world's most expensive rice: ભારતમાં ભાત ખાનારા લોકોની સંખ્યા રોટલી ખાનારા કરતાં વધુ છે. ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી તમને દરેક ઘરમાં ભાત ખાતા લોકો જોવા મળશે. દેશમાં ચોખાની ઘણી જાતો છે. ખેડૂતો આબોહવા અને પ્રદેશ પ્રમાણે અલગ-અલગ ધાનની ખેતી કરે છે. પરંતુ આજે અમે તમને જે ચોખા વિશે જણાવીશું તેને દુનિયાના સૌથી મોંઘા ચોખા કહેવામાં આવે છે. તેઓ એટલા મોંઘા છે કે તેના કિલોના ભાવમાં તમે સોનું પણ ખરીદી શકો છો. તો ચાલો તમને દુનિયાના સૌથી મોંઘા ચોખા વિશે જણાવીએ.
આ પણ વાંચો:
ભગવાન શનિની પનોતી ઉતારવી હોય તો કરો આ 11 ઉપાયો, સાડાસાતીમાં પણ મળશે રાહત
રૂપ નહી 'રૂપિયા' મારો પરમેશ્વર, રૂપની 'રાણીઓ' એ રૂપિયાના 'રાજા'ઓ સાથે કર્યા લગ્ન
હવે એજન્ટ વગર બે મિનિટમાં બુક કરો ટ્રેનની ટિકિટ, જાણો પ્રોસેસ
વિશ્વના સૌથી મોંઘા ચોખા
વિશ્વના સૌથી મોંઘા ચોખાનું નામ કિન્મેમાઈ પ્રીમિયમ છે. તેના એક કિલોની કિંમત 12 હજારથી 15 હજાર રૂપિયા છે. આ ચોખા મુખ્યત્વે જાપાનમાં ઉગાડવામાં આવે છે. આ ચોખાને ખાસ બનાવે છે તેમાથી મળતા પોષક તત્વો જે અન્ય કોઈ ચોખામાં નથી મળતા. ભારતની જેમ જાપાનમાં પણ લોકો ચોખા ખાવાનું પસંદ કરે છે, ત્યાં પણ ચોખાની ઘણી જાતો ઉગાડવામાં આવે છે. પરંતુ આમાં સૌથી ઉપર કિનેમાઈ પ્રીમિયમ રાઇસ છે. ત્યાંના લોકો આ ચોખા ખાસ પ્રસંગોએ જ રાંધે છે.
ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ
કિન્મેમાઈ પ્રીમિયમ રાઇસનું નામ વિશ્વના સૌથી મોંઘા ચોખા તરીકે ગિનીસ વર્લ્ડ ઓફ બુક રેકોર્ડમાં નોંધાયેલું છે. જાપાન ઉપરાંત એશિયાના અન્ય દેશોમાં પણ આ ચોખાની ભારે માંગ છે. અમેરિકા અને યુરોપના કેટલાક લોકો પણ આ ભાત ખાવાનું પસંદ કરે છે. જો કે આટલા મોંઘા ચોખા હોવાને કારણે તે મધ્યમ વર્ગના લોકોની પહોંચની બહાર છે. ટોયો રાઇસ કોર્પ કંપની આજકાલ આ ચોખા વિશ્વભરમાં વેચી રહી છે. વેબસાઇટ તેમજ અન્ય ઈકોમર્સ વેબસાઇટ્સ દ્વારા પણ તેનું વેચાણ થઈ રહ્યું છે. જો તમે પણ વિશ્વના સૌથી મોંઘા ભાત ખાવા માંગતા હોવ અને તેનો સ્વાદ કેવો છે તે જોવા માંગો છો તો તમે પણ તેને ઓનલાઈન ખરીદી શકો છો.
આ પણ વાંચો:
શું સ્માર્ટફોનની પણ expiry date હોય છે? તમારે નવો ફોન ક્યારે ખરીદવો જોઈએ?
Aston Martin DB12 લોન્ચ, કિંમત રૂ 4.8 કરોડ; 325kmphની ટોપ સ્પીડ
ખાલી પેટ ભૂલથી પણ ન ખાશો આ 3 વસ્તુઓ, નહીં તો સ્વાસ્થ્યને થઈ શકે છે ગંભીર નુકસાન
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે