Home> World
Advertisement
Prev
Next

Weird Name: પોતાના વિચિત્ર નામથી પરેશાન છે આ મહિલા, જ્યાં જાય ત્યાં દેખાડવું પડે છે ઓળખ પત્ર

લોકોની ઓળખ નામથી થાય છે. જેના કારણે જ્યારે બાળકો પેદા થાય છે ત્યારે તેમના માતા પિતા ખુબ સમજી વિચારીને તેમનું નામ રાખે છે. પરંતુ વિચારો કે કોઈ મહિલાનું નામ એવું હોય કે સામેવાળી વ્યક્તિ એ નામ પર વિશ્વાસ જ ન કરી શકો તો શું કરવું. દર વખતે તેણે ઓળખ પત્ર દેખાડવું પડે એવી સ્થિતિ સર્જાય. આ કદાચ ચોંકાવનારી વાત હશે. સ્વીડનની એક મહિલા સાથે કઈંક આવું જ થયું છે. 

Weird Name: પોતાના વિચિત્ર નામથી પરેશાન છે આ મહિલા, જ્યાં જાય ત્યાં દેખાડવું પડે છે ઓળખ પત્ર

Unique Name Of Lady: લોકોની ઓળખ નામથી થાય છે. જેના કારણે જ્યારે બાળકો પેદા થાય છે ત્યારે તેમના માતા પિતા ખુબ સમજી વિચારીને તેમનું નામ રાખે છે. પરંતુ વિચારો કે કોઈ મહિલાનું નામ એવું હોય કે સામેવાળી વ્યક્તિ એ નામ પર વિશ્વાસ જ ન કરી શકો તો શું કરવું. દર વખતે તેણે ઓળખ પત્ર દેખાડવું પડે એવી સ્થિતિ સર્જાય. આ કદાચ ચોંકાવનારી વાત હશે. સ્વીડનની એક મહિલા સાથે કઈંક આવું જ થયું છે. 

fallbacks

અસલમાં આ મહિલા સ્વીડનની રહીશ છે અને તેના ઘરવાળાઓએ તેનું નામ જાણીતા સ્વીડીશ બેન્ડના નામ પર રાખ્યું હતું. ત્યારથી તેનું આ જ નામ છે. દસ્તાવેજોમાં પણ આ નામ છે. 40 વર્ષની આ મહિલા જ્યાં પણ જાય છે ત્યાં પોતાના નામના કારણે વિચિત્ર પરિસ્થિતિ મહેસૂસ કરે છે. હાલમાં જ તેણે એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું કે તેણે દરેક જગ્યાએ પોતાનું ઓળખપત્ર દેખાડવું પડે છે. 

આ મહિલાનું નામ અબ્બા (ABBA) છે. મહિલાએ જણાવ્યું કે તેના પિતાએ આ બેન્ડના નામ પર નામ રાખ્યું કારણ કે તેઓ તેના ફેન હતા. Abba એ જણાવ્યું કે જ્યારે હું નાની હતી ત્યારે દરેક મારા નામ પર સવાલ કરતા હતા અને તે અજીબ લાગતું હતું. કેટલાક લોકો તો નામના સ્પેલિંગ પણ પૂછી લેતા હતા. તેણે એમ પણ કહ્યું કે તેને આ નામની કોઈ વ્યક્તિ મળી નથી. 

પરંતુ આ મહિલાએ એક વાત સ્વીકારી કે તેને પોતાનું નામ ખુબ પસંદ છે. મહિલાએ જણાવ્યું કે મને યાદ છે કે જ્યારે હું મારો ડ્રાઈવિંગ ટેસ્ટ આપી રહી હતી ત્યારે મારી ડીટેલ ચેક કરનારા વ્યક્તિએ કહ્યું હતું કે તે Abba બેન્ડનો મોટો ફેન છે. મહિલાને આ બધી વાતો સાંભળીને ખુબ સારું લાગે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More