Trump Putin Alaska Meeting: એવું લાગી રહ્યું છે કે યુક્રેન યુદ્ધને લઈ હવે રશિયા અને અમેરિકા ગંભીર બની ગયા છે. કદાચ આ જ કારણ છે કે ત્રણ વર્ષથી વધુ જૂના આ સંઘર્ષનો અંત લાવવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 15 ઓગસ્ટે અલાસ્કામાં મુલાકાત કરશે. આ બેઠક ફક્ત યુક્રેન સંકટ પર જ નહીં પરંતુ અમેરિકા-રશિયા સંબંધો માટે પણ મહત્વપૂર્ણ રહેશે. વ્હાઇટ હાઉસ પરત ફર્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પની પુતિન સાથેની આ પહેલી રૂબરૂ મુલાકાત હશે અને પહેલી વાર બન્ને નેતાઓ અમેરિકાની ધરતી પર શાંતિ વાટાઘાટો કરશે. પરંતુ પ્રશ્ન એ છે કે અલાસ્કાને શા માટે પસંદ કરવામાં આવ્યું છે.
શું રહેશે મુખ્ય એજન્ડા?
વાસ્તવિક એજન્ડા યુક્રેન સંકટ છે. જો આપણે યુક્રેન વિશે વાત કરીએ, તો યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી પણ છેલ્લા કેટલાક અઠવાડિયાથી પડદા પાછળની વાટાઘાટોમાં સામેલ છે. ટ્રમ્પે સંકેત આપ્યો છે કે, સંભવિત કરારમાં યુદ્ધ અટકાવવા માટે કેટલાક પ્રદેશોની આપ-લે શામેલ હોઈ શકે છે. પુતિનના નજીકના સલાહકાર યુરી ઉશાકોવે પુષ્ટિ કરી છે કે, આ એજન્ડા યુક્રેન સંકટનો લાંબા ગાળાનો શાંતિપૂર્ણ સામાધાન હશે. જો કે, આ પ્રક્રિયા પડકારજનક રહેશે.
લોકસભામાં પાસ થયું નવું ઈનકમ ટેક્સ બિલ, જાણો શું-શું બદલાશે? ટેક્સપેયર ખાસ જાણે
કેમ પસંદ કરવામાં આવ્યું અલાસ્કા?
આ બેઠક માટે અલાસ્કાને પસંદ કરવા પાછળ કાનૂની અને ભૌગોલિક કારણો છે. રશિયાના રાષ્ટ્રપતિ સામે ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનું ધરપકડ વોરંટ જાહેર છે. ICC સભ્ય દેશોમાં તેમની ધરપકડ જરૂરી હોત. અમેરિકા ICCનું સભ્ય નથી, તેથી અહીં આવી કોઈ બંધન નથી. આ ઉપરાંત અલાસ્કાની રશિયા સાથે ભૌગોલિક નિકટતા અને બેરિંગ સ્ટ્રેટમાં માત્ર 88 કિલોમીટરનું અંતર પણ તેને એક અનુકૂળ સ્થળ બનાવે છે.
એક સમયે રશિયાનું હતું અલાસ્કા
અલાસ્કાનો રશિશા સાથે ઐતિહાસિક સંબંધ ૧૮મી સદીથી રહ્યો છે. જ્યારે રશિયન સામ્રાજ્યએ અહીં વસાહતો સ્થાપી અને ફરના વેપાર માટે ઠેકાણા બનાવ્યા હતા. પરંતુ પાછળથી 1867માં અમેરિકાએ આ વિસ્તાર રશિયા પાસેથી 72 લાખ ડોલરમાં ખરીદ્યો. જેને આર્થિક અને વ્યૂહાત્મક રીતે મોટો સોદો માનવામાં આવતો હતો. 1959માં અલાસ્કા અમેરિકાનું 49મું રાજ્ય બન્યું અને આજે પણ તે તેલ, ગેસ અને ખનિજ સંસાધનો માટે પ્રખ્યાત છે.
જન્માષ્ટમી પર બની રહ્યા છે ઘણા શુભ યોગ, આ 3 રાશિઓ પર શ્રીકૃષ્ણની રહેશે વિશેષ કૃપા!
હવે અલાસ્કાનું વ્યૂહાત્મક મહત્વ વધુ
આજના યુગમાં અલાસ્કાનું વ્યૂહાત્મક મહત્વ વધુ વધી ગયું છે. તે આર્કટિક ક્ષેત્રમાં એકમાત્ર યુએસ રાજ્ય છે અને અહીંથી નવા દરિયાઈ માર્ગો અને સંસાધનોની પહોંચ સરળ છે. આ જ કારણ છે કે તેને ઉચ્ચ સ્તરીય રાજદ્વારી વાટાઘાટો માટે યોગ્ય સ્થળ માનવામાં આવે છે. અગાઉ પણ અહીં યુએસ-ચીન વાટાઘાટો અને ઘણી ઐતિહાસિક બેઠકો થઈ ચૂકી છે.
બધાની નજર અલાસ્કા પર છે...
અલાસ્કાના ગવર્નર માઈક ડનલીવીએ આ બેઠકનું સ્વાગત કર્યું છે. તેમણે તેને 'વૈશ્વિક મહત્વની ચર્ચાઓ માટે યોગ્ય સ્થળ' ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, અલાસ્કા સદીઓથી રાષ્ટ્રો વચ્ચે સેતુ રહ્યું છે અને આજે પણ તે રાજદ્વારી, વેપાર અને સુરક્ષા માટે પ્રવેશદ્વાર છે. જો કે, કેટલાક અમેરિકન નેતાઓ પુતિનના ઇરાદાઓ અંગે પણ સતર્ક છે.
'રખડતા શ્વાન પર SCનો આદેશ દરેક શહેરમાં કરવામાં આવે લાગુ' ચિદમ્બરમે કેમ કરી આ માંગ
ભવિષ્ય બતાવશે શું થવાનું છે..
આ બેઠક યુક્રેન માટે નિર્ણાયક બની શકે છે. કારણ કે પુતિન ચાર પ્રદેશો લુહાન્સ્ક, ડોનેત્સ્ક, ઝાપોરિઝિયા અને ખેરસોન પર દાવો કરી રહ્યા છે. સાથે જ 2014માં કબજે કરાયેલા ક્રિમીયા પર પણ તેમની નજર રહેશે. આ વિસ્તારો છોડવા યુક્રેન માટે રાજકીય અને ભાવનાત્મક રીતે મુશ્કેલ બનશે. દુનિયાની નજર આ બેઠક પર રાખશે. આ બેઠક બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપમાં સૌથી લોહિયાળ સંઘર્ષનો માર્ગ બદલી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે