Money Plant: લોકો પોતાના ઘરમાં મની પ્લાંટ રાખતા હોય છે. મની પ્લાંટ જેમ જેમ વધે તેમ સમૃદ્ધિ વધે છે. મની પ્લાંટ સુકાઈ જાય તેને અશુભ માનવામાં આવે છે. તેથી જ જરૂરી છે કે તમે મની પ્લાંટ ઘરમાં રાખો તો તેની ખાસ રીતે સંભાળ કરવી. જો તમે મની પ્લાંટ લગાવો છો તો ઘરમાં પોઝિટિવ એનર્જી વધે છે. ઘરમાં સમૃદ્ધિ વધારતા આ છોડને સાર સંભાળની ખાસ જરૂર હોય છે.
આ પણ વાંચો: Rose Plant: આ ટીપ્સ ફોલો કરશો તો ગુલાબના છોડમાં ઝડપથી આવશે મોટા મોટા ફૂલ
મની પ્લાંટ લગાવ્યા પછી જો યોગ્ય રીતે ધ્યાન રાખવામાં ન આવે તો તેનો ગ્રોથ સારી રીતે થતો નથી અને તેના પાન પણ પીળા પડવા લાગે છે. જો સમય રહેતા જ યોગ્ય ઉપાય કરી લેવામાં આવે તો મની પ્લાંટનો ગ્રોથ ઝડપથી થાય છે અને પાન પણ લીલા આવે છે.
આ પણ વાંચો: Fertilizer: ઘરે સરળતાથી બનાવી શકો છો આ 4 પ્રકારના ખાતર, છોડ આખું વર્ષ રહેશે લીલાછમ્મ
મની પ્લાંટનો ગ્રોથ વધારવા માટે હંમેશા ફળદ્રુપ માટીનો જ ઉપયોગ કરવો. કુંડામાં મની પ્લાંટ રાખવો હોય તો નદીની ફળદ્રુપ માટીમાં વર્મી કંપોસ્ટ ઉમેરી માટી તૈયાર કરવી. ત્યારબાદ તેમાં મની પ્લાંટ વાવવો.
આ પણ વાંચો: આ રીત અજમાવી ઘરે કુંડામાં જ ઉગાડી લો લસણ, માર્કેટમાંથી ખરીદવાની જરૂર નહીં પડે
મની પ્લાંટ પર ડાયરેક્ટ તડકો આવે તો તેનાથી તેનો ગ્રોથ પ્રભાવિત થાય છે અને પાન પીળા પડી જાય છે. તેથી મની પ્લાંટને એવી રીતે રાખો જ્યાં થોડીવાર જ તડકો આવતો હોય.
આ પણ વાંચો: Kitchen Garden: ઘરે નાનકડા કુંડામાં પણ ઉગાડી શકો છો મીઠો લીમડો, જાણી લો સૌથી સરળ રીત
જો મની પ્લાંટનો ગ્રોથ અટકી ગયો હોય અને પાન પીળા પડી ગયા હોય તો એક ચમચી યૂરિયા અને એક ચમચી હ્યુમિક એસિડને 6 લીટર પાણીમાં મીક્સ કરી મિશ્રણ તૈયાર કરો. હવે આ મિશ્રણને સ્પ્રે બોટલમાં ભરી અને મની પ્લાંટ પર છાંટો અને માટીમાં પણ ઉમેરો. આ મિશ્રણથી મની પ્લાંટનો ગ્રોથ ઝડપી થશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે