Home> Agriculture
Advertisement
Prev
Next

Gardening Tips: અપરાજિતાની વેલ વાવવા માટે પરફેક્ટ સીઝન છે ચોમાસું, આ 3 રીતે કેર કરશો તો ફુલ પણ વધારે આવશે

Gardening Tips For Aparajita: ચોમાસામાં ઘરે અપરાજિતાની વેલ વાવશો તો ઝડપથી ઉગશે. આ વાતાવરણ છોડ માટે અનુકૂળ હોય છે. તમે કેટલાક સરળ કામ કરીને આ વેલમાં ફુલની સંખ્યા વધારી પણ શકો છો. 
 

Gardening Tips: અપરાજિતાની વેલ વાવવા માટે પરફેક્ટ સીઝન છે ચોમાસું, આ 3 રીતે કેર કરશો તો ફુલ પણ વધારે આવશે

Gardening Tips For Aparajita: વરસાદની ઋતુ કોઇ પણ છોડ વાવવા માટે પરફેક્ટ માનવામાં આવે છે. કારણકે આ ઋતુમાં છોડ ઝડપથી ગ્રોથ કરે છે અને સરળતાથી ઊગી પણ જાય છે. અપરાધિતાની વેલ પણ આ સિઝનમાં ઝડપથી ઉડી જાય છે. અપરાધિતાની વેલ વાવ્યા પછી થોડા જ દિવસોમાં તેમાં ફૂલ પણ ખીલવા લાગે છે. અપરાધિતાના બ્લુ કલરના ફૂલ ઘરની સુંદરતા વધારી દે છે. આ ફૂલનો ઉપયોગ ચા બનાવવા માટે પણ કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ પણ અપરાધિતાનો છોડ શુભ માનવામાં આવે છે. 

fallbacks

આ પણ વાંચો: ચોમાસામાં જાસૂદના છોડમાં નાખો આ ખાતર, છોડમાં નહીં લાગે જીવાત, ફુલ પણ વધારે આવશે

કુંડામાં અપરાધિતાનો છોડ વાવવાની રીત 

જો તમે ઘરે કુંડામાં અપરાધિતાની વેલ વાવવા માંગો છો તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો. કુંડામાં વેલ માટે ભુરભુરી માટી અને જલનિકાસીવાળી ફળદ્રુપ માટીની પસંદગી કરો. સાથે જ જ્યારે પણ તડકો નીકળે ત્યારે કુંડાને તડકામાં રાખો. અપરાધિતાના ફૂલ વધારે આવે તે માટે કુંડાની માટીમાં છાણનું ખાતર અને કોકોપીટ ખાતર મિક્સ કરો. માટીમાં આ 2 ખાતર મિક્સ કરીને છોડ વાવવાથી તેના મૂળ મજબૂત રહેશે અને ફૂલ પણ વધારે આવશે. 

આ પણ વાંચો: પપૈયાના ઝાડમાં આ 3 દેશી વસ્તુ ખાતર તરીકે નાખો, ઢગલાના મોઢે ઉતરશે પપૈયાના ઝાડમાં ફળ

નિયમિત સફાઈ કરો 

અપરાધિતાની વેલ ઝડપથી વધે છે તેથી વેલ માટે એવી વ્યવસ્થા કરી રાખો કે જેથી તે યોગ્ય દિશામાં વધે. વેલને સપોર્ટ મળે તે માટે લાકડી કે જાળી બાંધી દેવી. જેના પર વેલ સરળતાથી વધી જાય. સાથે જ વેલમાં જે પણ સુકાયેલા પાન દેખાય તેને સમયે સમયે દૂર કરતા રહો. સુકાયેલા પાન દૂર કરી દેશો તો તાજા પણ ઝડપથી આવશે. 

આ પણ વાંચો: Gardening Tips: ઘરે ફુદીનો ઉગાડવાની સૌથી સરળ રીત, બારેમાસ છોડમાં આવતા રહેશે લીલા પાન

પોષણ અને પાણીનું ધ્યાન રાખો 

વરસાદી વાતાવરણમાં છોડને વધારે પાણી આપવાથી છોડ કરમાઈ જાય છે. તેથી કુંડામાં વધારે પ્રમાણમાં પાણી રોજ રેડવું નહીં. કુંડું પણ એવું રાખવું જેમાંથી વધારાનું પાણી ઝડપથી નીકળી જાય. થોડા થોડા સમયે કુંડામાં વર્મી કમ્પોસ્ટથી બનેલું જૈવિક ખાતર પણ ઉમેરવું. આ ખાતરથી વેલમાં ફૂલ વધારે આવે છે અને ઝડપથી આવે છે. 

આ પણ વાંચો: ઘરમાં રાખવા માટે બેસ્ટ છે આ 5 પ્લાંટ, દિવસ-રાત ઓક્સિજન છોડી ઘરને રાખશે ફ્રેશ

ચોમાસા દરમિયાન છોડમાં જીવજંતુઓ પણ થઈ જતા હોય છે. વેલને જંતુઓથી બચાવવા માટે તેના પાન પર લીમડાના તેલનું સ્પ્રે બનાવી છાંટી દેવું. તેનાથી જીવજંતુ વેલ અને ફુલને ખરાબ નહીં કરે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More