Home Made Fertilizer: જો તમને પણ હોમ ગાર્ડનિંગનો શોખ હોય અથવા તો તમે ઘરમાં કેટલાક ફૂલછોડ વાવેલા હોય તો તમને ખબર જ હશે કે ફળ, ફુલ અને છોડનો ગ્રોથ થાય તે માટે તેમાં થોડા સમયે ખાતર પણ ઉમેરવું જરૂરી છે. કિચન ગાર્ડન મેનેજ કરતા લોકો પણ ફળ અને શાકભાજીમાં ખાતર ઉમેરતા હોય છે. જો તમે પણ ગાર્ડનિંગ કરતા હોય અને તમે છોડમાં ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરવા માંગો છો તો તમે 4 જૈવિક ખાતર ઘરે જ બનાવી શકો છો. રસોડાની કેટલીક વસ્તુઓનો જ ઉપયોગ કરીને આ ખાતર બની જાય છે. આ ખાતરનો ઉપયોગ કરશો તો તમારા ઘરના ફૂલ છોડ લીલાછમ રહેશે અને ગ્રોથ પણ સારો થશે.
ઘરે આ 4 રીતે બનાવો ખાતર
આ પણ વાંચો: આ રીત અજમાવી ઘરે કુંડામાં જ ઉગાડી લો લસણ, માર્કેટમાંથી ખરીદવાની જરૂર નહીં પડે
કિચન વેસ્ટમાંથી બનતું ખાતર
કિચન વેસ્ટમાંથી પણ તમે સારું એવું ખાતર બનાવી શકો છો. ફળ અને શાકભાજીની જે છાલ નીકળે તેને કચરામાં ફેંકવાને બદલે એક વાસણમાં એકઠા કરો. જેટલી છાલ હોય એટલા જ પ્રમાણમાં ગાયનું છાણ તેમાં મિક્સ કરો. હવે આ મિશ્રણથી બમણું પાણી તેમાં ભરીને વાસણને ઢાંકીને એવી જગ્યાએ રાખી દો જ્યાં તડકો ન આવતો હોય. રોજ આ ખાતરને લાકડાની મદદથી પાંચ મિનિટ માટે હલાવવું. લગભગ દસ દિવસમાં જ ખાતર તૈયાર થઈ જશે.
આ પણ વાંચો: Rose Plant: ગુલાબના છોડમાં ઝડપથી ફુલ ઉગાડવા અપનાવો આ ટીપ્સ, ડાળીએ ડાળીએ ખીલશે ગુલાબ
કોકોપીટ બનાવવાની રીત
કોકોપીટ વિશે તમે પણ સાંભળ્યું જ હશે. આ ખાતર પણ ઘરે બની શકે છે. આ ખાતર નાળિયેરની છાલમાંથી બનાવવામાં આવે છે. તેના માટે નાળિયેરના છોડને એકઠા કરો અને પછી તેને મિક્સર ગ્રાઈન્ડરમાં પીસી લો. હવે જેટલો પાવડર હોય એટલું જ પાણી ઉમેરીને તેને 24 કલાક માટે પલાળો. પછી તેમાંથી પાણી કાઢીને તેને છોડમાં નાંખી દો.
આ પણ વાંચો: Kitchen Garden: ઘરે નાનકડા કુંડામાં પણ ઉગાડી શકો છો મીઠો લીમડો, જાણી લો સૌથી સરળ રીત
ચા પત્તીનું ખાતર
ચા બનાવ્યા પછી તેની ભૂકીને ફેંકી દેવાને બદલે તમે ખાતર તરીકે ઉપયોગમાં લઈ શકો છો. ચાની ભૂકીને એકઠી કરો અને પછી પાણીથી સારી રીતે તેને સાફ કરો જેથી ખાંડ અને દૂધનો ભાગ નીકળી જાય. ત્યાર પછી ચાને બે દિવસ સુધી તડકામાં સુકવવી. ચા સુકાઈ જાય પછી તેને સ્ટોર કરી લો અથવા તો અલગ અલગ છોડમાં થોડી થોડી છાંટી દો.
આ પણ વાંચો: ઘરમાં રાખેલા લકી બામ્બુ પ્લાન્ટનું આ રીતે રાખો ધ્યાન, છોડ ક્યારેય કરમાશે નહીં
છાણમાંથી ખાતર
છાણમાંથી પણ ખાતર બનાવી શકાય છે. તેના માટે 5 કિલો છાણમાં 5 કિલો ગૌમુત્ર, અડધો કિલો ચણાનો લોટ, અડધો કિલો ગોળ મિક્સ કરો અને તેને એક માટલામાં ભરી લો. હવે આ માટલામાં 5 લીટર પાણી મિક્સ કરો. આ માટલાની ઢાંકીને કોઈ જગ્યાએ રાખી દો અને પછી રોજ આ મિશ્રણને હલાવો. 8 દિવસમાં ખાતર તૈયાર થઈ જશે. આ ખાતર પણ છોડ માટે ખૂબ જ ફાયદાકારક છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે