Gardening Tips: લીમડાના પાનનો ઉપયોગ રસોઈમાં સૌથી વધારે કરવામાં આવે છે. આ લીમડો શરીર માટે પણ લાભકારી છે. આજે તમને જણાવીએ ઘરમાં લીમડાનો છોડ કેવી રીતે ઉગાડવો અને તેનો ગ્રોથ સારો થાય તે માટે તેમાં ખાતર તરીકે કઈ વસ્તુ ઉમેરવી જોઈએ.
આ પણ વાંચો: છોડના પાનને ખાઈ જતી જીવાત દુર કરવાના 5 દેશી ઈલાજ, ચોમાસામાં છોડ રહેશે લીલાછમ
લીમડાના છોડ માટે ખાતર
લીમડાના છોડમાં મોટા અને વધારે સારા પાન આવે તે માટે તેમાં ખાતર ઉમેરવું જરૂરી છે. જો તમે ઘરે માટીને ફળદ્રુપ બનાવતું ખાતર બનાવવા માંગો છો તો તેના માટે કેળાની છાલની જરૂર પડશે. સૌથી પહેલા 4 કેળાની છાલ લેવી અને તેના ટુકડા કરી લો. એક વાસણમાં છોડ માટે પાણી ભરો અને તેમાં કેળાની છાલ ઉમેરી દો.
આ પાણીને 4 દિવસ ઢાંકીને રાખી દો. 4 દિવસ પછી છાલ સહિત પાણી લીમડાના છોડમાં રેડી દો. કેળાની છાલનું પાણી બનાવવું ન હોય તો તમે કેળાની છાલને એકઠી કરી તડકામાં સુકવી તેનો પાવડર કરીને પણ માટીમાં મિક્સ કરી શકો છો.
આ પણ વાંચો: ઘરમાં વાવો હેલ્થને ફાયદો કરતા આ 4 હર્બ્સ, નાનકડા કુંડામાં પણ સરળતાથી ઉગી જશે
લીમડાનો છોડ વાવવાની સારી રીત
જો તમે ઘરે લીમડાનો છોડ વાવવા માંગો છો તો સૌથી પહેલા એક મોટું કુંડુ લેવું તેમાં માટી ભરી દો. છોડ માટે ફળદ્રુપ માટી લેવી. ત્યારબાદ લીમડાના છોડના મૂળ માટીમાં દબાઈ જાય એ રીતે છોડ કુંડામાં વાવી દો. શરુઆતમાં છોડને રોજ 4 થી 5 કલાક તડકામાં રાખો. ચોમાસામાં છોડમાં રોજ પાણી ન નાખવું. થોડું પાણી જ નાંખવું. વધારે પાણી નાંખવાથી છોડના મૂળ વધવાને બદલે સડવા લાગે છે.
આ પણ વાંચો: તુલસીની માટીમાં મિક્સ કરી દો આ વસ્તુ, છોડના મૂળ મજબૂત થશે અને પાનનો ગ્રોથ પણ વધશે
લીમડાના પાન સારા અને વધારે આવે તે માટે છોડ જેમજેમ મોટો થાય તેમ તેના વધારાના પાન, ડાળીઓ દુર કરવા. સાથે જ સમયાંતરે છોડમાં ખાતર પણ ઉમેરવું. લીમડાના છોડમાં જેટલું સારું ખાતર ઉમેરશો એટલો સારો ગ્રોથ છોડનો થશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે