Home> World
Advertisement
Prev
Next

Deportation Laws: ગેરકાયદે પ્રવાસીઓને હાથકડી પહેરાવવી કેટલું યોગ્ય? શું કહે છે કાયદો....ખાસ જાણો

Deportation Laws: અમેરિકાથી જે રીતે હાથમાં હાથકડી, પગમાં અને કમરમાં સાંકળો બાંધીને ગેરકાયદે પ્રવાસી ભારતીયોને ભારત મોકલવામાં આવ્યા તેના પર મોટો વિવાદ ઊભો થઈ ગયો છે. હવે આ અંગે શું કહે છે કાયદો તે પણ ખાસ જાણવા જેવું છે. 

Deportation Laws: ગેરકાયદે પ્રવાસીઓને હાથકડી પહેરાવવી કેટલું યોગ્ય? શું કહે છે કાયદો....ખાસ જાણો

Illegal Immigrants Deportation: અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક આદેશથી દુનિયાભરમાં હડકંપ મચી ગયો છે. અમેરિકા પોતાના ત્યાં આવેલા ગેરકાયદે પ્રવાસીઓને કાઢી રહ્યું છે. અમેરિકા પોતે એવા લોકોને તેમના દેશ પહોંચાડી રહ્યું છે. આ જ કડીમાં પંજાબના એરપોર્ટ પર ગેરકાયદે પ્રવાસીઓની વાપસી દરમિયાન તેમને હાથકડી અને ચેનમાં બાંધવા મુદ્દે વિવાદ ઉઠ્યા બાદ હવે એવો સવાલ ઊભો થાય છે કે શું આ રીતે આ મુદ્દો હેન્ડલ થવો જોઈતો હતો. જો કે ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે આ મુદ્દે સંસદમાં જાણકારી આપી કે આ પ્રક્રિયા કોઈ નવી નથી અને આ છેલ્લા કેટલાય વર્ષોથી ચાલે છે. 2009થી અત્યાર સુધીમાં 15,668 ગેરકાયદે ભારતીય પ્રવાસીઓને અમેરિકાથી પાછા મોકલવામાં આવ્યા છે. પરંતુ આ બધા વચ્ચે એ સમજવું જરૂરી છે કે આખરે કાયદો શું કહે છે. 

fallbacks

શું કહ્યું વિદેશ મંત્રીએ- પહેલા એ જાણો
અસલમાં અમેરિકાથી પાછા ફરેલા 104 ગેરકાયદે પ્રવાસીઓમાં મોટાભાગના હરિયાણા, ગુજરાત, પંજાબ, યુપી અને ચંડીગઢના હતા. એસ જયશંકરે જણાવ્યું કે આ પ્રવાસીઓની વાપસીની વ્યવસ્થા અમેરિકી ઈમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ ICE દ્વારા કરાય છે અને આ પ્રક્રિયા નિર્ધારિત પ્રોટોકોલ મુજબ થાય છે. તેમણે એમ પણ કહ્યું કે મહિલાઓ અને બાળકોને આ પ્રક્રિયામાં ક્યારેય બાંધવામાં આવતા નથી. 

કાયદો શું કહે છે
એક રિપોર્ટ મુજબ અમેરિકાના કાયદા મુજબ જ્યારે પ્રવાસીઓને ડિટેઈન કરવામાં આવે છે ત્યારે તેમનું સ્થાનાનંતરણ ICE દ્વારા સંચાલિત કેન્દ્રોમાં થાય છે. આ કેન્દ્રોમાં 41,500ની સંખ્યા સુધી લોકો રહી શકે છે. જ્યારે પ્રવાસીઓ વિરુદધ નિષ્કલન આદેશ બહાર પડે તો તેમને અનેક સ્થાનોથી થઈને ફ્લાઈટ્સ દ્વારા પાછા મોકલવામાં આવે છે. આ ફ્લાઈટ્સ પર પ્રવાસીઓને સંપૂર્ણ રીતે બાંધવા જરૂરી હોય છે જે 2012થી લાગૂ નિયમોનો ભાગ છે. તેમાં હાથમાં હાથકડી, કમરમાં ચેન અને પગમાં લોઢાની સાંકળ સામેલ છે. 

ડિટેઈન કરેલા વ્યક્તિઓને બાંધી રાખવા જરૂરી?
ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં ડિપોર્ટેશનની પ્રક્રિયાને તેજ કરાઈ છે. આ દરમિયાન એક સૈન્ય વિમાન અમૃતસર ઉતર્યું જેમાં 104 ભારતીયો હતા. ICE ના નિયમો મુજબ તમામ ડિટેઈન કરાયેલાના બાંધી રાખવા જરૂરી હોય છે. જો કે બાળકો અને તેમના માતા પિતાને બાંધી રાખવા જરૂરી હોતા નથી. વિમાનમાં તેમની સાથે 13થી 20 સુરક્ષા ગાર્ડ્સ હોય છે અને કોઈ પણ મેડિકલ ઈમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટે હેલ્થ કર્મચારીઓ પણ હોય છે. 

હેન્ડ લગેજ લઈ જવા દેવાતો નથી
ICE ની નીતિ મુજબ પ્રવાસીઓને ડિટેન્શન ફ્લાઈટ્સ પર કોઈ હેન્ડ લગેજ લઈ જવા દેવામાં આવતો નથી. તેમને ફક્ત એક ચેક્ડ બેગ લઈ જવાની મંજૂરી હોય છે. જેનું વજન 18 કિલોગ્રામ સુધી હોઈ શકે છે. આ સાથે ભોજન પણ પ્રવાસીઓને ટ્રાન્ઝિટ દરમિયાન અપાય છે. આ ફ્લાઈટ્સ પર વિશેષ સુરક્ષા અને ચિકિત્સા નિયમો લાગૂ થાય છે. જેથી કરીને કોઈ પણ પ્રકારની પરેશાનીથી બચી શકાય

આ તો થઈ અમેરિકાના કાયદાની વાત. પરંતુ આ મામલે વિપક્ષી દળો વિદેશ મંત્રીના જવાબથી સંતુષ્ટ થયા નહીં. તેમણે ભારતીયો સાથે અમાનવીય વ્યવહાર કરવાનો આરોપ લગાવીને કેન્દ્ર સરકારની આલોચના કરી છે. તેમનું માનીએ તો આ પ્રક્રિયા માનવીય દ્રષ્ટિકોણથી દૂર હતી અને તેને વધુ સારી કરી શકાય તેમ હતું. હવે આગળ શું થશે તે તો  સમય જ જણાવશે પરંતુ ટ્રમ્પના તેવર ઘટી રહ્યા નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More