Right Age for Marriage: લગ્ન સમાજની મહત્વની વ્યવસ્થા છે. લગ્નને લઈને દરેક યુવક અને યુવતીના મનમાં હજારો પ્રશ્નો હોય છે. જેમાં સૌથી સામાન્ય પ્રશ્ન હોય છે કે લગ્ન કઈ ઉંમરે કરવા યોગ્ય રહે. આજના સમયમાં યુવક અને યુવતીઓ મોટી ઉંમરે લગ્ન કરવાનું પસંદ કરે છે. વર્ષો પહેલા યુવતીઓના લગ્ન 14 વર્ષની ઉંમરમાં કરી દેવામાં આવતા હતા અને આજે 30 વર્ષ સુધી યુવતીઓ લગ્ન કરવાનું વિચારતી પણ નથી. સમાજમાં માનવામાં આવે છે કે લગ્ન યોગ્ય ઉંમરે થાય તો જીવન સુખદ રહે છે. લગ્ન અને ઉંમર વચ્ચેના સંબંધ અંગે એક રિસર્ચ કરવામાં આવી હતી. જેમાં લગ્નની યોગ્ય ઉંમર અને લગ્નની સફળતા વિશે પણ સમજાવવામાં આવ્યું.
આ પણ વાંચો: પરણિત પુરુષે 4 પ્રકારની સ્ત્રીઓથી સો ફુટ દુર રહેવું, નહીં તો લગ્નજીવન થઈ જાય બરબાદ
રિસર્ચમાં સામે આવ્યું કે લગ્ન કરવા માટે 28 થી 32 વર્ષની ઉંમર યોગ્ય હોય છે. આ સમયે લગ્ન થાય તો પાર્ટનર એકબીજાને સારી રીતે સમજી શકે છે. આ ઉંમરમાં એકબીજાનું થઈ જવું પણ સરળ હોય છે. આ રિસર્ચ માટે કરવામાં આવેલા સર્વે અનુસાર 28 થી 32 વર્ષની ઉંમરમાં લગ્ન કરનાર કપલના છુટાછેડા થાય તેનું જોખમ ઓછું હોય છે. ખાસ કરીને શરૂઆતના 5 વર્ષમાં ડિવોર્સ થવાની શક્યતા ઓછી હોય છે. કારણ કે આ ઉંમરમાં લોકો જીવન પ્રત્યેની જવાબદારી સમજવા લાગ્યા હોય છે અને સંબંધને મજબૂત કરવામાં માને છે.
આ પણ વાંચો: બોલીવુડ એક્ટર શાહિદ કપૂરે જણાવ્યું શા માટે ફેલ થાય છે રિલેશનશીપ ? જાણો તમે આ 2 કારણ
પરંતુ જો લગ્ન 32 વર્ષ પછી થાય તો ડિવોર્સની સંભાવના વધી જાય છે. 32 વર્ષ પછી લગ્નમાં દર વધતા વર્ષે ડિવોર્સની સંભાવના પાંચ ટકા વધે છે. જે કપલ 40 વર્ષ સુધીમાં લગ્ન કરે છે તેમાં ડિવોર્સ થવાનું જોખમ વધી જાય છે. કારણ કે આ ઉંમર એવી હોય છે જ્યારે લોકો સંબંધોમાં બાંધછોડ કરી શકતા નથી.
આ પણ વાંચો: જન્મથી જીદ્દી નથી હોતું બાળક, પેરેન્ટ્સની આ 3 ભુલ બાળકને બનાવે છે જીદ્દી
મેરીલેન્ડ વિશ્વવિદ્યાલયના સમાજશાસ્ત્રી દ્વારા કરવામાં આવેલા અન્ય એક અધ્યયનમાં એવું પણ સામે આવ્યું કે 40 વર્ષની ઉંમર પછી એટલે કે 45 થી 49 ની ઉંમરમાં જે લોકો લગ્ન કરે છે તેમના ડિવોર્સ થવાની સંભાવના પણ ખૂબ જ ઓછી હોય છે. કારણ કે આ ઉંમરમાં લોકો પરિપક્વ થઈ ગયા હોય છે અને જે સંબંધ હોય છે તેને નિભાવવામાં માને છે. આ ઉંમર એવી હોય છે જ્યારે તેઓ એકબીજાનો સાથ નિભાવે છે અને મદદ કરે છે. તેથી 40 વર્ષની ઉંમર પછી જેના લગ્ન થાય તેના ડિવોર્સ થવાની સંભાવના પણ ઓછી હોય તેવું આ રિસર્ચ પરથી કહી શકાય.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે