YouTubers Village: પાકિસ્તાનના દક્ષિણ પંજાબમાં વસેલા 80 ઘરો ધરાવતા કાઝી અબ્દુલ રેહમાન કોરેજા ગામમાં અનેક YouTuber છે. જેઓની જિંદગી YouTube એ બદલી દીધી છે. ગામમાં રહેતા એક YouTuberએ ખાનગી પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, "અગાઉ અમારા ગામમાં મોટા ભાગનું કામ ખેતી અને નાના ધંધા પૂરતું સીમિત હતું. પરંતુ એક દિવસ YouTube પર વીડિયો બનાવવાનું વિચાર્યું. શરૂઆતમાં ડર હતો કે તે નહીં ચાલે, પરંતુ જ્યારે વીડિયોને લોકોનો પ્રેમ મળવા લાગ્યો ત્યારે આત્મવિશ્વાસ વધી ગયો. આ વીડિયો માત્ર મનોરંજન પૂરતો મર્યાદિત ન હતો, તેમણે શૈક્ષણિક વીડિયો, ટ્રાવેલ વ્લોગ અને લાઈફસ્ટાઈલ વીડિયો પણ બનાવ્યા છે. ધીમે ધીમે ચેનલની લોકપ્રિયતા વધી અને તે આવકનો સ્ત્રોત બની ગયો.
કેમ સતત ઘટી રહ્યું છે ભારતનું શેર માર્કેટ, સામે આવ્યા 5 મોટા કારણો ! જાણો
ગામના અન્ય લોકો પણ YouTube સાથે જોડાયેલા છે. કેટલાકે વીડિયો દ્વારા તેમના ગામની સાંસ્કૃતિક બાબતો શેર કરવાનું શરૂ કર્યું, જ્યારે કેટલાકે ફેશન અને મેકઅપ પર વીડિયો બનાવ્યા છે. ગામનો એક નાનો દુકાનદાર પણ એક સફળ YouTuber છે. તેણે કહ્યું કે YouTubeએ મારી ઓળખ બનાવવાની તક આપી. હવે હું મારા વીડિયો દ્વારા લોકોને મારી કળા અને સંસ્કૃતિનો પરિચય કરાવી રહ્યો છું. આનાથી મને માત્ર આર્થિક રીતે જ ફાયદો થયો નથી, પરંતુ મને વિશ્વભરમાં ઓળખ પણ મળી છે.
રાજકોટ શહેરની થશે કાયાકલ્પ, સ્ટેન્ડિંગ કમિટીએ બજેટને આપી મંજૂરી, નવી યોજનાની જાહેરાત
સમયની સાથે, આ ગામમાં YouTubersની સંખ્યામાં ઝડપથી વધારો થયો અને આ ગામ હવે YouTubeને વ્યવસાયિક કારકિર્દી તરીકે જોવાનું શરૂ કર્યું. અહીંના લોકો હવે યુટ્યુબને માત્ર મનોરંજનના સાધન તરીકે નહીં પરંતુ વ્યવસાય તરીકે સમજવા લાગ્યા છે. ગામ YouTube દ્વારા વિવિધ પ્રકારના વિડિયો પણ બનાવે છે, કેટલાક લોકો સામાજિક મુદ્દાઓ પર વિડિયો બનાવે છે, જ્યારે અન્ય લોકો ટ્રાવેલ વ્લોગ અને કોમેડી વિડિયો બનાવે છે.
ઘટી રહેલા બજારમાં પણ અદાણીનો આ સ્ટોક બન્યો રોકેટ, વિદેશથી અદાણીને મળ્યા સારા સમાચાર
ગામમાં YouTubeના વધતા જતા પ્રભાવને કારણે બાળકો, યુવાનો અને વૃદ્ધો પણ YouTuber બનવા તરફ આકર્ષાયા છે. હવે ગામના નાના બાળકો પાસે સ્માર્ટફોન છે, અને તેઓ યુટ્યુબ વીડિયો બનાવે છે. એક સ્થાનિક શાળાના શિક્ષક, જે પોતે પણ YouTuber છે, અને YouTube દ્વારા બાળકોને ડિજિટલ શિક્ષણ અને મીડિયા સાક્ષરતા શીખવે છે. હવે બાળકોનું મનોબળ પણ વધ્યું છે, અને તેઓ વિચારે છે કે તેઓ પણ એક દિવસ મોટા YouTubers બની શકશે.
કેપ્ટન બાદ હવે ગુજરાત ટાઈટન્સને મળશે નવા માલિક! IPL 2025 પહેલા ગિલની ટીમમાં ધમાકો
ગામની આ સફળતાએ માત્ર સ્થાનિક સમુદાયને જ પ્રેરણા આપી નથી, પરંતુ આસપાસના વિસ્તારોમાં પણ એક ઉદાહરણ તરીકે જોવામાં આવી રહ્યું છે. યુટ્યુબે આ નાનકડા ગામને વિશ્વના નકશા પર એક નવી ઓળખ બનાવી છે. આજે આ ગામના લોકો YouTube દ્વારા એક નવું સામાજિક અને આર્થિક પરિવર્તન પણ લાવી રહ્યા છે. તેમની સર્જનાત્મકતાને YouTube દ્વારા વિશ્વભરમાં જોવામાં આવી રહી છે, અને તેનાથી ગામડાને નવી દિશામાં આગળ વધવાની તક મળી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે