Home> Agriculture
Advertisement
Prev
Next

મગફળીના ભાવ નહીં મળે, પણ આ પાક માલામાલ કરશે, જાણો ખરીફ સિઝનમાં કયા પાકનું છે કેટલું વાવેતર

Monsoon Crops : હાલ ચોમાસું શરૂ થયુ હોવાથી ખેડૂતો નવી વાવણી કરવામાં જોતરાઈ ગયા છે, ત્યારે આ ખરીફ પાક પર ખેડૂતોએ કયા પાકમાં વધુ વાવેતર કર્યું છે તેના આંકડા સામે આવ્યા

મગફળીના ભાવ નહીં મળે, પણ આ પાક માલામાલ કરશે, જાણો ખરીફ સિઝનમાં કયા પાકનું છે કેટલું વાવેતર

Gujarat Farmers : ગુજરાતમાં ખરીફ સિઝનમાં ભારે વરસાદ વચ્ચે ખેડૂતોનો ઉભો મોલ કોહવાઈ જાય તેવી સ્થિતિ વચ્ચે સરકારી આંકડા જાહેર થયા છે કે ગુજરાતમાં 63 લાખ હેક્ટરમાં ખરીફ સિઝનમાં વાવેતર થયું છે. ગત વર્ષે જુલાઈના અંત સુધીમાં 69 લાખ હેક્ટરમાં વાવેતરનો આંક પહોંચ્યો હતો. ગુજરાતમાં સરેરાશ 85 લાખ હેક્ટરમાં ખરીફ સિઝનમાં વાવેતર થતું હોય છે. આ વર્ષે ભારે વરસાદને કારણે કેટલીક જગ્યાએ ફરી વાવેતર કરવું પડે તેવી સંભાવના છે. 

fallbacks

ખરીફ સિઝનમાં વાવેતરની વાત કરીએ તો ધાન્ય પાકનું 8.34 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જેમાં સૌથી વધારે ડાંગરની વાવણી થઈ છે. ચોમાસું સિઝનમાં ડાંગરની 8.53 લાખ હેક્ટરમાં વાવણી થયા છે. અત્યારસુધીાં 4.15 લાખ હેક્ટરમાં વાવણી છઈ ચૂકી છે. આ સિવાય બાજરી અને મકાઈની વાવણીમાં ખેડૂતોએ મકાઈ પર પ્રથમ પસંદગી ઉતારી છે. મકાઈ એ ધાન્ય પાકની સાથે ઘાસચારા પાક પણ હોવાથી ધીરે ધીરે ખેડૂતો મકાઈની ખેતી તરફ વળ્યા છે. મકાઈની સૌથી વધારે વાવણી આદીવાસી બેલ્ટમાં થાય છે. 

જ્ઞાન સહાયકોની શરૂ થયેલી ભરતીમાં કરેલી આ એક ભૂલ ભારે પડશે, નહિ તો રિજેક્ટ થશે ફોર્મ

 

 

રાજ્યમાં 4.25 લાખ હેક્ટરમાં વાવેતર થતા કઠોળ પાકોમાં સૌથી વધારે વાવણી તુવેરની થાય છે. ખેડૂતોએ તુવેરની 1.70 લાખ હેક્ટરમાં વાવણી કરી છે. અડદનું પણ 50 હજાર હેક્ટરમાં વાવેતર થયું છે. ગુજરાતમાં ખરીફ સિઝનમાં સૌથી વધારે વાવેતર કપાસ અને મગફળીનું થતું હોય છે. ખેડૂતોએ આ બંને પાકોની વાવણી વધારી છે. ગુજરાતમાં રોકડિયા પાક ગણાતા આ બંને પાકમાં ખેડૂતોને સારો ભાવ મળતો હોવાથી આ વાવણી વધી છે. રાજ્યમાં મગફળીનું સૌથી વધારે વાવેતર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં થાય છે. મગફળીના 17.51 લાખ હેક્ટર વાવેતર વિસ્તાર સામે આ વર્ષે 18.28 લાખ હેક્ટરમાં વાવણી થઈ ચૂકી છે. જેથી ખેડૂતોને ભાવમાં સમસ્યા થાય તેવી પૂરી સંભાવના છે. મગફળીની વાવણી 104 ટકાએ પહોંચી છે. 

ગુજરાતમાં સોયાબીનનું વાવેતર પણ વધ્યું છે. ખેડૂતોએ તલની વાવણીમાં મોટો ઘટાડો કર્યો છે. ડિસેમ્બરમાં તલના ભાવ ઉંચકાશે એમાં બેમત નથી. તલના 76 હજાર હેક્ટરમાં વાવેતર વિસ્તાર સામે ખેડૂતોએ માત્ર 25,600 હેક્ટરમાં વાવણી કરી છે. આ વાવણી ઘટી તો માલમાં ઘટ એ ભાવમાં ફેરવાશે. એરંડાની વાવણીમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. એરંડાનું માત્ર 22 હજાર હેક્ટરમાં વાવેતર થયું છે. કપાસની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધારે વાવેતર આ પાકનું થાય છે. 27 લાખ હેક્ટર વાવેતર વિસ્તાર સામે ખેડૂતોએ 22.34 લાખ હેક્ટરમાં વાવણી કરી દીધી છે. આ પાકનું વાવેતર વધે તેવી સંભાવના છે. જોકે, ગત વર્ષ કરતાં વાવણી ઓછી રહેશે. આ જ પ્રમાણે ગુવારનું પણ વાવેતર ઘટ્યું છે. એક લાખ વાવેતર વિસ્તાર સામે માંડ 31 હજાર હેક્ટરમાં વાવેતરનો આંક પહોંચ્યો છે. આમ ઘટતું વાવેતર એ ભાવ વધવાનું કારણ બની શકે છે.

કમરામાં ભૂત છે! બોલિવુડની અભિનેત્રીએ એક રાતનો થથરાવી દે તેવો અનુભવ વર્ણવ્યો

વન વિભાગે ડ્રોનથી કર્યું વાવેતર
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં ફોરેસ્ટ વિભાગ દ્વારા ડ્રોનથી વાવેતર કરવામાં આવ્યું. સંતરામપુર તાલુકાના ડુંગરવેલ વિસ્તારોમાં ડ્રોનથી વાવેતર કરવામાં આવ્યું. ખાખરા, ખેર, દેશી, બાવળ, આવળ, સીતાફળ, ગરમાડો જેવી ડુંગર વિસ્તારની પ્રજાતિનું વાવેતર કરવામાં આવ્યું. ડુંગરની ટેકરીમાં હરિયાળીમાં ભૂમિમાં પરિવર્તન થઈ શકે તે માટે સંતરામપુરના પૂર્વ રેન્જમાં ખેડાપા માનગઢની ડુંગરની ટેકરીઓમાં વાવેતર કરવામાં આવ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More