બ્રુસેલ્સ: બેલ્જિયમથી એક ખરાબ સમાચાર આવ્યા છે. ત્યારબાદ હવે કોરોના (Corona) નો માર ઝેલી રહેલી દુનિયા માટે ચિંતામાં મોટો વધારો થઈ ગયો છે. અહીં એક 90 વર્ષની મહિલામાં એક જ સમયે કોરોનાના બે અલગ અલગ વેરિઅન્ટ જોવા મળ્યા. દુર્લભ કહી શકાય તેવા આ કેસ બાદ સ્વાસ્થ્ય તજજ્ઞોનું માનવું છે કે આ વારયસ વિરુદ્ધ ચાલી રહેલી લડાઈમાં મુશ્કેલી પેદા કરી શકે છે. અત્રે જણાવવાનું કે કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે વાયરસના ડેલ્ટા વેરિઅન્ટે હાલ અનેક દેશોમાં હાહાકાર મચાવેલો છે.
5 દિવસમાં દમ તોડ્યો
કોરોનાના બે અલગ અલગ વેરિઅન્ટથી સંક્રમિત થયા બાદ બેલ્જિયમની આ મહિલાનું માર્ચ 2021માં મોત થયું હતું. રિસર્ચર્સના જણાવ્યાં મુજબ 90 વર્ષની આ મહિલા એક જ સમયે આલ્ફા અને બીટા વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળી હતી. મહિલાએ કોરોનાની રસી લીધી નહતી. જેના કારણે તેની સ્થિતિ સુધરવાની જગ્યાએ બગડતી ગઈ. તેને માર્ચમાં ઓએલવી હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં પાંચ જ દિવસમાં તેનું મોત થયું.
અચાનક બગડી પરિસ્થિતિ
હોસ્પિટલમાં મહિલાનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. શરૂઆતમાં મહિલાનું ઓક્સિજન લેવલ સારું હતું પરંતુ ત્યારબાદ તેની તબિયત ઝડપથી બગડતી ગઈ અને પાંચમા દિવસે દમ તોડ્યો. હોસ્પિટલે જ્યારે એ જાણવાની કોશિશ કરી કે મહિલા કોરોનાના કયા વેરિઅન્ટથી સંક્રમિત થઈ હતી તો તેનામાં કોરોનાના આલ્ફા અને બીટા બંને વેરિઅન્ટની હાજરી જોવા મળી. નોંધનીય છે કે આલ્ફા વેરિઅન્ટ સૌથી પહેલા બ્રિટનમાં જોવા મળ્યો હતો જ્યારે બીટા વેરિઅન્ટ સૌથી પહેલા દક્ષિણ આફ્રીકામાં મળ્યો હતો.
Covid 19: પાકિસ્તાનમાં કોરોનાની ચોથી લહેર મચાવી રહી છે તબાહી, કેસમાં ત્રણ ગણો વધારો
તજજ્ઞોએ ચિંતા વ્યક્ત કરી
સ્વાસ્થ્ય તજજ્ઞોનું કહેવું છે કે કોરોનાના તે કોરોનાના સહસંક્રમણના પહેલા કેસોમાંથી એક છે. જેમાં બે વેરિઅન્ટ એક જ શરીરમાં જોવા મળ્યા. આવા કેસ ચિંતાનો વિષય છે અને તેને ગંભીરતાથી લેવા જોઈએ. જ્યારે બેલ્જિયમના આસલ્ટમાં ઓએલવી હોસ્પિટલના પ્રમુખ રિસર્ચર ડો.એની વેન્કેરબર્ગેને કહ્યું કે કોરોનાના આલ્ફા અને બીટા વેરિઅન્ટ અગાઉથી જ બેલ્જિયમમાં હતા. આવામાં મહિલા બે અલગ અલગ લોકો દ્વારા વાયરસથી સંક્રમિત થઈ. જો કે એ ખબર નથી પડી કે તે કોરોનાની ઝપેટમાં આવી કેવી રીતે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે