વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજ સયાજીરાવ યુનિ. ની ગર્લ્સ હોસ્ટેલમાં 350 વિધાર્થીનીઓએ રાત્રી ભોજન લીધું હતું. વિદ્યાર્થિનીઓને સારવાર માટે ગોત્રી અને સયાજી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. ભોજન લીધા બાદ વિદ્યાર્થિનીઓને રાત્રે ઝાડા ઉલટી અને પેટમાં દુખાવો થયો હતો.
ભારે વરસાદે મચાવી તબાહી! અહીં તમામ સ્કૂલ-કોલેજ બંધ, અંબાલાલે આપ્યું જિલ્લાઓનું લિસ્ટ
સયાજી હોસ્પિટલમાં વાઈસ ચાન્સેલર, હોસ્ટેલના ચીફ વોર્ડન, પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. મેસના વાસી ભોજનના કારણે વિધાર્થીનીઓનો જીવ જોખમમાં મૂકાયો હતો. અનેક વખત વિધાર્થીનીઓએ ભોજનની ગુણવત્તાને લઈ ફરિયાદ કરી છે.
વિજાપુરમાં 90 ખેડૂતો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી પિતા-પુત્ર દેશ છોડી ફરાર
આ વિશે મળતી માહિતી પ્રમાણે વડોદરાની મહારાજ સયાજીરાવ યુનિ. માં વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ યુનિવર્સિટી હોસ્ટેલમાં રહીં અભ્યાસ કરી રહી છે. જ્યાં હોસ્ટેલમાં જમવા માટે મેસની સુવિધા પણ ઉપલબ્ધ છે. ત્યારે ગતરોજ યુનિવર્સિટીની ત્રણથી ચાર હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓએ રાત્રી ભોજન લીધા બાદ તેમની તબિયત અચાનક બગડી હતી.
કળયુગના અંતની આવી ગઈ તારીખ!દુનિયામાં 7 છવાઈ જશે અંધારું,ભવિષ્ય માલિકાની આ ભવિષ્યવાણી
વિદ્યાર્થીનીઓને એકા એક વોમિટિંગ અને તબિયત નાદુરસ્ત બનતા હોસ્ટેલના વોર્ડનને જાણ કરાઈ હતી. જોકે જોત જોતામાં વિદ્યાર્થનીઓની તબિયત બગડી હોવાની સંખ્યામાં વધારો થતાં તાત્કાલિક યુનિ. ના સત્તાધીશોને જાણ કરી એમ્બ્યુલન્સ બોલાવી વિદ્યાર્થીનીઓને સારવાર માટે સયાજી હોસ્પિટલ તો કેટલાકને ગોત્રી અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. આમ આખી રાત ગર્લ્સ હોસ્ટેલ કેમ્પસ એમ્બ્યુલન્સના સાયરનથી ગુંજી ઉઠ્યું હતું.
કેશોદમાં ચોંકાવનારી ઘટના આવી સામે, એક મહિના અગાઉ પ્રેમ લગ્ન કરનાર વકીલે કર્યો આપઘાત
ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક પોલીસને પણ જાણ કરી તેમની મદદ લેવામાં આવી હતી. હાલ સયાજી હોસ્પિટલ, ગોત્રી અને ખાનગી હોસ્પિટલમાં વિદ્યાર્થીનીઓ સારવાર હેઠળ છે. જોકે હોસ્ટેલમાં રહેતી 100થી વધુ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હોવાનું પ્રાથમિક માહિતી સામે આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે