Home> Agriculture
Advertisement
Prev
Next

ખેડૂતોને આ સરકારી યોજનામાં સહાય ચૂકવવામાં નંબર વન બન્યું ગુજરાત, 100 લાખ ચૂકવાયા

Gujarat farmer free smartphone Scheme : ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદી પર સહાય આપવાની પહેલ કરનાર ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય.... છેલ્લા બે વર્ષમાં ખેડા જિલ્લાના ૨,૨૪૬ ખેડૂતોને સ્માર્ટ ફોન સહાય યોજના હેઠળ રૂ. ૧૦૦ લાખથી વધુની સહાય ચૂકવાઈ

ખેડૂતોને આ સરકારી યોજનામાં સહાય ચૂકવવામાં નંબર વન બન્યું ગુજરાત, 100 લાખ ચૂકવાયા

Agriculture News : વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે દેશમાં સૌપ્રથમવાર ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદી પર સહાય આપવાની યોજના શરૂ કરી છે. છેલ્લા બે વર્ષમાં ખેડા જિલ્લાના ૨,૨૪૬ ખેડૂત લાભાર્થીઓને સ્માર્ટ ફોન સહાય યોજના હેઠળ રૂ. ૧૦૦ લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.

fallbacks

ગુજરાતના ખેડૂતો હવામાન-વરસાદની આગાહી, સંભવીત રોગ-જીવાત ઉપદ્રવ અને તેના નિયંત્રણ માટેની માહિતી, ખેડૂત ઉપયોગી પ્રકાશનો, નવીનતમ ખેત પદ્ધતિ તેમજ સરકારની કૃષિલક્ષી યોજનાઓની માહિતી ફોનના માધ્યમથી સરળતાથી મેળવી શકે તેવા શુભ આશય સાથે આ યોજના અમલમાં આવી છે, તેમ તેમણે જણાવ્યું હતું.

સરગવાની ખેતીમાં કિંગ બન્યો ગુજરાતના આ નાનકડો તાલુકો, અમેરિકા સુધી થાય છે એક્સપોર્ટ

તેમણે ઉમેર્યું હતું કે, ભવિષ્યમાં ગુજરાતનાં ખેડૂતો મોબાઈલ એપ્લીકેશન પર નોંધણી કરીને પોતાના ખેતરને જીઓ રેફેરેંસિન્ગ દ્વારા માર્ક કરી શકશે. સેટેલાઇટ ઈમેજ પ્રોસેસીંગના માધ્યમથી ખેડૂતોને ખેતરમાં વાવેતર કરેલા પાકના સ્વાસ્થ્યની વિગત સમગ્ર સીઝન દરમિયાન મળશે. મોબાઇલ એપ પર ખેડૂતે વાવેતર કરેલ પાકની વાવણીથી લઇ કાપણી સુધીની એગ્રોનોમિકલ પ્રેકટાઇસીસ પણ જોઇ શકાશે અને તેને અનુરૂપ ખેત કાર્યોને સારી રીતે અમલમાં મૂકી શકશે. જેથી સમયસર આગોતરા પગલા લઇ ખેડૂતો તેમની આવકમાં વધારો કરી શકશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More