Home> World
Advertisement
Prev
Next

પસ્તીની દુકાનમાંથી મળ્યો બોયફ્રેન્ડનો 60 વર્ષ જૂનો 'લવ લેટર', મહિલાએ આપ્યું આવું રિએક્શન

Sixty Year Old Love Letters: બોયફ્રેન્ડે લવ લેટરમાં મહિલાનું નિકનેમ લખ્યું હતું, તેથી મહિલાને શોધવી મુશ્કેલ હતી. બોયફ્રેન્ડના આટલા જૂના લવ લેટરને જોઈને મહિલાને પહેલા તો વિશ્વાસ થયો નહીં.

પસ્તીની દુકાનમાંથી મળ્યો બોયફ્રેન્ડનો 60 વર્ષ જૂનો 'લવ લેટર', મહિલાએ આપ્યું આવું રિએક્શન

વોશિંગટનઃ અમેરિકાના ન્યૂયોર્કથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાને 60 વર્ષ બાદ તેના બોયફ્રેન્ડ  (Boyfriend) તરફથી મોકલેલો લવ લેટર (Love Letter) મળ્યો છે. 60 વર્ષ બાદ મળેલા પોતાના બોયફ્રેન્ડના લવ લેટરને વાંચીને મહિલા રડી અને તેની યાદોમાં ડૂબી ગઈ હતી. મહિલાના બોયફ્રેન્ડ આર્મીમાં હતો. 

fallbacks

પસ્તીની દુકાનમાંથી મળ્યો લવ લેટર
ધ મિરરમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર 28 વર્ષની યુવતી ચેલ્સી બ્રાઉનને કારણે મહિલાને 60 વર્ષ બાદ પોતાના બોયફ્રેન્ડનો લવ લેટર મળી ગયો. પછી ચેલ્સીએ નિર્ણય કર્યો કે તે મહિલાની પાસે આ લવ લેટર પહોંચાડશે જેના માટે આ લખવામાં આવ્યો હતો. લવ લેટરમાં મહિલાનું નામ કુકી લખેલું હતું. તો લવ લેટર લખનારનું નામ બોબી હતુ. 

લવ લેટરની મદદથી કઈ રીતે શોધવામાં આવી મહિલા?
મહત્વનું છે કે ચેલ્સીએ સોશિયલ મીડિયાની મદદથી કુકી નિકનેમવાળી મહિલાને શોધી કાઢી. ત્યારબાદ કુકીની કઝિન સાથે સંપર્ક કર્યો. ચેલ્સીએ તેને તમામ વાત જણાવી અને કહ્યું કે, તે પોતાના હાથથી લવ લેટર કુકીને આપવા ઈચ્છે છે. કુકીને શોધવામાં ચેલ્સીને આટલી મુશ્કેલી એટલે થઈ કારણ કે લવ લેટર પર મહિલાનું સરનામું નહતું. 

આ પણ વાંચોઃ ભયાનક દુર્ઘટના: સિએરા લિયોનમાં ફ્યૂઅલ ટેન્કમાં બ્લાસ્ટ થતાં 92ના મોત, લોકો સ્ટ્રેચર પર નગ્ન અવસ્થામાં દેખાયા

બોયફ્રેન્ડની યાદોમાં ડૂબી મહિલા
ચેલ્સી બ્રાઉન્ડે જણાવ્યું કે, જ્યારે કુકીએ 60 વર્ષ બાદ પોતાના બોયફ્રેન્ડ બોબીના લવ લેટરને જોયો તો તે ભાવુક થઈ ગઈ હતી. કુકી હવે દિવસમાં અનેકવાર પોતાના બોયફ્રેન્ડના 60 વર્ષ જૂના લવ લેટર વાંચે છે. 

કુકીની કઝિને જણાવ્યું કે, તે દિવસોમાં કુકી એક એર હોસ્ટેસ હતી. તેનો બોયફ્રેન્ડ આર્મીમાં હતો. કુકીને પોતાના બોયફ્રેન્ડનો લવ લેટર મળ્યો જ નહીં, તેથી બંનેના લગ્ન થઈ શક્યા નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More