Investment Tips: પોતાની મહેનતની કમાણીમાંથી બચત થાય તેવું દરેક લોકો ઈચ્છે છે. આ બચતનું રોકાણ કયાં કરવું તે માટે વિવિધ વિકલ્પો પણ શોધવામાં આવતા હોય છે. આ રીતે રોકાણ કરવાની એક ફોર્મ્યુલા છે જેનું નામ છે 10:12:30 ફોર્મ્યુલા. આ ફોર્મ્યુલા એસઆઈપી પર કામ કરે છે. તેના દ્વારા તમે ત્રણ કરોડની રકમ બનાવી શકો છો. આવો આ ફોર્મ્યુલા વિશે તમને જણાવીએ.
મહિને થતી કમાણીમાંથી થોડા રૂપિયા બચાવી શકાય છે. તે માટે એસઆઈપી એક સારો વિકલ્પ છે. મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરી 3 કરોડ રૂપિયાનું ફંડ બનાવી શકાય છે. બસ તે માટે તમારે ટાર્ગેટ નક્કી કરવો પડશે અને તે મુજબ પ્લાનિંગ કરવું પડશે. તેનો મતલબ છે કે તમારે એક પ્લાન હેઠળ અનુશાસનની સાથે રોકાણ કરવું પડશે.
આ પણ વાંચોઃ સ્વતંત્રતા દિવસથી લઈને જન્માષ્ટમી, જાણો આ સપ્તાહે કેટલા દિવસ બેંક રહેશે બંધ
કઈ રીતે બનશે 3 કરોડ
10:12:30 ફોર્મ્યુલા દ્વારા નિવૃત્તિ આયોજન વિશે વાત કરીએ તો, ફંડ કેવી રીતે બનાવાશે તે સમજતા પહેલા, ચાલો જાણીએ કે આ ફોર્મ્યુલાનો અર્થ શું છે. આ ફોર્મ્યુલાને ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે. પહેલા 10 નો અર્થ રોકાણની રકમ છે. એટલે કે, તમારે દર મહિને 10 હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે. બીજા 12 નો અર્થ વળતર છે, એટલે કે, ધારો કે તમને રોકાણ પર 12 ટકા વળતર મળશે. તે જ સમયે, 30 નો અર્થ વર્ષો છે. તમારે 30 વર્ષ સુધી તમારું રોકાણ ચાલુ રાખવું પડશે. આ પછી, તમારું રોકાણ લક્ષ્ય પ્રાપ્ત થશે.
આ છે ગણતરી
જો તમે 30 વર્ષની ઉંમરમાં રોકાણ કરો છો તો 10:12:30 ફોર્મ્યુલા દ્વારા રોકાણનો સમયગાળો એટલે કે 60 વર્ષની ઉંમરે પહોંચતા તમારૂ ફંડ ત્રણ કરોડ રૂપિયા થઈ જશે. તેમાં તમારા રોકાણને વધારવામાં કમ્પાઉન્ડિંગની ભૂમિકા સૌથી મહત્વની હોય છે. જો તમે 10 હજાર રૂપિયા દર મહિને 30 વર્ષ સુધી જમા કરો છો તો તમારૂ રોકાણ 36,00,000 રૂપિયા થઈ જશે. તેના પર કમ્પાઉન્ડિંગ જુઓ તો તે 2,72,09,732 રૂપિયા મળશે. રોકાણ અને વ્યાજ જોડવામાં આવે તો કુલ ફંડ 3,08,09,732 રૂપિયા થઈ જશે.
માસિક SIP રોકાણ | 10,000 રૂપિયા |
એવરેજ રિટર્ન | 12% |
રોકાણનો સમયગાળો | 30 વર્ષ |
તમારૂ કુલ રોકાણ | 36,00,000 રૂપિયા |
કમ્પાઉન્ડિંગની સાથે રિટર્ન | 2,72,09,732 રૂપિયા |
કુલ જમા ફંડ | 3,08,09,732રૂપિયા |
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે