Home> Agriculture
Advertisement
Prev
Next

PM Kisan: શું તમારા ખાતામાં નથી આવ્યા 19માં હપ્તાના 2000 રૂપિયા? ફટાફટ અહીં ફરિયાદ કરો, તરત મળશે પૈસા

પીએમ કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો ખેડૂતોના ખાતામાં પહોંચી ચૂક્યો છે. પીએમ કિસાન યોજના માટે પાત્રતા ધરાવતા ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દેવાયા છે જો તમને ન મળ્યા હોય તો આ લેખ ખાસ વાંચો. 

PM Kisan: શું તમારા ખાતામાં નથી આવ્યા 19માં હપ્તાના 2000 રૂપિયા? ફટાફટ અહીં ફરિયાદ કરો, તરત મળશે પૈસા

પીએમ કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો સોમવારે 24 જાન્યુઆરીના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવાયો છે. સરકારે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી ખેડૂતોને 2000 રૂપિયા લેખે 22,000 કરોડ રૂપિયાથી વધુનું પેમેન્ટ કર્યું છે. જેમાં બિહાર રાજ્યના જ 76000થી વધુ ખેડૂત પરિવાર છે. શું તમારા એકાઉન્ટમાં 2000 રૂપિયા આવી ગયા? જો તમારા એકાઉન્ટમાં પૈસા ન આવ્યા હોય તો શું કરવું તે ખાસ જાણો. 

fallbacks

નથી આવ્યો હપ્તો?
જો તમારા ખાતામાં પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો હજુ સુધી ખાતામાં ન આવ્યો હોય તો તમે તેની ફરિયાદ કરી શકો છો. પહેલા એ જાણી લો કે પીએમ કિસાનના લાભાર્થી ખેડૂતોની યાદીમાં તમારું નામ છે કે નહીં? ત્યારબાદ એ જુઓ કે પીએમ કિસાનના તમારા એકાઉન્ટનું સ્ટેટસ શું જોવા મળી રહ્યું છે. જો તમે કેવાયસી ન કરાવ્યું હોય તો પણ તમારે પૈસા અટકી શકે છે. જો તમારું નામ લાભાર્થી ખેડૂતોની યાદીમાં સામેલ હશે તો તમે પૈસા મેળવી શકો છો. આ માટે ખેડૂતો નીચે આપેલા નંબરો પર ફરિયાદ નોંધાવી શકે છે. 

ક્યાં કરવી ફરિયાદ
જો તમે યોગ્યતા હોવા છતાં તમને 2000 રૂપિયાનો 19મો હપ્તો ન મળ્યો હોય તો  તમે ફરિયાદ નોંધાવી શકો છો. 

ઈમેઈલ- તમારી સ્થિતિ દર્શાવતો એક મેઈલ  pmkisan-ict@gov.in કે pmkisan-funds@gov.in પર મોકલી શકો છો. 

ફોન- કોઈ અધિકારી સાથે સીધી વાતચીત કરવા માટે તમે હેલ્પલાઈન નંબર 011-24300606 કે 155261 પર કોલ કરી શકો છો. 

ટોલ ફ્રી નંબર- ટોલ ફ્રી વિકલ્પ માટે પીએમ કિસાન ટીમ સાથે જોડાવવા 1800-115-526 નંબર ડાયલ કરી શકો છો. 

પીએમ કિસાનની વેબસાઈટ પર ચેક કરો
પીએમ કિસાનની અધિકૃત વેબસાઈટ પર જાઓ- આ માટે વેબ બ્રાઉઝરમાં https://pmkisan.gov.in/ પર જાઓ. 

Beneficiary Status પર જાઓ. ત્યાં આધાર નંબર કે મોબાઈલ નંબરથી સર્ચ કરો. ત્યારબાદ  Get Data પર ક્લિક કરો. 

અહીં વેબસાઈટ તમને બેનિફિશિયરી સ્ટેટસ દેખાડશે કે શું તમે પૈસા મેળવવા માટે રજિસ્ટર છો કે નહીં. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More