Home> World
Advertisement
Prev
Next

‘જિંદગી યૂં હુઈ બસર તન્હા, કાફિલા સાથ ઔર સફર તન્હા...’ જાણો પાકિસ્તાનમાં 35 વર્ષથી કેદ હાથી કઈ રીતે થયો આઝાદ

‘જિંદગી યૂં હુઈ બસર તન્હા, કાફિલા સાથ ઔર સફર તન્હા...’ જાણો પાકિસ્તાનમાં 35 વર્ષથી કેદ હાથી કઈ રીતે થયો આઝાદ

નવી દિલ્લીઃ એકલપણુ કોઈપણ વ્યક્તિને તણાવમાં લાવી દે છે. પછી વાત માણસોની થતી હોય કે પછી પ્રાણીઓની. છેલ્લા એક વર્ષ પહેલા પાકિસ્તાનનાં પ્રાણી સંગ્રહાલયમાં કેદ હાથી સાથે જ કંઈક આવુ જ થુ. એકલપણાનાં કારણે હાથી ત્યાં ગુમસુમ રહેતો હતો. પરંતુ જેવો તેને કંબોડિયા લાવવામાં આવ્યો કે, તેની લાઈફ જ બદલાઈ ગઈ.

fallbacks

હોટલમાં પાર્ટનર સાથે 'સંતાકુકડી' રમવા જતા પહેલાં ચેતજો, પ્રેમી-પંખીડાઓ શરીર સંબંધ બાંધતા પહેલાં જાણી લે આ વાત

‘જિંદગી યૂં હુઈ બસર તન્હા, કાફિલા સાથ ઔર સફર તન્હા...’ ગુલઝારની લખેલી આ લાઈનો એ દર્દને વ્યક્ત કરે છે, જેણે એકલા રહેતા લોકો મહેસૂસ કરે છે. પછી તેઓ ભલે માણસ હોય કે કોઈ જાનવર, તન્હાઈ દરેક લોકોને ખટકે છે. એકલુ રહેવુ કોઈને નથી ગમતુ. કમ સે કમ થોડા સમય પહેલા પાકિસ્તાનનાં પ્રાણી સંગ્રહાલયમાં બંધ હાથીને જોઈને પણ આવુ જ લાગતુ હતું.

શરીર પર આ 7 નિશાન વાળી મહિલાઓ હોય છે કિસ્મતવાળી, દરેક જગ્યાએ થાય છે સફળ

1985માં શ્રીલંકાથી પાકિસ્તાન આવ્યો હતો:
પાકિસ્તાનનાં ઈસ્લામાબાદમાં પ્રાણી સંગ્રહાલમાં અંદાજે 2 વર્ષ પહેલા કાવન નામનો હાથી બંધ હતો. હાથીની ઉંમર અંદાજે 37 વર્ષની હતી. આ હાથીને શ્રીલંકાએ વર્ષ 1985માં પાકિસ્તાનને ભેટ સ્વરૂપે આપ્યો હતો. પાકિસ્તાનનાં પ્રાણી સંગ્રહાલયમાં આ એકમાત્ર એશિયન હાથી બચ્યો હતો. પરંતુ એકલપણાંના કારણે તે સુસ્ત રહેવા લાગ્યો. તે કોઈપણ પ્રકારની એક્ટિવિટી કરતો ન હતો. ન તો બરાબર ખાતો હતો કે ન સૂતો હતો.

Most Expensive Cities: ભારતનાં આ શહેરોમાં છે કમરતોડ મોંઘવારી, રહેવા-ખાવામાં જ પુરો થઈ જશે પગાર

પાકિસ્તાનમાં માનસિક રૂપથી બીમાર હતો:
એક્સપર્ટ્સ જણાવે છે કે, પાકિસ્તાનનાં પ્રાણી સંગ્રહાયલમાં શારીરિક તકલીફો ઉપરાંત માનસિક રૂપથી પણ તે પરેશાન હતો. તેને ત્યાં યોગ્ય ભોજન મળતુ ન હતુ. આ સિવાય કોઈ સાથી ન હોવાના કારણે તેને પાર્ટનરની પણ ખોટ સાલતી હતી.

વરસાદની સિઝનમાં ફરવા જવાનો પ્લાન છે? તો આ સ્થળોની મુલાકાત લેવાનું ચૂકતા નહીં, જશો તો પડી જશે મોજ

લોકોએ મુહિમ ચલાવી હતી:
કાવનનાં આવા હાલ જોઈને ત્યાં જીવદયા પ્રેમીઓએ મુહિમ ચલાવી હતી. ધીમે ધીમે તેમની મહેનત રંગ લાવી અને કોરોના દરમિયાન તેને પાકિસ્તાનનાં પ્રાણી સંગ્રહાલયમાંથી કંબોડિયા મોકલવામાં આવ્યો હતો. જ્યારે તેને ફ્લાઈટમાં કંબોડિયા લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે તે બરાબર ખાતો પણ હતો અને ઊંઘતો પણ હતો.
 

કંબોડિયા પહોંચીને ફીટ થઈ ગયો:
કંબોડિયા પહોંચીને કાવનને ફીટ થવામાં થોડા દિવસો લાગ્યા. પરંતુ ધીમે ધીમે કાવન નવી લાઈફમાં સેટ થઈ ગયો. તે કંબોડિયાના વન્યજીવ અભ્યારણ્યમાં મસ્ત જિંદગી જીવવા લાગ્યો. તેના ઘણાં વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કાવનને મસ્તી કરતા જોઈને તેના માટે દુઃખી થતા લોકો પણ તેને મસ્ત જોઈને ખુશ છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More