Home> World
Advertisement
Prev
Next

Cancer Survivor: વર્જિન હતી કેન્સર પીડિત મહિલા, મરતાં પહેલાં વ્યક્ત કરી એવી ઇચ્છા; ઉડી જશે હોશ

કહેવામાં આવે છે મરનારની અંતિમ ઇચ્છા તો ભગવાન પણ પુરી કરે છે. એવામાં એક મહિલાએ મરતાં પહેલાં પોતાના મિત્રને પોતાની અંતિમ ઇચ્છા વ્યક્ત કરી જેને સાંભળીને તે દંગ રહી ગયો. મિત્રતામાં આવી ઇચ્છા પુરી કરતાં પહેલાં વ્યક્તિ સંકોચમાં હતો પરંતુ તેની મિત્ર પોતાના અંતિમ દિવસોમાં હતી.

Cancer Survivor: વર્જિન હતી કેન્સર પીડિત મહિલા, મરતાં પહેલાં વ્યક્ત કરી એવી ઇચ્છા; ઉડી જશે હોશ

Last Wish of Cancer Survivor: કહેવામાં આવે છે મરનારની અંતિમ ઇચ્છા તો ભગવાન પણ પુરી કરે છે. એવામાં એક મહિલાએ મરતાં પહેલાં પોતાના મિત્રને પોતાની અંતિમ ઇચ્છા વ્યક્ત કરી જેને સાંભળીને તે દંગ રહી ગયો. મિત્રતામાં આવી ઇચ્છા પુરી કરતાં પહેલાં વ્યક્તિ સંકોચમાં હતો પરંતુ તેની મિત્ર પોતાના અંતિમ દિવસોમાં હતી. વ્યક્તિએ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ લખી. આ પોસ્ટમાં પોતાની મિત્રની અંતિમ ઇચ્છાનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે તેને કેન્સર હતું. 

fallbacks

શું હતો સમગ્ર મામલો
પોસ્ટ લખનાર વ્યક્તિની મહિલા મિત્ર કેન્સરથી પીડિત હતી. તે બંને ગત 6 વર્ષથી મિત્ર હતા. સોશિયલ મીડિયા પોસ્ટના અનુસાર મહિલાને આ પહેલાં પણ કેન્સર થઇ ચૂક્યું હતું. પરંતુ સારવાર બાદ કેન્સર ફરી થયું. મહિલા વારંવાર કીમોથેરપી કરવા માંગતી ન હતી. એટલા માટે મહિલાએ નિર્ણય કર્યો કે તે પોતાના જીવનના કેટલાક અંતિમ દિવસો ખુલીને જીવશે. 

દારૂ પીતાં કહી આ વાત
આ જ જીવનનો આનંદ માણતી વખતે બંને એક રાત્રે સાથે બેસીને દારૂ પી રહ્યા હતા. ત્યારે મહિલાએ પોતાના સૌથી નજીકના મિત્ર એટલે કે તેને જણાવ્યું કે તે હજુ સુધી વર્જિન છે. મહિલા મરતાં પહેલાં એવા વ્યક્તિ સાથે ફિજિકલ રિલેશન બનાવવા માંગે છે, જેના પર તે વિશ્વાસ કરી શકે. 

31 જુલાઇ સુધી ફાઇલ કરી દો તમારું ITR, જાણો કેમ છે આ જરૂરી અને શું છે ફાયદા

વ્યક્તિએ નિભાવી મિત્રતા
વ્યક્તિના અનુસાર મહિલાનો ઇશારો તેની તરફ હતો. તે વિશ્વાસપાત્રુ વ્યક્તિ તે જ હતો જેની સાથે તે દારૂ પી રહી હતી. તેણે મને આવું કંઇ કરવા માટે મજબૂર કર્યો ન હતો જે હું કરવા માંગતો ન હતો. તેણે મને આ વિશે પૂછ્યું પરંતુ તે એ વસ્તુ માટે પણ તૈયાર હતી કે જો હું ના પાડી દઇશ તો તે આ વિશે પછી કોઇને વાત કરશે નહી. હું તેની અંતિમ ઇચ્છાને પુરી કરવા માટે માની ગયો. અમે તેને ખાસ બનાવવા માટે કંઇક સ્પેશિયલ કર્યું. તેને વધુ રોમેન્ટિક બનાવવા માટે અમે આખા રૂમમાં મીણબત્તીઓ પણ સળગાવી. 

મિત્રતાની થઇ રહી છે પ્રશંસા
સોશિયલ મીડિયા પોસ્ટના અનુસાર વ્યક્તિના મનમાં મહિલા માટે તે સમયે ઘણા ઇમોશન હતા. સેક્સ બાદ કેન્સર પીડિત મહિલાને ખૂબ વધુ ખુશી થઇ. મહિલાને ખુશી હતી કે તેણે વિશ્વાસપાત્ર વ્યક્તિ સથે પોતાના જીવનમાં પહેલીવાર સેક્સ માણ્યું. સાથે જ યુવકને પણ એ વાતની ખુશી હતી કે તેણે પોતાની મિત્રની અંતિમ ઇચ્છાને પુરી કરી જેના માટે તે ખુશ હતો. છોકરા-છોકરીની મિત્રતાની સોશિયલ મીડિયા પર જોરદાર પ્રશંસા થઇ રહી છે. મહિલાના મોત બાદ વ્યક્તિ જણાવ્યું કે આજે પણ પોતાની મિત્રને યાદ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More