Government Jobs : રાજ્યમાં શિક્ષણ વિભાગ આ વર્ષે પણ જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવનાર છે. માધ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક શિક્ષકોની 11 માસના કરાર આધારિત ભરતી કરવામા આવશે. ત્યારે 27 જુલાઈથી અરજી શરૂ થઈ છે. જે માટે છેક 5 ઓગસ્ટ સુધી ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકશે. મેરીટના આધારે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી કરાશે.
રાજ્યમાં જ્ઞાન સહાયકની ભરતીમાં TET-TAT પાસ ઉમેદવારોના વિરોધ સામે સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માટે 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જ્ઞાન સહાયકની ભરતીના નોટિફિકેશનમાં ભરતી સંબંધિત પગારધોરણ, લાયકાત સહિતની જાણકારી આપવામાં આવી છે. કરાર આધારિત ભરતી માટે 27 જુલાઈથી 5 ઑગસ્ટ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે.
જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે તિરાડ! કોલ્ડવોર વચ્યે રાદડિયાએ ખુલ્લો પડકાર ફેંક્યો
આ ખાસ ધ્યાન રાખો
જાહેર કરાયેલી માર્ગદર્શિકામાં સ્પષ્ટ તાકીદ કરાઈ છે કે, જ્ઞાન સહાયકની ભરતીમાં ખોટા ડોક્યુમેન્ટ્સ રજૂ કરનારા ઉમેદવારને આગામી પાંચ વર્ષ માટેની ભરતીમાં ગેરલાયક ઠેરવવામાં આવશે. ઉમેદવાર દ્વારા જ્ઞાન સહાયક બનવા માટે ખોટી માહિતી આપવામાં આવી હોવાનું માલુમ પડશે તો તેને પાંચ વર્ષ સુધી ઉમેદવારી માટે ગેરલાયક ઠેરવવામાં આવશે. ઉપરાંત બનાવટી દસ્તાવેજ અથવા તો ડોક્યુમેન્ટ સાથે ચેડા કર્યા હોવાનું જણાશે તો તેમની સામે ફોજદારી દાખલ કરવામાં આવશે. આ ઉપરાંત નક્કી કરવામાં આવેલા સમયગાળામાં ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફરજિયાત કરાવવાનું રહેશે. ડોક્યુમેન્ટ વૈરિફિકેશન ન કરાવનારા ઉમેદવારોની ઉમેદવારી આપોઆપ રદ થશે અને મેરીટ યાદીમાંથી તેવા ઉમેદવારનું નામ કમી કરાશે.
કેટલો પગાર ચૂકવાશે
જ્ઞાન સહાયક માધ્યમિક માટે મહિને 24000 રુપિયા અને જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટે મહિને 26000 રુપિયાના પગારધોરણની જોગવાઈ છે.
અરજદારની વયમર્યાદા કેટલી રહેશે
જ્ઞાન સહાયક ભરતીમાં ઉમેદવારી નોંધાવવા માટે માધ્યમિકમાં 40 વર્ષ અને ઉચ્ચતર માધ્યમિકમાં 42 વર્ષ વય મર્યાદા રાખવામાં આવી છે.
આજે અડધુ ગુજરાત ભીંજાશે! 17 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ ત્રાટકશે, અંબાલાલની છે આગાહી
અરજી કરવાની છેલ્લી તારીખ
ઓનલાઈન અરજી બાદ મેરિટના આધારે સરકારી અને અનુદાનિત શાળાઓમાં નિયુક્તિ કરવામાં આવે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 05/08/2024 સોમવાર છે, જે દિવસે રાત્રે 11:59 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે.
અરજી કરતા પહેલા આ શરતો ખાસ જાણી લેવી
વેકેશનના સમયગાળા દરમિયાનનું ઉચ્ચક માનદવેતન મળવાપાત્ર રહેશે નહીં.
કમરામાં ભૂત છે! બોલિવુડની અભિનેત્રીએ એક રાતનો થથરાવી દે તેવો અનુભવ વર્ણવ્યો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે