજા દેશને લક્ષિત કે પ્રભાવિત કર્યા વગર સમાન રૂપથી સાથે સાથે આગળ વધી શકે છે.
જુઓ LIVE TV
મંત્રાલયે કહ્યું કે એક પાડોશી હોવાના નાતે અને ભારત અને પાકિસ્તાનના મિત્ર તરીકે ચીનને પૂરી આશા છે કે ચીન-ભારતના સંબંધ સારા થશે, ચીન-પાકિસ્તાન અને ભારત-પાકિસ્તાન સંબંધ સારા થશે અને બધા લોકો મળીને ક્ષેત્રીય સ્થિરતા અને વિકાસને પ્રોત્સાહન આપશે. એવી આશા છે કે ભારત અને પાકિસ્તાન સામંજસ્ય બેસાડશે, બંને દેશો વિવાદનો શાંતિપૂર્ણ રીતે ઉકેલશે, વાતચીત દ્વારા ટકરાવ દૂર કરશે, સદ્ભાવમાં મતભેદોને ઉકેલશે અને સહયોગ દ્વારા ભવિષ્યનું નિર્માણ કરશે. ચીન આ અંગે એક રચનાત્મક ભૂમિકા નિભાવવા માટે તૈયાર છે.
ભારતે પાંચ ઓગસ્ટના રોજ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવતા ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. જો કે ભારતનું માનવું છે કે કાશ્મીર દ્વિપક્ષીય મુદ્દો છે અને તેમાં કોઈ ત્રીજા દેશનો હસ્તક્ષેપ સ્વીકાર્ય નથી.
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે