નવી દિલ્હીઃ જાનવરોમાં કૂતરો મનુષ્યનો સૌથી વફાદાર મિત્ર માનવામાં આવે છે. પરંતુ સમયની સાથે હવે ચિત્ર બદલાઈ ગયું છે. શહેરોની ગલીઓમાં ડર ફરી રહ્યો છે. રખડતાં કૂતરાઓ હવે વફાદારી નહીં, ડરનું બીજું નામ બની રહ્યાં છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે Suo Moto Cognizance લેવો પડ્યો છે. કોર્ટે તેને ખૂબ ચિંતાજનક ગણાવ્યું, કારણ કે કૂરતા કરડવાને કારણે મોત પણ થાય છે. આ કેસ સતત વધી રહ્યાં છે. દેશભરમાં કૂતરા કરડવાના 37 લાખથી વધુ કેસ નોંધાયેલા છે. પરંતુ અહીં વાત થઈ રહી છે રસ્તે રખડતાં કૂતરાઓની, તેની નહીં જે આપણા ઘરોમાં પાલતુ જાનવર છે. કેમ મનુષ્યના સૌથી ગાઢ મિત્ર કૂતરાથી લોકો ડરવા કેમ લાગ્યા છે? રસ્તા પર સ્ટ્રે ડોગ્સનો આતંક કેમ વધી ગયો છે?
આ ચિંતાનો વિષય છે કારણ કે એકવાર તમને રેબીઝ થઈ જાય પછી બચવું મુશ્કેલ બની જાય છે. રેબીઝનો ચેપ જ્ઞાનતંતુઓ સુધી પહોંચતાની સાથે જ કેસ ગંભીર બની જાય છે. આ જ કારણ છે કે તે બાળકો માટે જીવલેણ છે. તેમની ટૂંકી ઊંચાઈને કારણે, જ્યારે કૂતરો હુમલો કરે છે, ત્યારે ઘણીવાર બાળકોના ચહેરા અને માથાની નજીક ઈજા થાય છે. જેના કારણે ચેપ ચારથી પાંચ કલાકમાં મગજ સુધી પહોંચી જાય છે.
આ પણ વાંચોઃ ફુલેલું પેટ થોડા દિવસોમાં જ જતું રહેશે અંદર, પાતળું થવું હોય તો અપનાવો આ દેશી નુસખો
કૂતરું કરડે તો તત્કાલ કરો આ કામ
પરંતુ જો કૂતરું કરડે તો ડરવાની જરૂર નથી. પરંતુ સમય પર સારવાર અને કેટલીક સાવચેતી રાખવાની જરૂર છે. જો તમારી સાથે આવી ઘટના બની અને કૂતરું કરડે તો ધ્યાન રાખો કે 99% ઈન્ફેક્શન ઘાવને સારી રીતે ધોઈ લેવાથી ટળી જાય છે. બસ 15-20 મિનિટ સુધી ઘાવને સારી રીતે સામાન્ય પાણીથી ધોવો જરૂરી છે. તેવામાં આ વાતનું ખાસ ધ્યાન રાખો.
કૂતરું કરડે તો કેટલા ઈન્જેક્શન લેવા પડે છે?
ડોક્ટરો પ્રમાણે કૂતરું કરડ્યા બાદ શરૂઆતી આઠ દિવસ મહત્વના હોય છે. તેથી જે દિવસે કૂતરું કરડે તે દિવસે વેક્સીનનો પ્રથમ ડોઝ લઈ લેવો જોઈએ. આવા મામલામાં બેદરકારી દાખવવી ભારે પડી શકે છે. ત્યારબાદ એન્ટીસેપ્ટિક લગાવો જેમ કે પોટાશ કે ડેટોલ લગાવી શકો છો. ડોક્ટરો પાસેથી એન્ટી-રેબીઝ વેક્સીન લગાવો. જો કૂતરાએ ઊંડો ઘા કર્યો હોય તો ઇમ્યુનોગ્લોબ્યુલિનનું ઇન્જેક્શન પણ આપવું જોઈએ.
ડિસ્ક્લેમરઃ સામાન્ય માહિતીના આધારે આ સમાચાર લખવામાં આવી છે. તે માટે અમે વિવિધ ઉપલબ્ધ જાણકારીની મદદ લીધી છે. વધુ વિગત માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે