Health News: દેશમાં વધતી જતી સ્થૂળતા વિશ્વમાં મહામારી તરીકે ઉભરી આવી છે. ખરાબ ખાનપાન અને અનિયમિત જીવનશૈલીના કારણે લોકો વધુને વધુ મેદસ્વી બની રહ્યા છે. જો તમે પણ વજન ઘટાડવા ઈચ્છો છો તો સૌથી પહેલા તમારા આહારમાં સુધારો કરો અને દરરોજ ઓછામાં ઓછો અડધો કલાક વર્કઆઉટ કરો. તેની સાથે ડાયટમાં ડુંગળીનો સમાવેશ કરો. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ ડુંગળી વજન ઘટાડવામાં ખૂબ જ ફાયદાકારક છે. ડુંગળી દ્રાવ્ય ફાઇબરનો સ્ત્રોત છે, જે તેને શક્તિશાળી પ્રીબાયોટિક ખોરાક બનાવે છે. તેમાં રહેલા ગુણો વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક છે. ડુંગળીમાં રહેલા ગુણો પેટની ચરબી ઘટાડવામાં ખૂબ જ ફાયદાકારક છે. ચાલો જાણીએ ડુંગળીના ફાયદા અને વજન ઘટાડવા માટે તેનું સેવન કેવી રીતે કરવું.
કઈ રીતે વજન ઘટાડે છે ડુંગળી?
ડુંગળીના રસમાં એન્ટી ઓક્સીડેન્ટ્સ, વિટામિન્સ અને ઘણા મિનરલ્સ હોય છે. તેમાં રહેલ ફ્લેવોનોઇડ શરીરમાં ફેટ જમા થવા દેતો નથી અને વજન ઘટાડે છે. ડુંગળીના સેવનથી મોટાપો દૂર કરી શકાય છે. યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓપ એગ્રીકલ્ચરના રિસર્ચ પ્રમાણે એક કપ (160 ગ્રામ) કાપેલી ડુંગળીમાં 64 કેલેરી, 15 ગ્રામ કાર્બોહાઇડ્રેટ, 0।16 ગ્રામ વસા, 2।7 ગ્રામ ફાઇબર, 1।76 ગ્રામ પ્રોટીન, 6।78 ગ્રામ સુગર અને વિટામિન સી, વિટામિન બી6 અને મેંગનીઝ દૈનિક જરૂરીયાતનું 12 ટકા હોય છે. તેમાં થોડી માત્રામાં કેલ્શિયમ, આયરન, ફોલેટ, મેગ્નીશિયમ, ફોસ્ફોરસ અને પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ્સ ક્વેરસેટિન અને સલ્ફર પણ હોય છે.
આ પણ વાંચોઃ એક દિવસમાં 3 કપથી વધુ ચા પીતા હોવ તો સાવધાન...આ 3 ગંભીર સમસ્યા માટે તૈયાર રહો!
ક્યારે અને કેવી રીતે કરશો ઉપયોગ?
ડુંગળીને છોલી એક કટોરીમાં કાપી લો અને તેનો રસ કાઢો. તેના રસને રાત્રે ફ્રિજમાં રાખી દો અને સવારે ઉઠી મોટા ત્રણ કપ પાણીમાં બોઈલ કરો. જ્યારે પાણી ઉકળવા લાગે તો તેમાં ડુંગળીનો અર્ક નાખી સારી રીતે મિક્સ કરો. હવે આ પાણી ઠંડુ થાય એટલે ખાલી પેટ તેનું સેવન કરો. થોડા દિવસમાં તમારૂ વજન ઘટવા લાગશે. આ સિવાય તમે ડુંગળીનું સેવન સલાડના રૂપમાં પણ કરી શકો છો.
આ પણ વાંચોઃ તમે કઈ રીતે પકડો છો તમારો ફોન? આ રીત ખોલશે તમારા વ્યક્તિત્વના છુપાયેલા રાઝ
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે