Gardening Tips: ચોમાસામાં ચારે તરફ હરિયાળી છવાઈ જાય છે. આ સમય ગાર્ડનિંગ માટે પણ બેસ્ટ હોય છ. આજકાલ શહેરોમાં લોકો પોતાના ઘરની બાલ્કનીમાં નાનકડું ગાર્ડન બનાવવાનું પસંદ કરવા લાગ્યા છે. જો આવું ગાર્ડન તમારે પણ બનાવવાનું હોય તો ચોમાસાની ઋતુ સૌથી બેસ્ટ છે. આ ઋતુ દરમિયાન છોડાવવામાં આવે તો ઝડપથી ઉગવા લાગે છે.
આ પણ વાંચો: વરસાદી વાતાવરણમાં વાવી દો કેળનો છોડ, શિયાળો શરુ થાશે ત્યાં તો આવવા લાગશે કેળા
સામાન્ય રીતે જ્યારે ઘરમાં કોઈ વસ્તુ વાવવી હોય તો તેના બી અથવા તો મૂળ વાળા છોડની જ ખરીદી કરવી પડે છે. પરંતુ ત્રણ છોડ એવા પણ છે જેને ઉગાડવા માટે બી કે મૂળની જરૂર પડતી નથી. જો કોઈના ઘરે આ છોડ હોય તો ત્યાંથી બસ એક ડાળ તોડીને લઈ આવવી. આ ત્રણ છોડની ડાળ કુંડામાં વાવી દેવાથી છોડ ઝડપથી ઉગી જાય છે. આ છોડ કયા છે ચાલો જાણીએ.
આ પણ વાંચો: કુંડામાં લીલા મરચા વાવવાની રીત, માટીમાં આ વસ્તુ મિક્સ કરશો તો ઝડપથી ઉગશે મરચા
મની પ્લાન્ટ
મની પ્લાન્ટ મોટાભાગના લોકોના ઘરમાં જોવા મળશે. મની પ્લાન્ટને સુખ, સમૃદ્ધિ સાથે પણ જોડવામાં આવે છે અને આ છોડ ઘરની હવાને શુદ્ધ પણ કરે છે. દેખાવમાં પણ આ છોડ સુંદર હોય છે તેથી ઘરમાં મની પ્લાન્ટ રાખવામાં આવે છે. મની પ્લાન્ટ વાવવો હોય તો પણ તેના બી કે છોડ લેવાની જરૂર નથી મની પ્લાન્ટની એક ડાળખી કુંડામાં વાવી દેશો તો પણ ઝડપથી ઉગી જશે.
આ પણ વાંચો: મીઠા લીમડાનો ગ્રોથ ઝડપથી અને સારો થાય તે માટે માટીમાં મિક્સ કરો આ નેચરલ ખાતર
મોગરો
જો તમને ઘરમાં સુગંધી ફુલ વાવવા હોય તો મોગરાનો છોડ સૌથી બેસ્ટ છે. મોગરાના ફૂલની સુગંધ આખા ઘરને મહેકાવી દેશે. મોગરાનો છોડ પણ એવો છોડ છે જેને વાવવા માટે બી ની જરૂર પડતી નથી. મોગરાના છોડની નાનકડી ડાળી પણ કુંડામાં વાવી દેવાથી થોડા જ દિવસોમાં તેમાં મૂળ નીકળી જાય છે અને છોડ ઉગવા લાગે છે.
આ પણ વાંચો: ઘરમાં વાવો હેલ્થને ફાયદો કરતા આ 4 હર્બ્સ, નાનકડા કુંડામાં પણ સરળતાથી ઉગી જશે
રાતરાણી
રાતના સમયે ખેલતા આ ફૂલ ઘરને સુગંધથી ભરી દે છે. રાતરાણીનો છોડ વાવવા માટે પણ બી લેવાની જરૂર નહીં પડે. આ છોડ ડાળની મદદથી ઉગી શકે છે. કુંડામાં માટી ભરીને તેમાં રાતરાણીના છોડની ડાળી વાવી દેવી. ડાળી વાવ્યા પછી કુંડામાં રોજ થોડું થોડું પાણી ઉમેરવું. થોડા દિવસોમાં જ ડાળીમાં જ મૂળ ઊગી જશે અને છોડ મોટો થવા લાગશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે