Kaun Banega Crorepati: લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિની નવી સીઝન શરુ થવાની છે. આ વખતે પણ હોસ્ટ તરીકે અમિતાભ બચ્ચન જોવા મળશે. કેબીસીની નવી સીઝન 11 ઓગસ્ટ 2025 થી શરુ થશે. આ શોમાં ભાગ લેવા માટે જે સ્પર્ધકો જાય છે તેમની પસંદગી ખાસ પ્રોસેસ દ્વારા કરવામાં આવે છે. તેવી જ રીતે શો માં દર્શકો હોય છે તેમને પણ ખાસ રીતે ચુઝ કરવામાં આવે છે.
આ પણ વાંચો: ઘરે બેઠા જોઈ શકશો ફિલ્મ મેટ્રો ઈન દિનો, જાણો કયા OTT પ્લેટફોર્મ પર ક્યારે થશે રિલીઝ
ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે કૌન બનેગા કરોડપતિ શોમાં દર્શક તરીકે જવું હોય તો શું કરવું. આ શો જ્યારે ટીવી પર જોવામાં આવે છે તો તેમાં ઓડિયન્સ પણ હોય છે. આ ઓડિયન્સ સાથે બેસવા માટે શું કરવું, તેના માટે કોઈ ફી ભરવાની હોય છે કે પછી કોઈ પ્રોસેસ કરવાની હોય છે. આજે તમને બધું જ જણાવીએ.
આ પણ વાંચો: Bollywood: પોતાનાથી નાની ઉંમરના એક્ટર્સ સાથે આ અભિનેત્રીઓ આપ્યા ઈન્ટીમેટ સીન
કૌન બનેગા કરોડપતિ શોમાં 80 થી 100 લોકો દર્શક તરીકે હાજર હોય છે. આ શો માટે દર્શકોની પસંદગી કરવાની કોઈ નક્કી પ્રક્રિયા કે નોંધણી કરાવવાની હોતી નથી. મોટાભાગે એક એપિસોડમાં જે સ્પર્ધકો ભાગે લે છે તેના પરિવારના લોકો અને મિત્રો દર્શકો તરીકે આવે છે. આ સિવાય કેટલાક લોકોને પ્રોડકશન ટીમ પસંદ કરે છે.
આ પણ વાંચો: પોતાના પતિ કરતાં અનેકગણી વધારે અમીર છે આ પત્નીઓ, જાણો કોની પાસે કેટલી સંપત્તિ છે ?
કૌન બનેગા કરોડપતિ શો માં જવા માટે કોઈપણ પ્રકારની ફી ક્યાંય પણ ભરવાની હોતી નથી. આ શોમાં પેડ ઓડિયંસ લેવાની કોઈ નીતિ નથી. દર્શક તરીકે શો માં બેસવા માટે ટિકિટ પણ લેવાની નથી હોતી. સામાન્ય લોકો માટે શો માં દર્શક તરીકે જવું મુશ્કેલ હોય છે કેમકે 100 માંથી મોટાભાગના લોકો સ્પર્ધકોના પરિજનો કે મિત્રો હોય છે. તેમને પ્રાથમિકતા આપવામાં આવે છે. તેથી કોઈ ચાર્જ ભરીને શો માં દર્શક તરીકે જવા મળશે તેવો દાવો કરવામાં આવે તો તે ફ્રોડ હોય શકે છે. આ રીતે પૈસા લઈને શો માં દર્શકોને બોલાવવામાં આવતા નથી.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે